નિરંજન મહેતા
અનેક શબ્દો ઉપર વારંવાર ફિલ્મીગીતો રચાયા છે અને તેમાંના કેટલાકની નોંધ આ સ્થાને લેવાઈ ગઈ છે. આજના લેખમાં ‘ગીત’ શબ્દો વપરાયા હોય તેવા ગીતોની નોંધ લેવાઈ છે.
૧૯૪૮મા આવેલી ફિલ્મ ‘મેલા’નું આ ગીત બહુ જ પ્રસિદ્ધ છે.
गाये जा गीत मिलन के
तु अपने लगन के
सजन घर जाना है
લગ્ન બાદ વિદાય લેતી નરગીસને ઉદ્દેશીને દિલીપકુમાર પોતાની વ્યથા વ્યક્ત કરે છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. સ્વર મુકેશનો.
૧૯૪૯ની મહેબુબ ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘અંદાઝ’નાં આ ગીતે બજાવેલી ધૂમ આજે પણ ગુંજે છે
तु कहे अगर जीवन भर
मैं गीत सुनाता जाउं
મુકેશના સ્વરમાં મજરૂહ સુલ્તાનપુરીનાં ગીતને નૌશાદે સંગીતબધ્ધ કર્યુM જે પરદા પર દિલીપ કુમાર પિયાનો પર ગાય છે અને કક્કુ તેના પર નૃત્ય કરે છે.
૧૯૫૩ની ફિલ્મ ‘પતિતા’નુ આ ગીત ગીતની ખૂબી સુંદર રીતે દેવઆનંદ વર્ણવે છે
है सब से मधुर वो गीत जिन्हें
हम दर्द के सुर में गाते है, हम दर्द के सुर में गाते है
શૈલેન્દ્રના શબ્દો અને સંગીત શંકર જયકિસનનું. સ્વર તલત મહેમૂદનો.
૧૯૫૯ની ફિલ્મ ‘ગુંજ ઊઠી શહેનાઈ’નું ગીત પણ માણવા લાયક છે.
तेरे सूर और मेरे गीत
दोनों मिल के बनेगी प्रित
રાજેન્દ્રકુમાર શહેનાઈ વગાડે છે તે સાંભળી અનીતા આ ગીત ગાય છે. શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત વસંત દેસાઈનું. કંઠ લતાજીનો.
૧૯૬૧ની ફિલ્મ ‘સસુરાલ’માં એક નૃત્યગીત છે
सुन ले मेरी पायलो के गीत सजना
आ बुला रही है मेरी प्रित सजना
નૃત્યગીત બી. સરોજાદેવી પર રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર લતાજીનો.
ફિલસુફીભર્યું એક ગીત છે ૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’નું.
एक बंजारा गाये जीवन के गीत सुनाए
हम सब जीने वालो को जीने की राह बताए
જીતેન્દ્ર મજદૂરોને પાર્ટી આપતી વખતે આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર રફીસાહેબનો. વિડીઓમાં તનુજા પણ ભાગ લેતી દેખાય છે.
ફિલ્મનું નામ ગીત હોય તો જરૂર તેમાં ગીતને લગતું ગીત હોવાનું. ૧૯૭૦મા આવેલી ફિલ્મ ‘ગીત’માં જે ગીત છે તે છે
आजा तुझ को पुकारे मेरे गीत रे, मेरे गीत रे
ओ मेरे मितवा मेरे मित रे
મિલનની ક્ષણોમા આ ગીત મુકાયું છે જેના કલાકારો છે રાજેન્દ્રકુમાર અને માલા સિન્હા. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર લતાજી અને રફીસાહેબના.
