‘સેલફોન’ – ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં

વિમળા હીરપરા

‘સેલફોન’ વિજ્ઞાનની અનેક શોધ જે કેટલીક માણસને ઉપયોગી ને એનો અતિરેકથી થતી ઉપાધિ ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં સમજીએ તો વસ્તુ કરતા એમાં માણસનો વિવેક એ વસ્તુના લાભાલાભ પર આધાર રાખે છે.ત્રણ કે ચાર ઇંચના કદમાં એણે કેટલી વસ્તું સમાવી લીધી છે એની ગણતરી કરીએ તો કેમેરા, કેલક્યુલેટર, બેટરી,ઘડીયાળ,પત્રો, પુસ્તકો, રેડિયો, ટેપરેર્કોડ, .સિનેમા, સ્મૃતિ, સંબંધો,તંદુરસ્તી,….. આ તો વામનરુપમાં જેમ ત્રણ પગલામાં આખુ બ્રહ્માંડ સમાઇ ગયુ હતું એમ જ. આજે બહુ સરળતાથી એની ઉપલબ્ધિ ને ઉપયોગિતાએ એને આબાલવૃધ્ધ ને ગરીબતવરંગ સહુનો માનીતો બનાવી દીધો છે. લોકો એના પર એટલા આધારીત બની ગયા છે કે સેલફોન વિનાની દુનિયાની કલ્પના ન થઇ શકે. કદાચ રોટી કપડા ને મકાન પછી એનુ સ્થાન ગણાય તો નવાઇ નહિ.

૧ ઘડીયાળ.         એની સરળતા ને ઉપયોગીતા જુઓ  એક સમયે સુર્યોદય ને સુર્યાસ્ત, નક્ષત્રો ને સુર્યના પડછાયા એજ આપણી ઘડીયાળ હતી. સમયનુ વિભાજન નહોતુ થયુ ને જરુર પણ નહોતી. પછી ઘડીયાળની શોધ થઇ ને મોટા શહેરોમાં ચોક વચ્ચે ટાવરમાં ઘડીયાલ હોય. એમના ડંકા પ્રમાણે લોકો ઉઠે, કામકાજ કરે,ખાસ તો બસો, રેલ્વે, સ્કુલો, ઓફીસો. સામાન્ય માણસને ખાસ અસર નહોતી. પછી ઘડીયાળનું કદ ઘટ્યું ને ઘરમાં આવી. એ grand clock’ ઘરનો આખો એક ખુણો રોકી લે. એમાથી દિવાલ પર આવી ને છેવટે એનું કદ ઘટીને માણસના કાંડા પરઆવ્યુ. ઉપયોગીતા સાથે શોભાનું પ્રતિક. આજે તો સેલફોનમાં સમાઇ ગઇ છે. સાથે એણે અત્યારસુધી ઘડીયાળની બનાવટમાં વપરાતા પદાર્થોનો  બચાવ કર્યો છે.

૨ કેમેરા.  અગાઉમાં સમયમાં જે ભારેખમ કેમેરા ને એને સાચવવાની બેગો લઇને ફોટોગ્રાફરને ફરવુ પડતુ ને બીજી સામગ્રી એનુ ત્રિપગુ સ્ટેન્ડ. તો પણ એની ગોઠવણ કરતા કયારેક અગત્યની ક્ષણો ચુકી જવાય. જયારે સેલફોન તો તરત દાન ને મહા પુન્ય. કયારેક કટોકટીના સમયે કેમેરો તૈયાર નહો પણ આપણો ટચુકડો ફોન એ ક્ષણ સાચવી લે. જુના સમયના કેમેરામાં રોલ ખરીદવા, કેમેરામાં ચડાવવા ને લેબમાં ધોવા મોકલવા,સલામત આવે એની રાહ જોવાની. સારા નરસા બધા ફોટાની કિંમત ચુકવવાની. જયારે સેલફોનમાં તત્કાલ પરિણામ. નગમે તો ડીલીટ કરી નાખો.

૩ ડિટેકટીવ.   મારામારી કે લુંટફાટના કેસમાં ગુનો કરીને ભાગતા ગુનેગારો સેલફોનની મદદથી ઝડપાઇ જાય જો કોઇ કુશળ કારીગર હાજર હોય તો. ગુનેગારને જાણ પણ ન થાય એટલી ચાલાકીથી સેલફોન એને એકશનમાં ઝડપી લે. ઉપરાંત એમનો વાર્તાલાપ પણ રેર્કોડ થઇ જાય. હત્યા કે આત્મહત્યાના કિસ્સામાં જે તે વ્યકિતના સેલફોનની કોલ ડીટેઇલ તપાસતા પગેરુ મળી આવે. આમ સેલફોન ગુનાશોધક ને પોલિસનો મદદકાર  સાબિત થાય છે.

