બંદિશ એક, રૂપ અનેક – ૬૬ – શ્રી સૂરદાસજીનું ભજન “નિસ દિન બરસાત નૈન હમારે

નીતિન વ્યાસ

કૃષ્ણ ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં સૂરદાસનું નામ સર્વોપરિ છે. હિન્દી સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ઉપાસક અને વ્રજભાષાના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસ હિંદી સાહિત્યના સૂર્ય મનાય છે. હિંદી કવિતા કામિનીના આ કમનીય કાંતે હિંદી ભાષાને સમૃદ્ધ કરવામાં જે યોગદાન દીધું છે, તે અદ્વિતીય છે. સૂરદાસ હિન્દી સાહિત્યમાં ભક્તિ કાળની સગુણ ભક્તિ શાખાના કૃષ્ણ-ભક્તિ ઉપશાખાના મહાન કવિ છે. હિન્દી સાહિત્યમાં કૃષ્ણ-ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં મહાકવિ સૂરદાસનું નામ અગ્રણી છે.

સૂરદાસનો જન્મ ૧૪૭૮ ઈસ્વીમાં રુનકતા નામક ગામમાં થયો. આ ગામ મથુરાઆગ્રા માર્ગના કિનારે સ્થિત છે. અમુક વિદ્વાનોંનો મત છે કે સૂરનો જન્મ સીહી નામક ગ્રામમાં એક નિર્ધન સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યાર બાદ તે આગ્રા અને મથુરા ની વચ્ચે ગઊઘાટ પર આવી રહેવા લાગ્યાં. સૂરદાસ ના પિતા રામદાસ ગાયક હતાં. સૂરદાસ ના જન્માંધ હોવાના વિષયમાં મતભેદ છે. પ્રારંભ માં સૂરદાસ આગ્રાના સમીપ ગઊઘાટ પર રહેતાં હતાં. ત્યાં તેમની ભેટ શ્રી વલ્લભાચાર્ય સાથે થઈ અને તે તેમના શિષ્ય બની ગયા. વલ્લભાચાર્ય એ તેમને પુષ્ટિમાર્ગ માં દીક્ષિત કરીને કૃષ્ણલીલાના પદ ગાવાનો આદેશ દીધો. સૂરદાસનું મૃત્યુ ગોવર્ધન ની નિકટ પારસૌલી ગ્રામ માં ૧૫૮૦ ઈસ્વી માં થઈ.

જન્મતિથિ અને જન્મસ્થાનના વિષયમાં મતભેદ:

સૂરદાસની જન્મતિથિ તેમજ જન્મસ્થાનના વિષયમાં વિદ્વાનોંમાં મતભેદ છે. “સાહિત્ય લહરી” સૂરની લખેલ રચના મનાય છે. આમાં સાહિત્ય લહરીની રચના-કાળના સંબંધમાં નિમ્ન પદ મળે છે:

મુનિ પુનિ કે રસ લેખ.
દસન ગૌરીનન્દ કો લિખિ સુવલ સંવત્ પેખ ..

આનો અર્થ વિદ્વાનોંએ “સાહિત્ય લહરી” નો રચના કાળ સંવત ૧૬૦૭ વિ૦ માન્યો છે, આ ગ્રન્થથી આ પણ પ્રમાણ મળે છે કે સૂરના ગુરુ શ્રી વલ્લભાચાર્ય હતાં.

