વિશ્વનિયંતાને પ્રાર્થના

પ્રાર્થનાઃ

હે વિશ્વ-નિયંતા,

મૂળમાંથી સમગ્ર વિશ્વની ધરખમ  કાયાપલટ કરનારી તારી રીત જોઈ અને મૌન રહી માનવીને નાથવાની તારી નીતિ પણ જોઈ. માણસાઈની આ તે કેવી કસોટી, પ્રભો?

લાંબુ છે પ્રશ્નપત્ર. પણ પ્રશ્ન તો એક જ અને તો યે કાગળ કોરો નૈ !!  આ સવાલ પણ કેવો? જગતની આ નિશાળમાં, જીવન-કોર્સમાં કદી ન સાંભળેલો, ન વાંચેલો કે ન શીખેલો? વાહ, પ્રભો…વાહ.

ખરેખર કહું તો ઉઘાડી આંખે ઉત્તર નથી દેખાતો. આ પરીક્ષામાંથી પાસ થવા માટે આજે બંધ આંખે ભીતર ડોકિયું કરું છું.  મારામાં રહેલા, તેં જ મૂકેલ, તારા જ અંશને ઝાંકવાની કોશીશ કરું છું.

હે નિયંતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ  તેજે તું લઈ જા.

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। કહેનાર તું  હવે ખમૈયા કર, સૌનું કલ્યાણ કર.

સૌની આ શુભ ભાવના તારા સુધી પહોંચે અને अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः કહી સૌનું શ્રેય કરે એવી પ્રબળ મનની આ નમનતાઈ અરજ  છે.

આત્માની શક્તિ અણુબોંબ કરતાં મોટી છે એ મારી આત્મશ્રધ્ધા છે અને એ જ પ્રાર્થના.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। 

અસ્તુ..


                                  દેવિકા રાહુલ ધ્રુવ

                                         માર્ચ ૩૧,૨૦૨૦


Prayer:

Oh The Supreme Power of Universe,

We see your way of transforming the whole world from its roots.

We feel your new way of dealing with all of us being silent.

We realize this is tough test but Oh Creator, What kind of this test is? 

It’s a big question. However, the question is just one for all!! 

We never heard, read, or learned this kind of lesson on this planet or in any syllabus of life even! 

Wow, Prabho … Wow.

Really speaking only you have the answer of it. All of us are trying and trying to look our way but wandering in darkness.

Today I close my eyes and try to look within myself, which is, in fact, a part of yours, created and gifted by you only. 

Oh The Supreme power, Take us from deep darkness to rays of light. As you have said in Gita:

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।

“For the deliverance of the good, for the destruction of the evil-doers, for the enthroning of the Right, I am born from age to age.”

It is time now after devastation, after big tornado, for new construction.

Please, bless ALL.

It is the most, most  humble request  that this good spirits and prayers of all of us reach you and you will take action as you  have said in Gita :

अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः|
“Grieve not, for l shall free you from all sins.”

I very much believe that strength of soul is more powerful than any atomic weapons. That’s my faith, a faith in you. I totally surrender myself to you.

सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।

“Om, May ALL be peaceful.
May ALL be Free from Illness.”

Astu..Ameen…

                                         Devika Rahul Dhruvaસુશ્રી દેવિકાબહેન ધ્રૂવ નાં સંપર્કસૂત્ર: :

email:   ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

Author: admin

Leave a Reply

Your email address will not be published.