ફરી કુદરતના ખોળે : ચકલીઓની અજાયબ આવડત

જગત કીનખાબવાલા

સામાન્ય દેખાતી ચકલી ખૂબ ચતુર પક્ષી છે. પોતાની જરૂરિયાત માટે કુદરતે આપેલી ક્ષમતાને ખૂબજ બખૂબી નિભાવે છે.

માનવીની પર્યાવરણ અને તેના વિવિધ પ્રકારના જીવની અવલોકન કરવાની ક્ષમતા અને રુચિ ઓછા થઈ ગયા છે.

ફક્ત 20 થી 25 ગ્રામ વજનની નાની ચકલી એક અદ્ભુત કૌશલ્ય ધરાવતું પક્ષી છે.

ચકલીને હોય કેવું સારું
મનગમતા ઝાડની ડાળ પર બેસી શકે પરબારૂ,
ઝાડનેય નથી હોતું મારુ તારુ

આ કલબલ કરતું નાનું પક્ષી કેવી કીમિયાગર છે તેની વાત કરીએ!

કીડીનો શિકાર/ Anting

ચકલી અને શિકાર કરે તે વાત ચોક્કસ અજાયબ લાગે!

તેનામાં એક કુદરતએ ગજબની આવડત આપેલી છે.

જ્યારે ચકલી કીડીનો રાફડો જૂવે અને તેને કીડી ખાવાનું મન થાય તો તેનું મન અને શરીર સક્રિય થઈ જાય છે.

પરંતુ કીડીના રાફડામા મોં નાખવું તેની તાકાત બહારની વાત છે અને તે પોતે તે સારી રીતે સમજે છે.

આવા સંજોગોમાં તે પોતાની પાંખો પહોળી કરી, પાંખો ફેલાવીને કીડીના રાફડા ઉપર બેસી જાય છે.

આવા સમયે કીડી પોતાની ઉપર હુમલાને નાથવા માટે સ્વરક્ષણમાં પોતના શરીરમાંથી ફોર્મીક/ formic એસિડ નો ફુવારો છોડે છે.

બસ આજ ચકલીને જોયતું હોય છે.

આ એસિડ ના ફુવારાથી ચકલીના પાંખોમાં રહેલા ખૂબ બારીક જૂ જેવા જંતુ મરી જાય છે અને તેની પાંખો સાફ થઈ જાય છે.

બોલો પાંખની સફાઈ કરવાની કેવી રીત!

હવે પછીનાં પગલામાં કીડીઓનું શરીર ફોર્મઈક એસિડ છોડ્યા બાદ નિષ્ક્રિય થઈ જાય છે અને આ તકનો લાભ લઈ ચકલી નિષ્ક્રિય કીડીને આરોગી જાય છે.

એક કાંકરે બે પક્ષી…. અનેક કીડીઓને નિષ્ક્રિય કરી આરોગી જાય છે.

ક્યારેય આવું કલપ્યું છે? શું આ સામાન્ય વાતકે સામાન્ય આવડત છે? આ તેને કોણ શીખવાડે, સમજ પડે કે કેવી રીતે આવડે???

અર્થએ છે કે કુદરતની કોઈ પણ રચનાને સામાન્ય સમજો.

હવે ચકલીની નવી ખાશિયત સમજો.

સિગરેટના ઠુંઠાં

સિગરેટ અને ચકલીને વળી શું સંબંધ!

પણ ચકલીએ કાબેલિયતથી તે પણ શોધી કાઢ્યું છે.

એક વખત અકસ્માતે એક પક્ષીવીદનું વ્યક્તિનું ધ્યાન ગયું કે લગાવેલા ઘણાં બધાં માળામાંથી અમુક માળા ચકલીઓએ ઈંડા મુકવા ઉપયોગમાં નથી લીધા.

ક્રુતુહલવશ તે ભાઈએ ઉપર ચઢી માળાની અંદર જોયું તો હકીકત જાણ થઈ.

જે માળામાં ચકલીએ ઈંડા નહોતા મુક્યા તેમાં જીણી જીવાત હતી.

જો તે માળામાં ઈંડા મૂકે તો કીડી અને બીજી જીવાત નાના બચ્ચાને કરડી ખાય અને બચ્ચા મરી જાય.

આગલા સમયમાં જ્યારે તે માળામાં ઈંડા મુકયા હોય અને તે ઈંડા ફૂટીને બચ્ચા બહાર આવે ત્યારે તેમાં થોડુંક પ્રવાહી હોય. તે પ્રવાહી ની ગંધથી કીડી અને ઝીણાં જંતુ આકર્ષાઇ તેમાં આવે જે તેમનો ખોરાક છે.

અને આમ તેને જોઈ ચકલી તે માળાનો ફરી ઉપયોગ ના કરે. (દર વર્ષે દિવાળીની સફાઈ સાથે જૂના માળામાંથી ઘાસફુસ કાઢી નાખો)

હવે તે વ્યક્તિએ એક અજાયબ વાત જોઈ. બાજુના જે માળામાં ઈંડા મુકયા હતા તેમાં સિગરેટના ઠુંઠાં હતા.

આ સિગરેટ ના ઠુંઠાંની અંદર રહેલા તમાકુની વાસના લીધે કીડી અને બીજા નાના જંતુ દૂર રહે અને તે માટે થઈને ચકલીઓએ તેવા માળા લીધા.

સિગરેટ પીને ફેંકી દીધેલા ઠુંઠાં ચકલીએ માળો ભરવામાં વાપર્યા અને સિગરેટના ઠુંઠાંએ એક અદ્ભુત કામ કર્યુ.

વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ સિગરેટના ઠુંઠાંનો થયો.

કુદરતમાં કોઈ પણ વસ્તુ નકામી નથી અને તે રિસાઇકલ થઈ શકે છે, ચકલીમાં પણ તેનું ચાતુંર્ય છે!

કુદરત જેણે પણ બનાવી છે તેને કોટી કોટી સલામ

તેને સમજવી સહેલી નથી અને રોજેરોજ તમને નવું શીખવાડે.

થતું હશે એને પણ દુખ જ્યારે કોઈ માળો તોડે
પણ હસ્તી રહી ફરીથી તણખલા જોડે

આ વાતો મેં મારા પુસ્તક “Save the Sparrows” માં વણી લીધેલી છે

મેં 2008 થી 1 લાખ જેટલી શિશુ ચકલીઓનાં અમારા આપેલા માળામા જન્મ લઈ અને તેની સફળતાને ડોક્યુમેન્ટ કરી છે , જેમાં અમે સમગ્ર દેશ અને વિદેશમાં આ માળાઓ મોકલ્યા છે. આજ દિવસ સુધી અમે 1. 25 લાખ થી વધારે માળાઓનું નિશુલ્ક વિતરણ કર્યું છે.


શ્રી જગત કીનખાબવાલાનો સંપર્ક  shivanand_ceo@hotmail.com   પર થઈ શકશે

Author: Web Gurjari

1 thought on “ફરી કુદરતના ખોળે : ચકલીઓની અજાયબ આવડત

Leave a Reply

Your email address will not be published.