વાંચનમાંથી ટાંચણ : ભારતીય એડિસન

સુરેશ જાની

ભારતીય અને એડિસનની જ ધરતી અમેરિકામાં!

હા! ગુરતેજ સાંધુએ અમેરિકામાં આલ્બર્ટ આલ્વા એડિસન કરતાં ૩૦% વધારે પેટન્ટો હાંસલ કરી છે – ૧૩૪૦ પેટન્ટ [ એડિસનની પેટન્ટો – ૧૦૯૩]

clip_image002

૨૪, ઓક્ટોબર – ૧૯૬૦ ના રોજ લન્ડનમાં ભારતીય માબાપ સરજિત અને ગુરમિત સાન્ધુના ઘેર જન્મ લીધેલ ગુરતેજ ત્રણ વર્ષનો હતો ત્યારે માબાપની સાથે ભારત પાછો આવ્યો હતો. નાનપણથી જ તેને રમકડાં અને અન્ય સાધનો તોડીને એમની રચના જાણવાનો શોખ હતો. ઉમર વધતાં આ શોખ સાધનો રિપેર કરવામાં રૂપાંતર પામ્યો. આ તેના સંશોધન ક્ષેત્રમાં સફળતાનું મૂળ હતું. આમને આમ આગળ વધતાં I.I.T. -New Delhi માંથી તેણે એમ.એસ.સી. ની ડીગ્રી મેળવી હતી.

૧૯૮૫ માં તે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા આવ્યો અને ઉત્તર કેરોલિના રાજ્યની ચેપલ હીલ યુનિ. માંથી ભૌતિક શાસ્ત્રમાં પી.એચ.ડી. ની ડીગ્રી મેળવી લીધી.

૧૯૮૯ની સાલમાં ઇડાહો રાજ્યના બોઇસ શહેરમાં આવેલી માઇક્રોન સેમી કન્ડક્ટર કં. માં તે સંશોધન કરવા જોડાયો અને ત્યારથી એની સંશોધન યાત્રા શરૂ થઈ ગઈ. હવે તો તે માઇક્રોનની સંશોધન શાખાનો વાઈસ પ્રેસિડેન્ટ છે.

ગુર જિતે મેળવેલી પેટન્ટો વિશે અહીંથી જાણકારી મેળવી શકશો.

https://patents.justia.com/inventor/gurtej-sandhu

આપણે રોજે રોજ વાપરીએ છીએ તે ડિજિટલ મિડિયાના મૂળમાં કામ કરતી માઇક્રો પ્રોસેસર ચીપ એ એના સંશોધનોની એરણ છે – માઇક્રોસ્કોપમાંથી જ એની ડિઝાઇન જોઈ શકાય! એ બધાનાં ટેક્નિકલ નામ છે-

Thin film processes and materials, VLSI and semiconductor device fabrication, DRAM and NAND chips

clip_image004

ગુરતેજના એક ભાષણમાંથી …

clip_image006

૨૦૧૮ ની સાલમાં અમેરિકાની ઇલેક્ટ્રોનિક્સ એન્જિ.ની માનક સંસ્થા તરફથી તેને બહુ પ્રતિષ્ઠિત એન્ડ્રુ ગ્રોવ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. (IEEE Andrew S. Grove Award )

તેણે સંશોધનની સાથે પોતાની માતૃ સંસ્થામાં પણ વિદ્યાર્થીઓ અને સંશોધન કરતા વૈજ્ઞાનિકોને ઉત્તેજન આપવાનું ચાલુ રાખ્યું છે.


સંદર્ભ

https://www.thebetterindia.com/194656/gurtej-sandhu-indian-origin-inventor-more-patents-than-edison-inspiring/

https://en.wikipedia.org/wiki/Gurtej_Sandhu

https://prabook.com/web/gurtej_singh.sandhu/3507570


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: admin

2 thoughts on “વાંચનમાંથી ટાંચણ : ભારતીય એડિસન

Leave a Reply

Your email address will not be published.