ફરી કુદરતના ખોળે : કોરોના, આજનું પર્યાવરણ અને પક્ષીજગત

શ્રી જગત કીનખાબવાલા અમદાવાદ સ્થિત પર્યાવરણવિદ છે. ‘ચકલી બચાવો’ અભિયાનમાં નવતર પ્રયોગો માટે તેઓ ‘સ્પૅરો મેન’ તરીકે કદાચ વધારે જાણીતા છે. આ વિષય પર નું તેમનૂં કામ અને વિચારો યુટ્યુબ પર  ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩માં જોઈ શકાય છે.

તેમનો વધારે વિગતમાં પરિચય અહીં જાણવા મળશે

વેબ ગુર્જરી પર જગતભાઈનું હાર્દિક સ્વાગત છે.

વેબ ગુર્જરી પર તેમની પ્રયાવરણ પરના વિષયોની લેખમાળા ‘ફરી કુદરતના ખોળે‘ જૂન, ૨૦૨૦થી દર મહિનાના બીજા શ્ય્ક્ર્વારે પ્રકાશિત થશે.


સંપાદક મંડળ, વેબ ગુર્જરી


જગત કીનખાબવાલા

હાલ સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી સામે માનવી ઘરની અંદર બંધ થઈ ગયા છે.

આવી પરિસ્થિતિ કદાચ છેલ્લા 100 વર્ષમાં અનુભવઈ નથી ! છેલ્લા 30 વર્ષથી માણસનું જીવન ખુબ વધારે બદલાઈ ગયું છે.

આધુનિકતાની ભૌતિક દોટમાં માણસ ભાંભરો બની ગયો છે! ભૌતિક વસ્તુઓનો ગુલામ બનતો ગયો છે અને તેને સુખ સમજે છે.

હાલમાં ઘણાં મેસેજ આવે છે કે પક્ષીઓ શહેર અને ગામની નજીક આવ્યાં છે, સંખ્યા વધી છે અને અગાઉ ન જોયેલા પક્ષીઓ આવ્યા છે.

મહામારી ને કારણે દરેક જગ્યાએ દરેક પ્રકારના પ્રદુષણ ઓછા થઈ ગયા છે.

હવા, પાણી અને વાતાવરણ શુધ્ધ થઈ ગયા છે. બહાર સ્મશાનવત શાંતિ છવાયેલી છે.

આની સીધી અસર પર્યાવરણ ઉપર સવળી થઈ. હવા અને ધ્વનિનું પ્રદુષણ આખાયે વિશ્ર્વમાં ઘટી ઘટી ગયું. સોય પડે તો પણ અવાજ સંભળાય એમ કહેવાય.

નદી, તળાવ અને પાણી શુદ્ધ થયા અને સોશિયલ મીડિયાનાં સમયમાં સમાચાર વહેતાં થયાકે 230 km દૂરથી હિમાલય દેખાય છે, ગંગાના પાણી પ્રદુષણ અટકવાનાં કારણએ જે કરોડો રૂપિયા ખર્ચ કરીને નહોતા થઈ શકતા તેનાથી વધારે શુધ્ધ થઈ ગયા છે.

સાવ સાચી વાત, આ કુદરતની તાકાત છે. અમે પર્યાવરણને આદર આપનારા માનીએ કે પૃથ્વી ઉપરથી માનવ જાત નામશેષ થઈ જાય તો કુદરતની એટલી તાકાત છે કે ચાર – પાંચ વર્ષમાં પાછી હતી તેનાથી વધારે અદભુત બની જાય, જેનો થોડોક અનુભવ ફક્ત બે મહિનામાં થઈ રહ્યો છે.

