લુત્ફ-એ-શેર : મણકો #૧૭

ભગવાન થાવરાણી

ઉર્દૂ સાહિત્યમાં જોન એલિયા એક એવું વ્યક્તિત્વ હતું જેમની વાણીમાં સદાય તેજાબ ભભૂકતો. બેફામ અને કોઈની સાડીબાર ન રાખનાર માણસ ! મુશાયરાઓમાં લોકપ્રિય અને પોતાની સ્પષ્ટવાદિતા માટે નામચીન ! 

એમની એક ગઝલનો શેર પોતાની સહજતા અને બાળ-સહજ વિસ્મય માટે મને ખૂબ જ ગમે છે. ગઝલનો ઉઘાડ આમ છે :

બેદિલી ! ક્યા યૂં હી દિન ગુઝર જાએંગે
સિર્ફ  ઝિંદા  રહે  હમ  તો  મર  જાએંગે

પણ જે શેર મને સંમોહિત કરે છે તે આ છે :

કિતને દિલકશ હો તુમ કિતના દિલ-જૂ હું મૈં
ક્યા  સિતમ  હૈ  કે  હમ  લોગ  મર  જાએંગે ..

વાત તો બસ, મૃત્યુની અનિવાર્યતાની છે પણ લહેજો ! બધા જાણે છે કે બધાએ જવાનું છે પણ વિસ્મય દર્શાવવાની આ રીત ! આપણે બન્ને આટલા દિલકશ અને દિલ-જૂ ( દિલને આશ્વસ્ત કરનાર ) હોવા છતાં ખરેખર મરી જઈશું ! ના, ના, એમ કઈ રીતે બને ? 

એક ગુમનામ શાયરે લખ્યું છે :

યહીં ઈસ મેઝ પર જબ મૈં ન હૂંગા
મેરી તસવીર    ફૂલોં  સે  સજેગી ..

( અત્યારે જ્યાં બેઠો છું એ જ ટેબલ પર મારો ફૂલહાર-મંડિત ફોટો શોભતો હશે ! )


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

4 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો #૧૭

Leave a Reply

Your email address will not be published.