નિરંજન મહેતા
હિન્દી ફિલ્મોનો એક માનીતો વિષય છે બેવફાઈ અને તેને લગતાં ગીતો પણ ફિલ્મોમાં મુકાય છે આ લેખમાં તેમાંથી થોડા ગીતોની નોંધ લેવાઈ છે.
૧૯૪૭માં આવેલી ફિલ્મ ‘જુગનુ’નું ગીત છે જેના કલાકારો છે નૂરજહાં અને દિલીપકુમાર.
यहाँ बदला वफ़ा का बेवफाई के सिवा क्या है
मोहब्बत करके भी देखा, मोहब्बत धोका है
ગીતના શબ્દો છે તન્વીર નકવીના અને સંગીત છે ફિરોઝ નીઝામીનું. કલાકાર નૂરજહાએ સ્વયં આ ગીત ગાયું છે જ્યારે દિલીપકુમારને સ્વર મળ્યો છે રફીસાહેબનો.
૧૯૫૦ની ફિલ્મ ‘મધુબાલા’માં ગીત છે
ये दुनिया बेवफाई की वफ़ा का राझ क्या जाने
ગીતનો ઓડીઓ પ્રાપ્ત છે એટલે કલાકાર નથી દેખાતા પણ ફિલ્મમાં દેવઆનંદ કલાકાર છે એટલે તેના ઉપર આ ગીત રચાયું હશે તેમ માની લઈએ. શબ્દોને સ્વર આપ્યો છે જી.એમ.દુરાનીએ જેના રચયિતા છે રાજીન્દર ક્રિષ્ણ અને સંગીત છે લચ્છીરામ તમરનું.
૧૯૫૫મા આવેલી ફિલ્મ ‘યાસ્મીન’નું ગીત જોઈએ. પોતાના પર બેવફાઈનો દોષ સાંભળી વૈજયંતિમાલા ગાય છે
मुझ पे इल्झाम-ऐ-बेवफाई है
ऐ मुहब्बत तेरी दुहाई है
આ કરૂણ ગીતનાં રચયિતા છે જાન નિસાર અખ્તર અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગીતને સ્વર સાંપડ્યો છે લતાજીનો.
https://youtu.be/PxO7k45zBxA
૧૯૭૮માં આવેલી ફિલ્મ ‘શાલીમાર’માં પણ બેવફાઈ પર ગીત છે.
हम बेवफा हरगिज न थे
पर हम वफ़ा कर ना सके.
આ ગીત ધર્મેન્દ્ર પર રચાયું છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર. ડી. બર્મનનું.
બેવફાઈ પર જ બનેલી ૧૯૮૦માં આવેલી ફિલ્મ– ‘થોડી સી બેવફાઈ’.
हझार राहे मुड के देखी
कहीं से कोई सदा न आई
बड़ी वफ़ा से निभायी तुमने
हमारी थोडी सी बेवफाई
ગીતના કલાકારો છે રાજેશ ખન્ના અને શબાના આઝમી. ગુલઝારના શબ્દોને સજાવ્યા છે ખય્યામે જેને સ્વર મળ્યો છે કિશોરકુમાર અને લતાજીનો.
૧૯૮૮ની ફિલ્મ ‘રામઅવતાર’ નું ગીત છે
तेरा नाम जान-ऐ-वफ़ा है मगर तू बड़ी बेवफा है
मेरी जान तूझ पर फ़िदा है मगर तू बड़ी बेवफा है
तेरी बेवफाई का शिकवा करू तो
ये मेरी मोहब्बत की तोहिं होगी
શ્રીદેવીને ઉદ્દેશીને ગવાતા આ ગીતના કલાકાર છે અનીલ કપૂર. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મહંમદ અઝીઝનો.
૧૯૯૧ની ફિલ્મ ‘સનમ બેવફા’ પણ બેવફાઈ પર ગીત ધરાવે છે.
तूने दिल मेरा तोड़ा कही का ना छोड़ा
सनम बेवफा ओ सनम बेवफा
આ ગીત સલમાનને ઉદ્દેશીને ચાંદની ગાય છે જેને કંઠ મળ્યો છે લતાજીનો. શબ્દો સાવનકુમારના અને સંગીત મહેશ કિશોરનું.
તે પછીના વર્ષે એટલે કે ૧૯૯૨મા આવેલી ફિલ્મ ‘માશુક’માં પણ આવું ગીત છે
ओ यारा ओ यारा
कैसी है तेरी बेवफाई
ओ यारा जान पे मेरी बन आई
कैसी है तेरी बेवफाई
ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે શ્યામસુંદરે. કલાકારો અયુબખાન અને આયેશા ઝુલકા. કંઠ આપ્યો છે કુમાર સાનુ અને કવિતા ક્રિષ્ણમૂર્તિએ.
૧૯૯૯મા આવેલી ફિલ્મ ‘લવ યુ હંમેશા’નું ગીત જોઈએ
यार तेरी बेवफाई का ज़रा सा गम नहीं
यहाँ तेरे से हसीं तेरे से जवान कम नहीँ
આ એક પાર્શ્વગીત છે. વિડીઓમાં કલાકારોને સ્થાને સુશોભિત ચિત્રો છે પણ ફિલ્મમાં કલાકાર છે સોનાલી બેન્દ્રે. ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત એ. આર. રહેમાનનું. સ્વર મહાલક્ષ્મી ઐયરનો.
૨૦૦૪ની ફિલ્મ ‘બરદાસ્ત’નું ગીત પણ પાર્શ્વગીત છે. જેમાં મુખડા પછી આવતા અંતરામાં શબ્દો છે
आप की खता बेवफाई माफ़ करता है दिल जाने क्यों
आप से सनम इतना ही प्यार करता है दिल जाने क्यों
આ ગીત બોબી દેઓલ અને લારા દતા પર રચાયું છે જેને સ્વર આપ્યો છે શાન અને અલકા યાજ્ઞિકે. શબ્દો છે સમીરના અને સંગીત હિમેશ રેશમિયાનું.
ફિલ્મનું નામ જ ’બેવફા’ હોય તો બેવફાઈને લગતું ગીત હોવાનું, વાત છે ૨૦૦૫ની ફિલ્મની.
मेरा दिल जिस दिल पे फ़िदा है मेरा दिल जिस दिल पे फ़िदा है
एक बेवफा है एक बेवफा है एक बेवफा है एक बेवफा है
અક્ષયકુમાર પર રચાયેલ આ ગીતના ગાયક છે સોનું નિગમ જેના શબ્દો છે સમીરના અને સંગીત નદીમ શ્રવણનું
ધ્યાનમાં આવ્યા તેટલા ગીતો આ લેખમાં સમાવાયા છે પણ કોઈ રસિકને ગમતું ગીત ચૂકી જવાયું હોય તો ક્ષમસ્વ,
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com