નાનાઉદ્યોગ-ધંધામાં કોમ્પ્યુટરનો ઉપયોગ

હિરણ્ય વ્યાસ

પ્રાસ્તાવિક: માહિતી ક્રાંતિ સાથે આજે કોમ્પ્યુટર હરેક ઘર પહોંચી ગયું છે અને મોબાઇલ દ્વારા સૌ કોઇ વેબ વર્લ્ડથી સંકળાયેલ છે ત્યારે કોમ્પ્યુટર વગર વ્યવસાય પણ અસંભવ બની રહે. વ્યાવસાયિકોની નીચેની હરોળ-સ્તર ડાઉન લાઇન જ્યારે ઇન્ટરનેટથી સજ્જ હોય ત્યારે વ્યવસાયકારે કોમ્પ્યુટર અને તેની વિવિધ એપ્લીકેશનથી સજ્જ રહેવું પડે. પરંપરાગત રીતે ઉદ્યોગ -ધંધા આજનાં સમયમાં ચાલી ન શકે.

નાના ધંધા-ઉદ્યોગમાં કોમ્પ્યુટરની ઉપયોગીતા;

કોમ્પ્યુટર એ એવું યંત્ર કે જે તેને જરુરી પ્રોગ્રામીંગ કરીને અપાયેલી સુચનાઓ મુજબ કાર્ય કરીને વિવિધ સ્વરૂપની માહિતી અને ડેટા પર વિવિધ પ્રક્રિયા કરી શકે છે. ઉદ્યોગ-ધંધામાં વિવિધ માહિતીનાં સ્રોત વિકલ્પોની સંભાવના ઉભી કરી શકે છે જે દ્વારા સમય સમય પર યોગ્ય નિર્ણય લેવા આસાન બને છે. હવેનાં સમયમાં કોમ્પ્યુટર જ વ્યવસાય અધિક ચલાવે છે.

ધંધા-ઉદ્યોગ માટે વિવિધ સાધનોની જરુરત રહે છે તેમાં આજે હવે કોમ્પ્યુટર અનિવાર્ય ગણાય. નાના ધંધા-ઉદ્યોગનાં સ્થાપક નવિન પોતાની વ્યવસાયિક તકનાં અમલ અને આયોજન હાથ ધરે છે ત્યારે કોમ્પ્યુટર અનિવાર્ય બને છે.

વ્યવસાયમાં કોમ્પ્યુટર વિવિધ એપ દ્વારા નીચે મુજબની કામગીરીમાં ઉપયોગી થાય છે.

ધંધાકીય માહિતી:

વ્યવસાયી એકમ સ્થાપવા માટે વિવિધ પ્રોડક્ટની વિગતો, ઇનોવેશન્સ ત્થા પ્રોજેક્ટની તકો તથા અલગ અલગ પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ પણ નેટ પર ઉપલબધ્ધ હોય છે. ઉદ્યોગસાહસિકને પોતાની પસંદગીની પ્રોડક્ટની સઘળી માહિતી, બજારની માંગ તથા પુરવઠો, સપ્લાયર્સની વિગત જેવી વિવિધ માહિતી અલગ અલગ વેબ સોર્સ થકી સાંપડી શકે. જેનાં આધારે નવઉદ્યોગસાહસિકે ક્યા સ્તરેથી ધંધા-ઉદ્યોગનાં પગરણ શરુ કરવા તેનો ક્યાશ મળી રહે છે. “ટ્રેલો” એપ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઉપરાંત કોઇ પણ પ્રસંગ હોય અસરકારકપણે ઉપયોગી થઇ શકે છે.

નોંધણી-પરવાના:

એકમ માટે જરુરી નોંધણી પરવાના માટે હવે ઓન લાઇન હોવું અનિવાર્ય છે. વ્યાવસાયિક એકમની જે જવાબદારી હોય તે તેની પુર્તિ કોમ્પ્યુટર દ્વારા થઇ રહે છે.

પ્રોડક્શન -ટેકનીકલ-રીસર્ચ બાબત:

કોમ્પ્યુટરનાં કેડ પ્રોગ્રામ થકી પ્રોડક્ટની ડીઝાઇન તથા પ્રક્રિયામાં અસરકારક સુધારા હાથ ધરી શકાય છે. પ્રોડક્શનની વિવિધ માહિતી કોમ્પ્યુટર દ્વારા મળી રહે છે અને રીજેક્શન તથા વેસ્ટમાં ધટાડો તથા ગુણવત્તામાં સતત સુધારો થઇ રહે છે. કોમ્પ્યુટર નાના ઉદ્યોગકારને પણ રીસર્ચ અને ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહીત કરે છે.