સૂરદાસનો જન્મ સં૦ ૧૫૩૫ વિ૦ ની લગભગ અનુમાનિત કરાય છે, કેમકે વલ્લભ સંપ્રદાયમાં એવી માન્યતા છે કે વલ્લભાચાર્ય સૂરદાસથી દસ દિવસ મોટા હતાં અને વલ્લભાચાર્યનો જન્મ ઉક્ત સંવત્ ની વૈશાખ્ કૃષ્ણ એકાદશીના થયો હતો. માટે સૂરદાસની જન્મ-તિથિ વૈશાખ શુક્લા પંચમી, સંવત્ ૧૫૩૫ વિ૦ માલૂમ પડે છે. અનેક પ્રમાણો ના આધાર પર તેમનું મૃત્યુ સંવત્ ૧૬૨૦ થી ૧૬૪૮ વિ૦ ની મધ્યમાં સ્વીકાર કરાય છે. રામચન્દ્ર શુક્લ જીના મતાનુસાર સૂરદાસનો જન્મ સંવત્ ૧૫૪૦ વિ૦ ની સન્નિકટ અને મૃત્યુ સંવત્ ૧૬૨૦ વિ૦ ની આસપાસ માની શકાય છે.

સૂરદાસની આયુ “સૂરસારાવલી’ અનુસાર તે સમયે ૬૭ વર્ષ હતી. ‘ચૌરાસી વૈષ્ણવ કી વાર્તા’ ના આધાર પર જન્મ રુનકતા અથવા રેણુનું ક્ષેત્ર (વર્તમાન જિલા આગ્રામાં) માં થયો હતો. મથુરા અને આગ્રા ની વચ્ચે ગઊઘાટ પર તે નિવાસ કરતા હતાં. વલ્લભાચાર્ય સાથે આમની ભેટ ત્યાં જ થઈ. “ભાવપ્રકાશ” માં સૂર ના જન્મ સ્થાન સીહી નામક ગ્રામ બતાવાયું છે. તે સારસ્વત બ્રાહ્મણ હતાં અને જન્મથી અંધ હતાં. “આઇને અકબરી” માં (સંવત્ ૧૬૫૩ વિ૦) તથા “મુતખબુત-તવારીખ” ની અનુસાર સૂરદાસ ને અકબર ના દરબારી સંગીતજ્ઞોમાં માનવામાં આવે છે.

શું સૂરદાસ જન્માંધ હતાં ?

સૂરદાસ શ્રીનાથ ની “સંસ્કૃતવાર્તા મણિપાલા’, શ્રી હરિરાય કૃત “ભાવ-પ્રકાશ”, શ્રી ગોકુલનાથ ની “નિજવાર્તા” આદિ ગ્રન્થો ના આધાર પર, જન્મથી અંધ મનાયા ગયાં છે. પણ રાધા-કૃષ્ણના રુપ સૌન્દર્યનું સજીવ ચિત્રણ, નાના રંગોંનુ વર્ણન, સૂક્ષ્મ પર્યવેક્ષણશીલતા આદિ ગુણોં ને કારણે અધિકતર વર્તમાન વિદ્વાન સૂરને જન્માન્ધ સ્વીકાર નથી કરતા.

શ્યામસુન્દરદાસ એ આ સંબંધમાં લખ્યું છે – “સૂર વાસ્તવમાં જન્માન્ધ ન હતાં, કેમકે શ્રૃંગાર તથા રંગ-રુપાદિ નું જે વર્ણન તમણે કર્યું છે તેવું કોઈ જન્માન્ધ ન કરી શકે. ડૉક્ટર હજારીપ્રસાદ દ્વિવેદી એ લખ્યું છે – “”સૂરસાગરના અમુક પદોંથી આ ધ્વનિ અવશ્ય નીકળે છે કે સૂરદાસ પોતાને જન્મના અંધ અને કર્મના અભાગી કહે છે, પણ દરેક સમયે આના અક્ષરાર્થને જ પ્રધાન નહીં માનવું જોઈએ.

ઉપર મૂજબની માહિતી ઈન્ટરનેટ પર થી મળી.

