– તન્મય વોરા

માણેકને કંપનીમાં જોડાયે થોડા જ મહિના થયા હોવા છતાં તે હતાશ હતો. સમસ્યાઓને જોવાનો તેનો દ્રષ્ટિકોણ તેના બૉસના દ્રષ્ટિકોણથી અલગ પડતો હતો. ઉપાયોને લગતી ચર્ચાઓ ઉગ્ર બની જતી હતી.
એક સવારે, માણેકે રાજીનામું ધરી દીધું.
“કેમ, શું થયું?”ના જવાબમાં માણેકે કહ્યું કે “મારી અને તમારી વિચારવાની રીતો જ સાવ અલગ છે.”
મર્માળ સ્મિત સાથે બૉસે કહ્યું,” ભાઇ મારા, તને અહીં નોકરીએ લેવાનુ એ તો પહેલું કારણ છે!”
તેમણે સમજાવ્યું, “બે વ્યક્તિ હંમેશાં સહમત થતી જણાય, તો કોઇ એકની જરૂર જ નથી રહેતી. આપણી ચર્ચાઓ આપણી વિચાર-પ્રક્રિયાનાં સ્પષ્ટીકરણ માટે હતી.આવી વિભિન્નતાઓને તું મન પર લઇ બેસીશ, તો તું આગળ વધી રહ્યો !“
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com