સંચાલન-વ્યવસ્થા:

વ્યવસાયી સંસ્થાનને માર્કેટીંગ તથા જાહેરાત અંગેની વિગતો પ્રીન્ટ તથા પ્રકાશીત કરવાની હોય છે. ધંધાનાં આરંભે પ્રીન્ટીંગ મટેરીયલની પ્રાથમિક જરુરીયાત પણ કોમ્પ્યુટર પુરી કરી શકે છે. ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી થકી અદ્યતન સંચાલન કોમ્પ્યુટર દ્વારા હાથ ધરી શકાય છે. નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અમલ અને વિસ્તાર – આ બાબત આગળ વધવાની અનિવાર્ય શરત છે.

પરંપરાગત સીસી ટીવી સીસ્ટમને વેબ સાથે સાંકળી સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ વિસ્તરી રહ્યું છે. વ્યવસાયની અલગ અલગ બ્રાન્ચ, સંલગ્ન ફિલ્ડ સ્ટાફ, વેન્ડર તથા અન્ય સાથે સાથે વીડીઓ કોન્ફરન્સીગ થકી વ્યવસાયની કામગીરી કોમ્પ્યુટર સીસ્ટમ દ્વારા હાથ ધરી શકાય છે.

નાણાકીય:

અગાઉ ધંધા-ઉદ્યોગ માટે જરુરી નાણાકીય વિગતો ઉપલબધ્ધ ન હોવાનાં કારણે વિકાસ રુંધાતો રહેતો. કોમ્પ્યુટર દ્વારા જરુરી નાણાકીય માહિતી જેવી કે ઉધરાણી, જવાબદારી, સ્ટોક, શિલક તથા અન્ય હાથવગી રહે છે. ઉત્પાદન ખર્ચ તથા પ્રોડક્ટ-સર્વિસ પડતર અને મહત્વની નાણાકીય વિગત કોમ્પ્યુટર સોફ્ટરવેર દ્વારા મળી રહે છે અને તે થકી પડતર નિયંત્રિત થઇ રહે છે. વ્યવસાયનાં વિકાસ માટે ઉદ્યોગસાહસિકો જે નાણાકીય વિગતોનું મહત્વ ન હતું કે સમજ નહોતી તે કોમ્પ્યુટર પ્રોસેસ કરી આપે છે. કોમ્પ્યુટર દ્વારા ધંધાકીય અહેવાલો અને નાણાકીય વ્યવહારો ઝડપી બની રહે છે. હવે ઘણા વ્યવહાર નેટ બેન્કીંગ તથા મોબાઇલ દ્વારા અનિવાર્ય બની ગયા રહ્યા છે.

માર્કટીંગ-બજાર:

વ્યવસાયી સંસ્થાનને માર્કેટીંગ તથા જાહેરાત અંગેની વિગતો પ્રિન્ટ તથા પ્રકાશિત કરવાની હોય છે જે કોમ્પ્યુટર દ્વારા થઇ રહે છે. ધંધા-ઉદ્યોગની વેબસાઇટ દ્વારા એકમની પ્રોડક્ટ યા સેવા વેચાણ થઇ શકતી હોય છે. આજે ઘણા બધા વ્યવસાય ઓનલાઇન થઇ ગયા છે. ટ્રાવેલ અને બેંકીંગ ઓપરેશન મોટાપાયે ઓનલાઇન જ થાય છે. આ સંજોગોમાં હરકોઇ ઉદ્યોગકારે ઓનલાઇન રહેવું પડશે જે કોમ્પ્યુટર તથા વેબની થકી થઇ રહેશે. એક્ષ્પોર્ટ માર્કેટીંગ માટે તો ખાસ ઇન્ટરનેટ ઓનલાઇન વેબ તથા અન્ય કોમ્પ્યુટર એપ્લીકેશન અનિવાર્ય બની રહે છે. પ્રોડક્ટ અને સર્વિસની માંગમાં વૃધ્ધિ માટે પણ કોમ્પ્યુટર ઉપયોગી થઇ રહે છે.સોશીયલ મીડીયાનાં ઉપયોગ થઇ વધુ લોકો સુધી પહોંચી શકાય છે અને અને વેચાણ વૃધ્ધિ થઇ શકે છે.