હવે સૂરદાસ ના પદ “નિસ દિન બરસત એ હમારે” વિષે જાણીયે:

નિસદિન બરસત નૈન હમારે।
સદા રહત પાવસ રૂતુ હમ પર,
જબતે સ્યામ સિધારે।।

અંજન થિર ન રહત અઁખિયન મેં,
કર કપોલ ભયે કારે।
કંચુકિ-પટ સૂખત નહિં કબહુઁ,
ઉર બિચ બહત પનારે॥

આઁસૂ સલિલ ભયે પગ થાકે,
બહે જાત સિત તારે।
‘સૂરદાસ’ અબ ડૂબત હૈ બ્રજ,
કાહે ન લેત ઉબારે॥

…………નિસિદિન બરસત નૈન હમારે।

શ્રી સૂરદાસજીનું આ વ્રજ ભાષા નું પદ તેજ શબ્દોમાં સાંભળીયે:

એમ એસ સુબલક્ષમી રાગ બાગેશ્રી


સંજીવ અભ્યંકર રાગ લલિત

જ્યોતિકા રોય

ભીમસેન જોશીનાં દિકરી શ્રીમતી લક્ષ્મી શંકર રાગ મેઘ,

લતા મંગેશકરનો અવાજ અને પંડિત હૃદયનાથ મંગેશકરની બંદિશ

ભજનિક શ્રી આર. ડી . કાલી

હરદ્વાર સ્થિત કથાકાર શ્રી ચિન્મયાનંદ બાપુજી

એક સમયનાં આકાશવાણી દિલ્હીનાં કલાકાર શ્રીમતી ઉષા નારંગ

રાગ બાગેશ્રી કલાકાર શ્રી કૃતિકા નટરાજન

કટ્ટક, ઓરિસ્સા સ્થિત શ્રી નમ્રતા મોહન્તિ

ભોજપુરી ગીતોના પ્રખ્યાત ગાયિકા શ્રી અનુ શર્મા

ઇસ્કોનના ભજનિક શ્રી લલિત કુમાર દીક્ષિત

સોનિયા સત્સંગી રાગ મેઘ મલ્હાર

અલકા કમલાપુરી

પંડિત વિજય શુક્લા

ડો. સરિતા ઠાકુર

સૂરદાસજીનાં આ ભજનનું એક ફ્યુઝન વર્ઝન

કેલિફોર્નિયા સ્થિત શ્રી એક અને લક્ષ્મીનાં ગ્રુપ દ્વારા, આ ગ્રુપે ઘણા પ્રચલિત ભજનો આ રીતે તૈયાર કર્યાં છે, સંગીતનો મહાવરો થોડો જુદો પણ કર્ણપ્રિય છે:

શ્રી રામદાસ સારસ્વતના સુપુત્ર શ્રી સૂરદાસજીના જીવન પર આધારિત જુદી જુદી ભાષામાં ફિલ્મ અને TV Series બની છે. તે પૈકી સદી જુની એક મૂંગી ફિલ્મ ની માહિતી નીચેની જાહેરાતમાં જોવા મળેછે: .

સાલ 1919, કલકત્તા ની એલ્ફિસ્ટન બાયોસકોપ કંપની અને મદન થીએટર નાં સહયોગ થી તૈયાર થયેલી આ ફિલ્મના દિર્ગ્દર્શક હતા શ્રી રુસ્તમજી ધોતીવાળા, લેખક શ્રી ચાંપશી ઉદેશી, અને કલાકારો ગૌહર જાન અને દોરાબજી મેવાવાલા

સાલ 1943 માં “સુરદાસ” શ્રી વિજય શંકર ભટ્ટ, પ્રકાશ પિક્ચર્સ ના નેજા હેઠળ ગુજરાતીમાં બની: ગીતો રઘુનાથ બ્રહ્મભટ્ટ, સંગીત શંકરરાવ વ્યાસ અને કલાકારો શ્રી અરવિંદ રાવળ અને સરસ્વતીબાઈ:

આ ફિલ્મ યુટ્યુબ પર જોઈ શકાશે।

1942ની સાલમાં કલકત્તા સ્થિત ન્યુ થીયેટર્સ કંપની સાથે નાતો છોડી મુંબઈ વસેલા શ્રી કુંદનલાલ સાયગલની પ્રથમ હિન્દી ફિલ્મ બની “ભક્ત સુરદાસ”. દિર્ગ્દર્શક ચતુર્ભુજ દોશી અને રણજીત સ્ટુડિયો દ્વારા બનેલી આ ફિલ્મે તે સમયે ટીકીટ બારી ઉપર સોનાની ખાણ જેવી સાબિત થયેલી।

