લુત્ફ – એ–શેર : મણકો # ૧૨

ભગવાન થાવરાણી

થોડાક સમય પહેલાં પરવીન શાકિર સાહેબાના શેરની વાત કરી આપણે. પરવીન જીનો તો ખેર ! ઉર્દુ શાયરાઓમાં કોઈ જોટો નથી. એ એકમેવ છે, પરંતુ ઉર્દુ ભાષામાં કેટલીક અન્ય કવયિત્રીઓ પણ છે જેમણે સમયાંતરે ખૂબ જ ઉમદા શેર અને ગઝલો આપી.

આવું એક નામ છે મોહતરમા સય્યદા શાને મેરાજનું. એમની એક ગઝલનો આ જીવલેણ મત્લો જુઓ :

હાલ  મૌસમ  કા  હી  પૂછેગા  વો  જબ  પૂછેગા
મુજસે  કબ  મેરી  ઉદાસી  કા  સબબ  પૂછેગા ..

આવું હમેશાં થાય છે. કોઈ। ‘ ખાસ ‘ વ્યક્તિને મળતાં પહેલાં આપણે પૂર્વ-આયોજન કરીએ છીએ કે એને આ વાત કરીશું, પેલી વાત કરીશું, આ પૂછશું, તે પૂછશું પણ જ્યારે રૂ – બ – રુ થઈએ ત્યારે એ બધા મનસૂબા વરાળ થઈને ઊડી જાય છે, બધું આયોજન જ્યાંનું ત્યાં રહી જાય છે અને સમગ્ર વાત રોજ-બરોજની ચીલાચાલૂ વાતોથી આગળ નથી વધતી અને બન્નેમાંનુ કોઈક વસવસો કરતું રહી જાય છે કે અરેરે ! એણે બસ હવાપાણી અને વરસાદનું જ પૂછ્યું ! મારા ચહેરા પર વંચાઈ શકતી ઉદાસી વિષે એક શબ્દ પણ નહીં !

થાય છે ને આવું …!


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

1 thought on “લુત્ફ – એ–શેર : મણકો # ૧૨

  1. બિલકુલ હંમેશા આવું થાય છે.
    આ નવી શાયરા સાથે મુલાકાત બદલ આભાર..

Leave a Reply

Your email address will not be published.