આંગણે આવી ચકલી પૂછે છે
બારણું પાછું ઝાડ થાય નહીં…

                                  શ્રી ગૌરાંગ ઠાકર

હવાનું પ્રદુષણ ઓછું થતાં જે ધુમાડો ઓછો થયો તેનાથી દૂર દૂર ની જગ્યાઓ જે પહેલા નહોતી દેખાતી તે દેખાતી થઈ અને આજની પેઢીએ જે દૂર દૂર ના દ્રશ્ય ક્યારેય નહોતાં જોયાં તે જોવા મળી રહ્યા છે. તે જોઈ લોકો ને અનહદ આનંદની લાગણી થાય છે!

છેલ્લા ઘણાં સમયથી ન જોયેલી અને ન જાણેલી દુનિયા આજે લોકો જોઈ રહ્યા છે.

પક્ષી જગત ની વાત કરીએ તો લોકો કહે છે અને માને છે કે અંlગાણામાં પક્ષીઓની સંખ્યા વધી છે અને નવી નવી જાત ના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. પક્ષીઓ નો અવાજ અને ટહુકા ખૂબ સંભળાય છે.

લોકોને લાગે છે કે આ હાલની પરિસ્થિતિને લીધે છે.

પરંતુ પક્ષી જગત ની મૂળભૂત વાત જરા જુદી છે.

આંગણાના પક્ષીઓ અને જંગલનાં પક્ષીઓ જુદા હોય છે.

ભારત વર્ષમાં 17 પક્ષી કોમન પક્ષી કહેવાય છે (જણાવો જોઈએ કેટલા નામ ખબર છે) જે ભારત વર્ષમાં બધે જોવા મળે છે.

આ સિવાય કોઈ પક્ષી આપણી આસપાસ આવે નહીં કે આવેલ જણાયા નથી.

પક્ષીવીદ લોકોનો અભ્યાસ જણાવે છે કે પક્ષીની સંખ્યા વધી નથી (ધતત્તેરેકી)!

બીજુ કે આ પક્ષી પોતાના સમુહમાં રહે છે

પક્ષીનો એક સમૂહ પોતાના ગ્રુપમાં પોતાની જાતિના પક્ષીને પણ આસપાસ આવવા ના દે. સાથે સાથે બીજા પક્ષીની જાતને પણ પોતાની આસપાસ આવવા ના દે.

હાલ દરેક જગ્યાએ દરેક જીવ માટે વનરાજી ખૂબજ ઓછી છે.

અને તેમાં કોઈ ભાગ ના પડાવી શકે કે ઘુસવા ના દે. દરેકને પોતાનો એરિયા હોય અને તેઓ ટેરિટોરિયલ હોય.

કોયલ આજે કહે છે કે પહેલાં પણ હું આટલું સુંદરજ ગાતિ હતી, મીઠુ બોલતી હતી અને માટે હું કોકિલ કંઠી કહેવાવું છું

તમે મને આધુનિકતા શોર બકોરમાં ભૂલી ગયા છો

અત્યારની ઋતુ વસંત પંચમી થી બદલાઈ ધીમે ધીમે ઉનાળામાં પલટાઈ જાય.

ખરેખર તો ઋતુ વનરાજી, ફૂલ અને પક્ષીઓ માટેની સહુથી ઉત્પાદક અને આનંદની ઋતુ છે.

ફુલ ઊગે તે બહુ જાતના પક્ષીને તેમાંથી ખોરાક આપે છે, તેમાંથી એક અમૃત પીણું/ Nector મળે છે, જીણી જીવાત મળે છે, ફળ મળે છે.

આ ઋતુ તેમની પ્રજનનની ઋતુ છે.

આ ગરમીના દિવસોમાં તે ઈંડા મૂકે અને પ્રજનન માટે પક્ષી ટહુકો અને વિવિધ અવાજ કરીને પોતાના સાથીને બોલાવે.

બીજુ કે આ પક્ષી પોતાના સમુહમાં રહે છે

પક્ષીનો એક સમૂહ પોતાના ગ્રુપમાં પોતાની જાતિના પક્ષીને પણ આસપાસ આવવા ના દે. સાથે સાથે બીજા પક્ષીની જાતને પણ પોતાની આસપાસ આવવા ના દે.

