દેખાય સરસ તાજું-માજું, આ કાષ્ઠ સફરજન જેમ બધું,
બકરીના ગળાના આંચળ જેવા વ્યર્થ પ્રદર્શન જેમ બધું,
અંધેર નગરનો ન્યાય જુઓ, અપરાધી અગર લાગે દુબળો,
શૂળીની સજા ખમવી પડતી, જાડા જ નગર-જન જેમ બધું.
કહેવાયું કંઈ સમજ્યો એ કંઈ, માથેથી બધુંય વહી જ ગયું,
બહુ ડોળ કરી ગાલે જ ઘસે છે, આંખનાં અંજન જેમ બધું.
મુજ આંગણ આજ કરો પગલાં, સુખપૂર્વક ભોજન આપકરો,
બગલાને મળે છીછરી થાળી ને ખીરનાં ભોજન જેમ બધું.
બેઠું છે મડું એને જ ખભે, વાર્તાના જવાબો માગે છે,
વેતાળ-જગત કાયમ પજવે છે, પરદુ:ખભંજન જેમ બધું.
– દયારામ મહેતા, ‘ઘૂંટ્યો કસુંબ ઘેરો’ – રન્નાદે પ્રકાશન.
દયારામ મહેતા : સંપર્ક સૂત્ર : dayarambhaimehta@gmail.com