નિરંજન મહેતા
ચહેરા પરના ગીતોનો પ્રથમ ભાગ ૧૩.૦૬.૨૦૨૦ના રોજ અહી મુકાયો હતો ત્યારે જણાવ્યું હતું કે ઘણા ગીતો હોવાથી બાકીના ગીતો બીજા લેખમાં. પણ ત્યારબાદ અશોકભાઈ પાસેથી આ વિષયને લગતાં મને કેટલાક ગીતોની માહિતી મળી જેમાંથી થોડાક તો મારી યાદીમાં હતાં તો થોડાક હું ચૂકી ગયો હતો. આ બધા ગીતોનો સમાવેશ કરતાં નવી યાદીમાં કુલ ૧૬ ગીતો થાય છે. બધા આ લેખમાં સમાવું તો લેખ લાંબો થઇ જાય એટલે આ લેખમાં ૮ ગીતો અને બાકીના ૮ ગીતો હવે પછીના લેખમાં.
આગલા લેખમાં ૧૯૬૦થી ૧૯૬૯ સુધીના ગીતોનો ઉલ્લેખ કર્યો હતો પણ નવી માહિતી પ્રમાણે ૧૯૬૫ અને ત્યાર પછીના ગીતો પણ પ્રાપ્ત થયા છે જેમાંથી ૧૯૬૫થી ૧૯૭૭ સુધીના ગીતો આ લેખમાં પ્રસ્તુત છે.
૧૯૬૫ની ફિલ્મ ‘શાહી લુટેરા’નું ગીત છે
हटा दो चेहरे से ये झुल्फों का नाजुक पहेरा
કલાકારો છે ચિત્રા અને અને આઝાદ ઈરાની. ગીતના શબ્દો ગુલશન બાવરાના અને સંગીત બુલો સી રાનીનું. સ્વર છે કૌશી ગીડવાની અને રફીસાહેબના.
૧૯૬૬ની ફિલ્મ ‘આપ કી પરછાઈયા’માં ધર્મેન્દ્ર સુપ્રિયા ચૌધરીને સંબોધીને કહે છે
मै निगाहे तेरे चहरे से हटाऊ कैसे
આ સુંદર ગઝલના ગાયક છે રફીસાહેબ જેના રચયિતા છે રાજા મહેંદી અલીખાન અને સંગીત મદનમોહનનું.
૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’માં પણ એક છેડછાડ ભર્યું ગીત છે
लो चेहरा सुर्ख हुआ आँखों ने सागर छलकाया
નુતનની છેડછાડ કરતું આ ગીત ધર્મેન્દ્ર ગાય છે જેના શબ્દો છે જી. એલ. રાવલના અને સંગીત સોનિક ઓમીનું. સ્વર છે રફીસાહેબનો.
https://youtu.be/g74JV40iX5o
૧૯૬૭ની ફિલ્મ ‘રાત ઔર દિન’માં પણ એક આશિક પોતાની માશુકાને તેના ચહેરાને લઈને ગીત ગાય છે.
फूल सा चेहरा चाँद सी रंगत चाल कयामत क्या कहीए
આશિક પ્રદીપકુમાર નરગીસને સંબોધીને આ ગીત ગાય છે જેના શબ્દો છે હસરત જયपुરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૭ની ફિલ્મ ‘પાલકી’નું ગીત છે જેમાં મુખડા પછીના શબ્દો છે
चहरे से अपने आज तो परदा उठाइये
આ ગીત વહીદા રહેમાનને સંબોધીને રાજેન્દ્રકુમાર ગાય છે. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. ફરી એકવાર સ્વર રફીસાહેબનો.
https://youtu.be/_MZhm9s6a-8
૧૯૭૩ની ફિલ્મ ‘દાગ’નું ગીત સમાજની તાસીર ઉપર કટાક્ષરૂપ ગીત છે.
जब भी जी चाहे नयी दुनिया बसा लेते है लोग
एक चेहरे पे कई चेहरे लगा लेते है लोग
શર્મિલા ટાગોર પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો.
૧૯૭૬ની ફિલ્મ ‘કભી કભી’માં પણ યુવા જોડીને દર્શાવતા ગીતના શબ્દો છે
तेरे चहरे से नजर नहीं हटती नझारे हम क्या देखे
યુવા જોડી છે રિશીકપૂર અને નીતુ સિંહની. ગાનાર કલાકારો કિશોરકુમાર અને લતાજી. શબ્દો સાહિર લુધિયાનવીના જેને સંગીત આપ્યું છે ખય્યામે.
૧૯૭૭ની ફિલ્મ ‘કિનારા’નું ફિલસુફીભર્યું ગીત છે
नाम गुम जाएगा चेहरा ये बदल जाएगा
मेरी आवाझ ही पहेचान है
ગીતની શરૂઆત જીતેન્દ્રથી થાય છે જે હેમા માલિનીને આ ગીત યાદ કરાવે છે અને ગાવાનું કહે છે. આગળ જતા હેમા માલિની અતીતમાં ખોવાઈ જાય છે અને ધર્મેન્દ્ર સાથે ગાયેલ આ જ ગીતની યાદ આવે છે. આમ આ ગીતમાં ત્રણ કલાકારો છે ધર્મેન્દ્ર, હેમા માલિની અને જીતેન્દ્ર.. સ્વર છે ભુપિન્દર અને લતાજીના જેના શબ્દો છે ગુલઝારનાં અને સંગીત આર. ડી. બર્મનનું.
આ સિવાયના બાકીના આઠ ગીતો હવે પછી ત્રીજા ભાગમાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
મજા પડી ગઈ, સરસ શોધ.