હાલ દરેક જગ્યાએ દરેક જીવ માટે વનરાજી ખૂબજ ઓછી છે.

અને તેમાં કોઈ ભાગ ના પડાવી શકે કે ઘુસવા ના દે. દરેકને પોતાનો એરિયા હોય અને તેઓ ટેરિટોરિયલ હોય.

આમ આ ઋતુમાં પક્ષીનો અવાજ સ્વાભાવિક રીતે વધારે સંભળાય. સાથે સાથે સંપૂર્ણ શાંતિનો માહોલ અને આપણે કામ વિનાના તેટલે આપણું ધ્યાન તેના તરફ વધારે જાય છે અને અવાજ મોટો અને ચોખ્ખો સંભળાય છે.

ભાગા દોડીના જીવનમાં આપણને નિરાંત મળી છે અને પક્ષીને જાણવાની અને માણવાની જે તક મળી છે તેનો ભરપુર ઉપયોગ કરો.

આજની પરિસ્થિતિમાં પક્ષીઓ માટે બીજા પાસાનો વિચાર કરો તો હાલના દરેક પ્રકારના પ્રદુષણ અને માનવીય દખલ ન હોવાને કારણે પક્ષીઓને ખૂબ લાભ મળી રહ્યો છે.

માણસની કોઈ ખલેલ નહીં, કોઈ માણસ માળો તોડી ના નાખે, શુધ્ધ હવા મળે, નિરાંતે આરામ કરી શકે, નિર્વિઘ્ન બચ્ચા ઉછેરે અને આનંદ આનંદ.

ફક્ત હમેશ પ્રમાણે શિકારી પક્ષીઓનો ત્રાસ રહે.

આ પ્રકારનો સમય તેમને પણ પહેલી વાર જ મળ્યો છે.

માણસ પાંજરે પુરાયો છે અને પક્ષી કુદરતના ખોળે જીવન ગુજારે છે.

આપણે પર્યાવરણ સાથે સહઅસ્તિત્વ માં જીવવું અને સામે બાથના ભીડવી તે પાયાની સમજ છે અને આ મળેલ અવસરને માણવાનો સમય છે.

બધા પક્ષીને ઓળખો, જોઈને કે કયુ પક્ષી છે, નર છે કે માદા છે, તેઓ ક્યારે શું કરે છે અને કેમ કરે છે. ફિલ્મમાં જૂવો તેના બદલે જીવંત ફિલ્મ જૂવો જેનો આનંદ અનેરો અને યાદગાર રહેશે.

પર્યાવરણી એક અદ્ભુત દુનિયા છે અને આપણે તેનો એક નાનકડો ભાગ છીએ. આપણે આનાથી વિમુખ હતા અને અત્યારે આ સમયમાં પ્રફુલ્લિત રહેવા માટે એક તક મળી છે તે છોડતા નહી.

સમજાયું એટલું કે ઊંચાઈએ પહોંચવા ખુદ ઊડવું પડે

પાંખોને વિસ્તારો

એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ

                                        अज्ञात

જો તમારે ત્યાં વધારે અને કાયમ માટે પક્ષીઓ આવે તેવું ઈચ્છો છો તો પછી તેના માટેનો માહોલ ઉભો કરો.

ખુબ નહિવત ખર્ચમાં નિયમિત દાણા પાણી મૂકો, ચકલીના માળા મૂકો અને હરિયાળી સાચવો અને હરિયાળી વધારો એટલે તમે તમારી આસપાસ તમારું પક્ષી જગત ઉભુ કરો