ગીતકાર શ્રી દિનાનાથ મધોક, સંગીતકર જ્ઞાન દત્ત સાથે સાયગલ અને ખુર્શીદે ગયેલા ગીતોએ ધૂમ મચાવેલી। ફિલ્મમાં 13 જેટલાં ગીતો હતા, તે પૈકી સાત શ્રી સાયગલનાં અવાજમાં રેકોર્ડ થયેલા, “પંછી બાવરા” અને બીજાં બે ખુર્શીદ નાં ગયેલા હતા, ત્રણ દ્વંદ્વ ગીતો પણ હતા. તે પૈકી બે ગીતો સાયગય અને ખુર્શીદ ના હતા. એક ગીત સાયગલ સાહેબે શ્રીમતી રાજ કુમારી સાથે ગયેલું।

ચાર ગીતો સૂરદાસજી એ લખેલાં પદો પર આધારિત હતાં, તેમાં નું એક “નિસદિન બરસાત નૈન હમારે”. સૂરદાસ નાં વૃજ ભાષા માં લખેલા પદ આધારિત હિન્દી કવિતા:

निस दिन बरसत नैन हमारे (२)

सदा रहत बावस ऋतु हमपे (२)
जब से श्याम सिधारे (२)
निस दिन बरसत नैन हमारे (२)

अखियां ढूँढ थकी मन थकयों (२)
चलत चलत पग हारे
सूर्दास जी!
अखियां ढूँढ थकी मन थकयों (२)

चलत चलत पग हारे
सूर श्याम भटको मत दर दर खोलो मन के द्वारे (२)
खोलो मन के द्वारे खोलो मन के
રાગ કાફી , શ્રી કે. એલ. સાયગલ

આ રેકર્ડ માં છેલ્લી કડી  “सूर श्याम भटको मत दर दर खोलो मन के द्वारे” શ્રી મહેન્દ્ર સાઈગલે ગાયી છે જે કુંદનલાલ સાયગલના નાનાભાઈ હતા. તેઓ આ ફિલ્મ માં શ્રી કૃષ્ણની ભૂમિકા કરેલી।

“ભક્ત સૂરદાસ”નાં બધા જ ગીતો શુદ્ધ રાગ પર આધારિત અને ખુબ લોકપ્રિય થયેલા। તેમાં એક રચના રાગ દરબારીમાં સાંભળીયે ત્યારે સહેજે ભાવવિભોર થઇ જવાય।

અંત માં “નૈન હીન કો રાહ દિખા પ્રભુ”

સાયગલ સાહેબ નાં ગીતોની તો મહેફિલ હોય અને તો જ મજા આવે. નીચેની કડી માં ‘નૈન હીન કો રાહ દિખા પ્રભુ” બીજા ગીતો સાથે લગભગ 15 મિનિટે શરુ થાય છે. પણ આ બધાજ ગાયનો સાંભળવાનો આનંદ આલ્હાદક છે:


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

3 thoughts on “બંદિશ એક, રૂપ અનેક – ૬૬ – શ્રી સૂરદાસજીનું ભજન “નિસ દિન બરસાત નૈન હમારે

  1. Glad to hear the story of Surdasji. Also, I am proud of દિર્ગ્દર્શક ચતુર્ભુજ દોશી who has directed the movie in Hindi Bhakta Surdas. Maybe I will watch one day. Enjoyed Classical music/Bhajan. Thanks.

  2. નિતીનભાઈ,
    તમારી મહેનત ને સલામ , ખૂબ મઝા આવી.
    ઈન્દુ રમેશ શાહ

Leave a Reply

Your email address will not be published.