૧૯૭૨ની ફિલ્મ ‘લાલ પત્થર’નું ગીત છે જે એક દર્દભર્યા યુવાનનાં માનસને ઉજાગર કરે છે
गीत गाता हूँ मै गुनगुनाता हु मै
मैंने हँसने का वादा किया था कभी
રાજકુમાર આગળ પિયાનો પર વિનોદ મહેરા આ ગીત ગાય છે. સાથમાં હેમા માલિની અને રાખી પણ છે. શબ્દો દેવ કોહલીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’નું ગીત તે ફિલ્મનું શીર્ષક ગીત છે જેમાં સચિન કુદરતી સૌન્દર્યમાંથી પસાર થતાં ગાય છે.
गीत गाता चल ओ साथी गुनगुनाता चल
ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને સ્વર જસપાલસિંઘનો.
૧૯૭૬ની ફિલ્મ ‘ચલતે ચલતે’નું ગીત પણ એક સંદેશવાહક ગીત છે
चलते चलते मेरे ये गीत याद रखना
कभी अलविदा ना कहेना
સિમી ગ્રેવાલથી છૂટા પડતી વખતે વિશાલ આનદ આ ગીત ગાય છે જેના શબ્દો છે અમિત ખન્નાના અને સંગીત બપ્પી લાહિરીનું. સ્વર કિશોરકુમારનો.
ગીત શબ્દનાં શીર્ષકવાળી ફરી એક ફિલ્મ ૧૯૮૧માં આવી હતી ‘પ્રેમગીત’ જેનું આ ગીત સુમધુર શબ્દોથી ખરેખર સુંદર પ્રેમગીત બન્યું છે.
होठों से छू लो तुम मेरा गीत अमर कर दो
એક પાર્ટીમાં અનીતા રાજને ઉદ્દેશીને રાજ બબ્બર આ ગીત ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત અને સ્વર જગજીતસિંહના.
તો ‘ગીત’ નામની જ ફિલ્મ ૧૯૯૨મા પણ આવી હતી જેમાં એક નૃત્યગીત છે
जो दिल से निकले वोह है गीत
सुन के दिल पिघले वोह है गीत
નૃત્યગીતત્ના કલાકાર છે દિવ્યા ભારતી. ગીતના શબ્દો અનજાનના અને સંગીત બપ્પી લાહિરીનું. સ્વર અલકા યાજ્ઞિકનો.
૧૯૯૨ની અન્ય ફિલ્મ ‘અધર્મ’નું ગીત છે
गीत बनके लबो पे सजी कभी आँखों का पानी बनके
ગીત શબાના આઝમી અને શત્રુઘ્ન સિન્હા પર રચાયું છે જેના શબ્દો છે સમીરના અને સંગીત છે આનંદ મિલિન્દનું.. સ્વર પંકજ ઉધાસ અને અનુરાધા પૌડવાલના.
૧૯૯૭ની ફિલ્મ ‘યસ બોસ’માં શાહરૂખ ખાન પોતાની આગવી અદામાં જુહી ચાવલાને સંબોધીને આ ગીત ગાય છે.
मै कोई ऐसा गीत गाऊ
के आरज़ू जगाऊ
अगर तुम कहो
જાવેદ અખ્તરના શબ્દોને સંગીત આપ્યું છે જતિન લલિતે અને સ્વર છે અભિજિત અને અલકા યાજ્ઞિકનાં.
આ વિષય પર કેટલાક વધુ ગીતો છે પણ તેના વિડીઓ નથી એટલે એ બધાનો અહી ઉલ્લેખ નથી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
મને બે ગૈર ફિલ્મી ગીતો આ સંદર્ભમાં યાદ આવે છે.
ગીત કિતને ગા ચુકી હું મૈં ઈસ સુખી જગ કે લિયે – આશા ભોસલે – સંગીત ઃ નિખિલ ઘોષ – ગીત ઃ ભરત વ્યાસ
https://youtu.be/v-1m1XAWdOg
હોઠોં સે છૂ લો તુમ, મેરે ગીત અમર કર દો – જગતિત સિંહ – ગીતઃ ઈન્દીવર
https://youtu.be/OM6-lT43TCw