ઉત્પલ વૈષ્ણવ
“તમે ડોળ કરવાનું નાટક શા માટે કરો છો?”
“કારણકે હું જે ઈચ્છું છું તે મારાથી કરી નથી શકાતું.”
“મારે જે કરવું છે તે કરવાનું જ્યારે હું નાટક નથી કરતો, ત્યારે લોકો મને તેમનામાંનો એક નથી ગણતાં. જ્યારે હું મારા સ્વભાવ મુજબ વર્તું છું, અને ડોળ કરવાનું નાટક નથી કરતો હોતો, ત્યારે હું શું કરીશ તે વિશે તેઓ શંકા કરવા લાગે છે.”
“તમારી સમસ્યા તમને ગમતું નથી કરી શકતા એ નથી લાગતી, પરંતુ તમે તમારા વિશે જે માનો છો તેને બીજાંની સ્વીકૃતિ મળે એમ તમે ઈચ્છો છો.” ગુરુએ જણાવ્યું, અને ચાલ્યા ગયા.
“એટલે જ તો મારે ડોળ કરવો પડે છે ને..!”
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me