લુત્ફ-એ-શેર : મણકો #૧૬

ભગવાન થાવરાણી

એવું પણ નથી કે ઝબકાર-સમ શેર જૂની ડાયરીઓમાં જ દર્જ હોય ! આવા શેરોનો પરિચય વર્તમાનમાં પણ ક્યારેક થતો રહે છે.

હમણાં થોડા સમય પહેલાં મુઝફ્ફર વારસી સાહેબના એક શેરનો સાક્ષાત્કાર થયો. જી, એ જ મુઝફ્ફર વારસી, જેમનો આ શેર મને હમેશાં શાંતિ પહોંચાડે છે :

જભી તો ઉમ્ર સે અપની ઝિયાદા લગતા હું
બડા હૈ  મુજસે  કઈ  સાલ  તજરબા  મેરા ..

પણ એમના જે શેરે આકળ-વિકળ કરી મૂક્યો તે છે આ :

મુહબ્બત !  આંસૂઓં કે ઘાટ લે ચલ
બહુત દિન સે યે દિલ મૈલા પડા હૈ ..

વાત મેલા મનને ધોવાની છે. દિલ મૂળ રીતે તો સાફસૂથરું જ હોય છે પરંતુ કદાચ વ્યવહારુ જગતના અસત્યો, કાવતરાં, રંજ, છેતરપિંડીઓ અને દાવપેચ એને મેલું કરી નાંખતા હશે. મુઝફ્ફર સાહેબના મતે એને સ્વચ્છ – નિર્મળ કરવાની શ્રેષ્ઠ જગા અશ્રુ – ઘાટ છે ! આંસુઓના છંટકાવથી ગંદામાં ગંદા દાગ પણ ધોવાઈ શકે છે. પરાકાષ્ઠા એ છે કે એ ઘાટ સૂધી લઈ જવાનું કોને કહેવાઈ રહ્યું છે ! મુહોબત – પ્રેમને ! કેમ કે પ્રેમ જ એ સંવેદન છે જે આપણને સહેલાઈથી, આંગળી પકડી દોરી જઈ અશ્રુ-ઘાટે લઈ જઈ શકે ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.