ઇન્ટરનેટ માર્કેટીંગ:

ઇલેક્ટ્રોનિકસ સીસ્ટમ જેમ કે ઇન્ટરનેટ યા કોમ્પ્યુટર નેટવર્ક પર માલસામાન અને સેવાની ખરીદી વેચાણ નો સમાવેશ થાય છે.

ઓનલાઇન માર્કેટીંગ:

આજે કન્ઝ્યુમર્સ તથા કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ્સ કેટેગરીની વિવિધ પ્રોડક્ટસનું ઇન્ટરનેટ પર વેચાણ થઇ રહેલ છે. ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટ, એમેઝોન દશેરા-દિવાળી ફેસ્ટીવલ કે નવા વર્ષ પર ધમાકેદાર ‘બિગ બિલિયન ડે’ સેલ લાવતા રહે છે અને મોટી ઓફર સાથે વેચાણની નવી ઉંચાઇ નવા ટાર્ગેટ હાંસલ કરે છે. મોટા સેલની સાથે ઓનલાઇન બીઝનેસ કંપની બેસ્ટ સર્વિસ અને ડિમાન્ડના હિસાબથી ગ્રાહકોની સુવિધા જેવી નીતિમાં ફેરફાર કરે છે. આવી જ એક ઓનલાઇન બીઝનેસ કંપનીનાં સીઇઓએ જણાવ્યું કે :’બિગ મીલીયન ડે’ અમારા માટે સારો અનુભવ રહ્યો અને તેનાથી સારી તક લાવવાનાં પ્રયાસમાં છીએ. બિલિયન ડે દરમ્યાન 10 ક્લાકમાં 600 કરોડ રુ.ની વસ્તુનું વેચાણ કર્યુ હતું. સાઇટ ખોલતા જ સામાન ખાલી થવાની ફરિયાદ પણ ઉઠેલ.

મેનપાવર મેનેજમેન્ટ:

વાસ્તવમાં કોમ્પ્યુટર ઉદ્યોગમાં ઘણી બાબતોમાં માનવ શક્તિની જગ્યાએ કમ્પ્યુટરથી કામ લેવાઈ રહ્યું છે.. ઘણા બધા માણસોનું કામ કોમ્પ્યુટર થકી થઇ રહે છે. તેમ છતાં જ્યારે કંપનીને માનવશક્તિ નીમણુકની જરુરત રહે છે ત્યારે ઇન્ટરનેટ મદદરુપ થાય છે. માનવ સંશાધન વિકાસ માટે કોમ્પ્યુટર અત્યંત ઉપયોગી બની રહે છે.

વિશ્વભરમાં લાખો લોકો વિવિધ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કમાણી તથા આવક માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

મોટેભાગેના આપણા પરંપરાગત સંચાર માધ્યમો જેવાકે ટેલીફોન, સંગીત, ફિલ્મ અને ટેલીવીઝન વિ. ને આજે ઈન્ટરનેટના કારણે તેઓને નવો ઓપ મળ્યો છે તે માટે ઈન્ટરનેટની સેવા જેવીકે, વોઈસ ઓવર IP (VoIP) અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન (IPTV) નો સમાવેશ થાય છે. એમેઝોન તદ્દન આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સ આધારીત ઓટોમેટિક પેમેન્ટવાળા રીટેઇલ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઈન્ટરનેટે ઈન્સ્ટન્ટ મેસેન્જર, ઈન્ટરનેટ ફોરમ અને સોસીયલ નેટવર્કિંગ આપીને માનવ ક્રિયા-પ્રતિક્રિયાને નવું સ્વરૂપ આપ્યું છે. ઓનલાઈન શોપિંગથી આજે ખરીદી ૨૪ કલાક માટે ઉપલબ્ધ બની છે. ઓન-લાઈન બેન્કિંગથી પૈસાની લેવડ દેવડ સહેલી બની છે.