ભીંજી બહાર
         ઘરે ખંખેરે
              ચકલી પાંખ


શ્રી જગત કીનખાબવાલાનો સંપર્ક  shivanand_ceo@hotmail.com   પર થઈ શકશે

Author: Web Gurjari

23 thoughts on “ફરી કુદરતના ખોળે : કોરોના, આજનું પર્યાવરણ અને પક્ષીજગત

 1. A very helpful article about birds. I will be trying my best to use this in application. Really informative!

  1. નેહલબેન,
   પર્યાવરણ માટે સંવેદના સાથે આપ ઘણા કાર્ય કરો અને સમાજને કશુંક પાછું આપ્યું તેનો અનેરો સંતોષ તમને મળશે.
   લેખ દ્વારા પ્રોત્સાહિત થઈ તમારૂ યોગદાન અવશ્ય આપશો તેવી શુભેચ્છા.
   વંદન

   1. પર્યાવરણ અંગેની આપણી સંવેદના દરેકને આ કાર્ય પ્રત્યે પ્રોત્સાહિત કરે તેવી અભ્યર્થના. આપની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું છે અને આગળ પણ અમને પ્રોત્સાહિત કરતા રહો તેવી આશા રાખીએ છીએ. પર્યાવરણ માટે જ અમારું પણ જીવન જીવીએ એવા આશીર્વાદ અમને પણ આપો. ???

    1. બહેન,
     કેટલી સરસ વાત કે પર્યાવરણ માટે જીવન જીવીએ!
     ભાવના ઘણી ઊંચી છે અને સાથે મળી સુંદર કાર્ય કરતા રહીએ.
     આભાર

  1. આભાર અંજુબેન,
   લેખ તમને ગમ્યો અને લખાણ વિષે તમોએ વધારે લખવા પ્રેરર્યો છે.
   શુભેચ્છા

   1. ખુબ સુંદર વાત કરી પરાગભાઈ,
    બસ આપણlથી થાય તેનાં કરતા વધારે કામ કરતા રહીએ, કરીએ અને કરાવીએ.
    આભાર

  2. જીવો અને જીવવા દો થકી જ પર્યાવરણ જળવાશે, એને પ્રભુનો સંદેશ માનવો.
   આપના ઉમદા કાર્યનો હું સાક્ષી છું.
   પ્રભુ આપણને બધાને જીવદયાની કરુણાથી તરબતર કરે તેવી પ્રાર્થના.

 2. Need Lockdown atleast twice in a month for healthy envirement & for also freedom for all birds.
  I also regularly put a water in big bowl & jar & bajree & biscuits for khiskoli & diff birds.

  1. ખુબ ખુબ આભાર પિયુષભાઈ,
   પક્ષી જગત એટલું વિશાળ છે કે તેના વિશે ખૂબ ઓછુ જાણું છું.
   પણ ચોક્કસ તે અનેરો આનંદ આપનાર છે.
   અનુમોદના

  2. શ્રી ઘનશ્યામ,
   તમો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો.
   એક ભલામણ છે!
   આ કોઈ જીવને બિસ્કીટ વગેરે મેંદાની વસ્તુ ન ખવડાવો તેવી મારી ભલામણ છે.
   તે તેમને નુકશાન કરે છે.

 3. ખૂબ ઉત્તમ આપના વિચારો છે સાહેબ
  ખૂબ સારું અને પ્રેરણાદાયી કામ

  1. આભાર વીરભાનભાઈ,
   તમારા શબ્દો પ્રેરણાદાયી છે.
   દરેક વ્યક્તિએ પર્યાવરણ માટે પોતાનાથી થઈ શકે તેનાથી વધારે કરવું જોઈએ તેમ માની હું બધી પ્રવૃત્તિઓ કરતો રહું છું.
   અભિનંદન

 4. જગતભાઈ એટલે સંવેદના ના માણસ. કુદરતના ખોળે જીવનારા માણસ. તેમના શબ્દે શબ્દમાં ચકીબેનની વાતો આવે જ. પક્ષી માટે અડધી રાત્રે પણ ફોન કરો તો સરસ રીતે જવાબ આપે. જગતભાઈ તો સંવેદના ના માણસ.

