નિરંજન મહેતા
તન્હાઈ એટલે એકલતા, એકલાપણું. વ્યક્તિ એકલો હોય ત્યારે તો એકલતા અનુભવે છે પણ કેટલાક તો સમૂહમાં પણ એકલતા અનુભવતા હોય છે. આપણી હિન્દી ફિલ્મોમાં આ વિષયને લગતાં કેટલાય ગીતો છે જેમાના થોડા અહીં રજુ કરૂ છું.
૧૯૫૧ની ફિલ્મ ‘સઝા’ના ગીતથી શરૂઆત કરીએ
तुम न जाने किस जहां में खो गये
हम भरी दुनिया में तनहा हो गए
કલાકાર નિમ્મી. ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર લતાજીનો.
૧૯૫૩ની ફિલ્મ ‘આહ’નું ગીત છે
ये शाम की तन्हाईया ऐसे मे तेरा गम
શૈલેન્દ્રના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને. નરગીસ પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે લતાજી.
૧૯૬૦ની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’નાં આ ગીતમાંની હલક માણવા જેવી છે.
मुझ को इस तन्हाई ही में आवाज़ ना दो
કલ્યાણજી આણંદજીના સંગીતમાં ધર્મેન્દ્ર માટે ગાયું છે મુકેશે. શબ્દો શમીમ જયપુરીના
આ જ ગીત બીજી વાર આવે છે જે કુમકુમ પર રચાયું છે. સ્વર સુમન કલ્યાણપુરનો. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.
૧૯૬૨ની ફિલ્મ ‘હમારી યાદ આયેગી’નું ગીત પણ મધુર છે.
कभी तन्हाइओमे हमारी याद आएगी
ગીતના કલાકાર તનુજા. કેદાર શર્માના શબ્દોને સજાવ્યા છે સ્નેહલ ભાટકરે. મધુર સ્વર છે મુબારક બેગમનો.
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘રૂપલેખા’નું ગીત છે જેમાં મુખડા પછીના શબ્દો છે
चाँद भी है तारे भी है और ये तन्हाई
तुमने क्या दिल को जलाने की कसम खाई है
આ ગીત મહિપાલ અને સુપ્રિયા ચૌધરી પર રચાયું છે જેના શબ્દો છે ફારુક કૈસરનાં અને સંગીત નૌશાદનું. ગાનાર કલાકારો રફીસાહેબ અને સુમન કલ્યાણપુર.
૧૯૬૩ની ફિલ્મ ‘ યે રાસ્તે હૈ પ્યાર કે’નું ગીત છે જેમાં સુનીલ દત્તને લીલા નાયડુ યાદ આવે છે અને ગાય છે
ये खामोशिया ये तन्हाई या
मोहब्बत की दुनिया है कितनी जवां
શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત રવિનું. ગાનાર કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૬૪ની ફિલ્મ ‘જહાંઆરા’મા એક દર્દભર્યું ગીત છે જેને તલત મહેમૂદના સ્વરે સુમધુર બનાવ્યું છે.
फिर वोही शाम वोही गम वोही तन्हाई है
કલાકાર છે ભારત ભૂષણ, શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત મદનમોહનનું.
૧૯૭૧ની ફિલ્મ ‘મહેબુબ કી મહેંદી’મા મુખડા પછીના શબ્દો છે
तन्हाई मिलती है महफ़िल नहीँ मिलती
राहे मोहब्बत में कभी मंजिल नहीँ मिलती
કટાક્ષભર્યા આ ગીતના કલાકાર છે લીના ચંદાવરકર. શબ્દો છે આનંદ બક્ષીના. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને સ્વર લતાજીનો.
૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’ના આ ગીતની વચ્ચે આવતા શબ્દો માણવા જેવા છે
फिरते है हम अकेले बांहों में कोई ले ले
आखीर कोई कहाँ तक तन्हाइओ से खेले
રચાયું છે મીનાકુમારી પર અને શબ્દો છે કમાલ અમરોહીના જેને સંગીત આપ્યું છે ગુલાંમ મોહમ્મદે.સ્વર લતાજીનો.
૧૯૮૦ની ફિલ્મ ‘જુદાઈ’નું ગીત છે જેમાં અતીતમાં સરી જતી રેખા યાદ કરે છે જીતેન્દ્રને
मार गयी मुझे तेरी जुदाई डंस गई ये तन्हाई
આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાનાર કલાકારો આશા ભોસલે અને કિશોરકુમાર.
૧૯૮૧ની ફિલ્મ ‘સીલસીલા’ માં ગીતની શરૂઅત્મા અમિતાભના અવાજમાં જે શબ્દો મુકાયા છે તે છે
मै और मेरी तन्हाई अक्सर ये बातें करते है
तुम होती तो कैसा होता तुम ये कहेती तुम वो कहेती
ગીતમાં રેખા પણ છે. જાવેદ અખ્તરના શબ્દો છે અને શિવ હરીનું સંગીત. તેને સ્વર મળ્યો છે લતાજીનો.
૧૯૯૭ની ફિલ્મ ‘કોયલા’ જેમાં શાહરુખ ખાન મૂંગાનું પાત્ર કરે છે તેને જોઇને માધુરી દિક્ષિત કહે છે
तन्हाई तन्हाई तन्हाई दोनों को पास ले आई
ઇન્દીવરના શબ્દો અને રાજેશ રોશનનું સંગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.
૨૦૦૧ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’નું ગીત છે
तन्हाई, तन्हाई दिल ने मेरे कैसी ठोकर खाई
આમીરખાન અને પ્રીતિ ઝીન્ટા કોઈ કારણસર જુદા પડે છે ત્યારે આ ગીત પાર્શ્વભૂમિમાં મુકાયું છે. જેના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત શંકર એહસાન લોયનું. સ્વર સોનું નિગમનો.
જે ગીતનો ફક્ત ઓડીઓ જોવા મળ્યો છે તેનો આમાં સમાવેશ નથી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
એસ ડી બર્મને સંગીતબધ્ધ કરેલ ‘યે તન્હાઈ હાયે રે હાયે , થામ લો બાહેં’ (તેરે ઘર કે સામને) એક ખુબ જ કર્ણપ્રિય રચના છે
https://youtu.be/zvI-3EwDZEw