કોમ્પ્યુટરાઇઝેશનનાં વિકાસની સાથે ડીજીટલ અને સાયબર વર્લ્ડ્ની નવીન દુનિયા ઉભરવી શરુ થઇ. “Cyber Space-સાયબર સ્પેસ” શબ્દ સૌ પ્રથમ 1984માં વિલીયમ ગિબ્સનએ એની નવલકથા Neuro – Mancer માં પ્રયોજ્યો. આ શબ્દમાંથી અન્ય શબ્દો બનતા ચાલ્યા, જેમકે સાયબર લાયબ્રેરી, સાયબર કાફે, સાયબર શિક્ષણ, સાયબર લવ, સાયબર સેક્સ, સાયબર ક્રાઇમ, સાયબર ડિપ્લોમસી, સાયબર વોર. આજની જુવાન પેઢી ઓનલાઇન માર્કેટીંગ અપનાવતી ચાલી છે. નવા મીલેનીયમનાં આરંભે આપણે મોલ કલચરનો ટ્રેન્ડ જોયો. ઘણા બધા મોલ ખુલ્યા પણ જુજ મોલ ચાલ્યા પરંતુ ઓન લાઇન માર્કેટીંગ ચોક્કસ ગતિએ ચાલી રહેલ છે.

કોમ્પ્યુટર નેટવર્ક એ નેટવર્ક છે જે ચોક્કસ સંચાર પ્રણાલીથી એકબીજા સાથે જોડાઈ ને માહિતીનું આદાનપ્રદાન કરતા એકથી વધારે કોમ્પુટરો કે અન્ય હાર્ડવેર ઉપકરણોથી બનેલું છે.કે જેમાં રહેલા ઉપકરણો ચોક્કસ માધ્યમથી એકબીજા સાથે જોડાઈને માહિતીનું આદાનપ્રદાન કરે છે. કોમ્પુટર નેટવર્ક માહિતીનું આદાનપ્રદાન કરવા માટે ચોક્કસ નિયમો અને ડેટા ફોરમેટ નો ઉપયોગ કરે છે જે “નેટવર્ક પ્રોગ્રામિંગ” આધારિત છે. ઈન્ટરનેટ સરકારી, અર્ધ-સરકારી, તાત્વિક, વાણીજ્ય, સાર્વજનિક અને ખાનગી કમ્પ્યુટરો થી જોડાઈ ને બનેલી વિશ્વ વ્યાપક વ્યવસ્થા છે. તે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ની નેટવર્ક ટેકનોલોજી પર આધારિત છે.

ઇ-કોમર્સ:

ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન માધ્યમો (ટેલિકમ્યુનિકેશન્સ)નાં ઉપયોગ થકી, પરિવહનની જરૂર હોય તેવા ઉત્પાદનો અને સેવાઓના ખરીદી અને વેચાણ સહિત, જે ભૌતિક યા અંકસ્વરુપે હોય છે તે વિવિધ સ્થળે સ્થાનાંતરિત કરવા માટે, વ્યવહાર હાથ ધરવાને ઇ-કોમર્સ/ ઇલેક્ટ્રોનિક વાણિજ્ય કહે છે. વેબસાઇટ અને ડિજીટલ લોકેશન

ગૂગલ અને કેપીએમજી કંપનીએ કરેલા એક સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે કે ભારતના પૂરા 32 ટકા નાના બિઝનેસની ઇન્ટરનેટ પર કોઈ હાજરી નથી. તમારા બિઝનેસનું ઇન્ટરનેટ પર એક એડ્રેસ મેળવવું જરુરી છે, જે તમને સતત સંપર્ક રાખે છે. એ તમે ધારો છો એટલું મુશ્કેલ પણ નથી. ગૂગલ હવે તદ્દન સરળ રીતે આ કામ કરી આપે છે. અલબત્ત, આ રીતે બનતી વેબસાઇટ પૂરેપૂરી વેબસાઇટ ન કહેવાય, તેમ છતાં તમે ગ્રાહક સાથે જોડાયેલા રહો છો અને તમારો વેપાર તેનાથી વધારી શકો એટલું નક્કી! ઉપસંહાર: વર્તમાન સમયમાં જરુરી કોમ્પ્યુટર જાણકારીનાં અને અમલનાં તાલમેલ સાથે ધંધા-ઉદ્યોગનો વહીવટ કરવો જોઇએ.

*****

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/


Author: admin

Leave a Reply

Your email address will not be published.