વ્યંગ્ય કવન : (૫૧) – ચીનની વસ્તુ બધી સસ્તી પડી

સુરતનિવાસી કવયિત્રી -પ્રજ્ઞા દીપક વશીના, વાર્તા, નવલકથા, કવિતા, લલિતનિબંધ, હાસ્ય નિબંધ, નાટકો, હાસ્ય કવિતામાં વગેરે જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં કુલ ૯ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. હમણાં કોરોના વિષય ઉપર બે નવલકથા પ્રકાશન હેઠળ છે. તેમને સાહિત્યના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયાં છે. ગુજરાત મિત્ર,દિવ્ય ભાસ્કર તેમજ સંદેશ દૈનિકમાં કોલમ પ્રગટ થાય છે.

વેબગુર્જરી પર તેમની રચનાઓ મૂકવાની સંમતિ માટે સંચાલન સમિતિ આનંદની લાગણી વ્યક્ત કરે છે.

તેમના સંપર્ક સૂત્રોઃ

૯૧ ૯૨૨૮૩ ૩૧૧૫૧

pragnadvashi@gmail.com


           વ્યંગ્ય-કવન

ચીનની વસ્તુ બધી સસ્તી પડી.
વાઇરસ પ્રોડકટ જરાં મોંઘી પડી.

આમ તકલાદી છે એનો માલ પણ
ચાઇના થપ્પડ જરાં ભારી પડી !


ચાઇનીઝ થાળી વગાડો પ્રેમથી
મસ્ત કેવી મોતની તાળી પડી!

આર્ય પુત્રો , લ્યો શરણ વાઘણ તણું
છે ઘડી કપરી શિરે આવી પડી.

લ્યો ઉઠાવો ઝાડું ને લાગી પડો
છે ઘડી યાહોમની, સ્હેવી પડી.


બ્હાર કરતાં ઘરમાં જોખમ છે ઘણું
આ મજૂરી એટલે કરવી પડી.

કામવાળીની જગા લીધી છતાં
જાત એણે ગીરવે મુકવી પડી.


ભિન્ન વાઇરસ ક્યાં સુધી સાથે રહે
એટલી સમજણ પડી મોડી પડી.


ચાંદ જોવા બ્હાર શું એ નીકળ્યો
પાંચસો ની કડકડતી ભરવી પડી.

           —–પ્રજ્ઞા વશી , સુરત
                    તા – ૨૪-૫ -૨૦૨૦

Author: admin

1 thought on “વ્યંગ્ય કવન : (૫૧) – ચીનની વસ્તુ બધી સસ્તી પડી

Leave a Reply

Your email address will not be published.