 5. Very well written and timely message. Even though pollution was not a major issue here in USA where I am residing, the current lock down situation has made us all more appreciative of the nature. Humans should be more responsible occupants of the earth.

  1. આભાર તૃપ્તિબેન,
   બે વાત ચોક્કસ, ચકલી અને તેના માટે ગમે ત્યારે સમય કાઢવાની ભેખ ભરેલી છે તેમ કહેવાય.

  2. Shri Jigishbhai,
   That’s true that in US people see less and inhale less pollution.
   Buy US and China are the two biggest polluters among all countries.
   See the packaging material US uses and number of car population a d Air traffic to name the few.
   Yes, it is high time that we consciously make do than we can to save the natural resources of all kin.
   Best Regards

 6. Jagat sir is a great human being and great personality. He has a always a great helping nature.
  Jagar sir is a encyclopedia of any information of birds .
  We are a proud of you , Sir ?

 7. આપણે બધાએ પક્ષી પ્રત્યે પ્રેમ હોવો જોઈએ
  પૃથ્વી પરના તમામ જીવો ને સાચવવા આપણી નૈતિક ફરજ છે
  પરંતુ પક્ષીઓ કરતા આપણી આસપાસ ના લોકો ને પણ આપણી જરૂર છે
  અને એમને આપણે પહેલી મદદ કરવી જોઈએ
  કારણ કે લોકો માંગી શકતા નથી પક્ષીઓ તો ગમે તે ખાઈને પેટ ભરી શકે છે
  અને હવે વાત પર્યાવરણ ની તો ખેડૂત તો પર્યાવરણ બગાડતો નથી
  પરંતુ ફેક્ટરીઓ જ પર્યાવરણ બગાડે છે
  તો આ ફેક્ટરીઓ ના માલીક ceo md કર્મચારીઓ એ વિચારવાનું છે

  1. શ્રી મહેશભાઇ,
   પક્ષીઓને આજે દાણા પાણી ન મળવાને કારણે ભારે તકલીફ પડે છે.
   ઝાડ પાન પણ નથી જેની ઉપર તે નભે. બાકી તેમને માણસની કોઈ જરૂર નથી. ભૂતકાળમાં તેમને માણસ ની જરૂર ન હતી.
   માણસ એ તેમના માટે કશું છોડ્યું નથી.
   માણસ એ માણસ નું ચોક્કસ કરવું તેમાં જુદો મત ના હોય!
   Factory જે કાંઈ બનાવે છે તે આપણે માણસો વાપરીએ છીએ અને તેના માટે આપણી પણ જવાબદારી આવે તેવો મારો મત છે.
   આભાર

 8. જગતભાઈ ના સંપર્ક માં આવવાથી ચકલીઓ માટે ખુબજ જાણકારી મળી છે. તેને કયા સમયે કયો ખોરાક આપવો અને તેની અને તેના બચા ની કેવી રીતે સાર સંભાળ કરવી એના વિશે પણ ધણી બધી જાણકારી મને મડી છે. મને ચકલીઓ માટે ખુબજ લાગણી છે અને એને લૃપત થતી અટકાવવા માટે ખુબજ મહેનત પણ કરું છું. જગતભાઈ નો ખુબ ખુબ આભાર કે તેઓ મને જયારે પણ ફોન કરું છું ત્યારે પોતાનો સમય કાઢી ને પણ મને ચકલીઓ વિશે માહીતિ આપતા રહે છે એ માટે હું એમનો દિલ થી આભાર માનું છું.

  1. શ્રી મહેશ,
   આપણે સરખાં ચકલી પ્રેમી છીએ.
   ચકલીએ મને ઠેરઠેર અઢળક મિત્રો આપ્યાં છે.
   ચકલીના જીવન ની કેટલીક વિશિષ્ટતા જાણવાનો તારી જિજ્ઞાસા સરસ છે.
   આભાર

Leave a Reply

Your email address will not be published.