વસંતઋતુને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા

‘બહાર’ એટલે કે કુદરતી શોભાને લગતા ફિલ્મીગીતોની નોંધ ૦૮.૦૨.૨૦૨૦ના લેખમાં લીધી હતી. ‘બહાર’ એટલે વસંતઋતુ પણ છે. તેને લગતું ગીત ત્યારે ત્યાં નહોતું મુક્યું કારણ વસંતઋતુને લગતાં ગીતો એટલા બધા છે કે એક પૂરો લેખ બની શકે છે. હાલમાં જ વસંતપંચમીનો તહેવાર ગયો ત્યારે વસંતઋતુને લગતાં ગીતોની નોંધ લેવી યોગ્ય રહેશે.

૧૯૪૨માં ‘બસંત’ નામની ફિલ્મ આવી હતી જેનું ગીત છે

आया बसंत सखी बिरहा का अंत सखी

ગીતના ગાનાર કલાકારો છે અરુણકુમાર અને પારુલ ઘોષ. પ્યારેલાલ સંતોષીના શબ્દોને સંગીત સાંપડ્યું છે પન્નાલાલ ઘોષનું. કલાકારો મુમતાઝ અલી અને મુમતાઝ શાંતિ

૧૯૫૪માં વસંત નામ ધરાવતી ફિલ્મ આવી હતી ‘બસંતબહાર’. તેને લગતું ગીત જોઈએ.

केतकी गुलाब जूही चम्पकबन फुले
ऋतू बसन्त अपनों कंत गोदी गरवा लगाये

રાજદરબારની મહેફિલમાં આ ગીત ગવાય છે જેમાં ચંદ્રશેખરની સાથે સ્પર્ધામાં ભારતભૂષણ આ ગીતનો ભાગ બને છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે ભીમસેન જોશી અને મન્નાડેના

૧૯૫૫ની ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં એક નૃત્યગીત છે જેના કલાકારો છે સંધ્યા અને ગોપીકિસન. પણ આ ગીત પાર્શ્વગીત છે જેને લતાજી અને મન્નાડેનો સ્વર મળ્યો છે.

આ ગીતમાં ચાર ઋતુનાં વર્ણન છે જેમાં પહેલા અંતરામાં વસંતઋતુનો ઉલ્લેખ છે.

रुत बसंत आई बं बं उपबन
ड्रम मिलिंद प्रफुलित सुगंध

આ પાર્શ્વગીતમાં નૃત્ય અને કુદરતની શોભાનું સુંદર મિશ્રણ છે જેનાં રચયિતા છે હસરત જયપુરી અને સંગીત વસંત દેસાઈનું.

૧૯૫૮મા આવેલી ફિલ્મ ‘સ્વર્ણસુંદરી’નું વસંતઋતુને લગતું ગીત છે

कुहू कुहू बोले कोयलिया, कुहू कुहू बोले कोयलिया,
कुञ्ज कुञ्ज में भंवरे डोले गुन गुन बोले
सज सिंगर रुतु आयी बसंती जैसे नार कोई है रसवंती

નાગેશ્વર રાવ અને અંજલીદેવી પર રચાયેલ આ ગીતનો ઓડીઓ જ છે. ભરત વ્યાસના શબ્દો અને આદિ નારાયણ રાવનું સંગીત. ગાનાર કલાકારો લતાજી અને રફીસાહેબ.

૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું એક ગીત પણ વસંતના વાયરાને ઉદ્દેશીનું ગવાયું છે. જઈ રહેલા રાજકપૂરને ઉદ્દેશીને પદ્મિની ગાય છે

ओ बसंती पवन पागल
ना जा रे ना जा रोको कोई

લતાજીના કંઠમાં ગવાયેલ આ ગીતના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીત શંકર જયકિસનનું.

https://youtu.be/3FrPTdjf9sw

૧૯૬૩ની ફિલ્મ ‘સુભદ્રાહરણ’માં એક નૃત્યગીત દ્વારા વસંતઋતુના આગમનને વધાવાય છે

आया वसंत है आया है आया वसंत है आया है
वसुंधरा की शोभा लाया नटखट नटवर छलिया आया

કલાકાર જયશ્રી ગડકર(?). શબ્દો સરસ્વતી કુમાર દીપકના અને સંગીત પ્રભાકર જોગનું. સ્વર આશા ભોસલેનો.

૧૯૬૭ની ફિલ્મ ‘ઉપકાર’ માં પણ વસંતઋતુને અનુલક્ષીને ગીત છે

आई झुमके बसंत झूमो संग में
आज रंग लो दिलो को
एक रंग में
आई झुमके बसंत

અનેક કલાકારોવાળું આ સમૂહગીત ગાયું છે સુંદર, શમશાદ બેગમ, આશા ભોસલે, મન્નાડે અને મહેન્દ્ર કપૂરે. શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. પણ ગીતનો વિડીઓ ઉપલબ્ધ નથી

૧૯૭૬ની ફિલ્મ ‘છોટી સી બાત’માં પણ આ ઋતુને લગતું ગીત છે

ये दिन क्या आये लगे फुल हंसने
देखो बसंती बसंती होने लगे है मेरे सपने

આ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જેના શબ્દો યોગેશ ગૌરના અને સંગીત સલીલ ચૌધરીનું. સ્વર મુકેશનો. ગીતમાં કલાકારો દેખાય છે તે છે વિદ્યા સિંહા, અમોલ પાલેકર અને અસરાની

આમ વસંતઋતુને વધાવતા અને અનુલક્ષીને ગવાયેલા કેટલાક ગીતોની નોંધ લેવાઈ છે જે રસિકજનોને પસંદ પડશે તેમ માનું છું.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta :
nirumehta2105@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.