૪. પુસ્તકો.    આખુ પુસ્કાલય એક ટચુકડા ફોન સમાઇ જાય. સાચવવાની ઝંઝટ નહિ, મુસાફરીમાં હાથવગુ ને ઉધઇ લાગવાનો ભય નહિ.    ખાસ કરીને જેઘરના વડીલ પુસ્તકો વાંચવાના ને વસાવવાના શોખીન હોય, રણમાં,જળમાં,પર્વતની ટોચે, હિમાલયને શિખરે, રેલ્વે કે બસમાં જયા માગો ત્યા હાજર. વેરાન રસ્તે વાહન અટકે કે અકસ્માત થાય તો મદદ માટે એ દેવદુત સાબિત તાય

ઘરમાં સાંકડ હોય ત્યા વડીલની સાથે પુસ્તકો પણ ઠેબે ચડે ત્યાં સેલફોન સારી સેવા કરે. શબ્દકોષ ને એન્સાઈકલોપીડિયા જેવા મહાગ્રંથ સેલફોનમાં સમાઇ જાય. ગુગલ કરો એટલે રસોઇની રેસીપીથી લઇને બધી જ માહિતી આંગળીને ટેરવે! છાપાં ને મેગેઝીન પણ મળે. જે પુસ્તકો ને છાપાના કાગળો માટે કેટલાય વૃક્ષોનો સોથ નીકળતો હતો તે બચી જાય. છાપખાનામાં વપરાતી શાહીમાં જે કાર્બનનો ઉપયોગ થાય છે એ નહિવત બને. એ રીતે સેલફોન પર્યાવરણ બચાવવામાં મુક સેવકની ગરજ સારે છે.

૫ સિનેમા ને સંગીત. હવે થિયેટરની જરુર નહિ. વી.સી.આર કે કેસેટોની જરુર નહિ. ટેપરેર્કોડર કે સી.ડી નિ જરુર નહિ. તમારી સગવડે મનગમતુ મુવી જોઇ લો. ગમે ત્યા. ગમે તે સમયે. કોઇ ફરિયાદ નહિ કરે કે અમને અવાજ થાય છે કે નિંદર બગડે છે. ઉપરથી આટલા બધા ઉપકરણોની જરુર નહિ. કેટલી બચત?

૬  પત્ર    ને આમંત્રણ.   સાવ હાથવગા. પોસ્ટમા તો પંહોચતા વાર પણ લાગે ને કયારેક સમયસર ન મળવાની ફરિયાદ પણ થાય. કોઇ બહાનુ નચાલે

૭ કેલકયુલેટર.   સરવાળા બાદબાકી માટે હવે ઉઠા, પા,પોણા કે સવાયા જેવા કોષ્ટક યાદ રાખવાની તકલીફ જ નહિ. હવે તો બાળકોને આંક તો ઠીક પણ સામાન્ય સરવાળા બાદબાકી પણ નહિ આવડે. કારણ હવે ખાસ તો વિકસીત દેશોમાં રોકડનુંચલણ નહિવત બની ગયુ છે. કરન્સીમાં ક્રેડીટ કાર્ડ ને કેશમશીન,ભવિષ્ય બિટકોઇન આવશે તો મગજને જરાય તકલીફ નહિ.હવે એક વધારાની સગવડ તે ફોનમાં ફોન નંબર સ્ટોર કરવામાં આવે. ડાયરી કે નંબર યાદ રાખવાની જરુર જ નહિ. મુશ્કેલી તો ત્યારે થાય કે ફોન જ ખોવાય જાય. સાવ પાંગળા થઇ જવાય. એ

૭ નકશા ને એટલાસ. ફોનમાં જે તે સ્થલનું માર્ગદર્શન નાખી દો. એટલે રસ્તો શોધવાની તકલીફ નહિ. જો ફોનની બેટરી ખલાસ થઇ જાય તો જોવા જેવી થાય. કયા છો એજ ખબર ના પડે.૮

૮ કેટલાક લોકો ફરિયાદ કરે છે કે લોકોનો  સામાજીક સંપર્ક તુટી ગયો છે. સેલફોનને કારણે પરસ્પર મળવાનું ઓછૂ થઇ ગયુ છે. ખરુ પુછો તો આજે ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’ જેવા સબંધો સેલફોનથી શક્ય બને છે. લોકો માત્ર દેશમાં જ નહિ પણ આખી દુનિયામાં પત્રમિત્રોની જેમ સેલફોનથી સબંધૌ બનાવે છે.એકબીજાના દેશ,સંસ્કૃતિ ને ધર્મથી પરિચિત થાય છે. વિચારનું આદાનપ્રદાન ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો ને એકબીજા ે સમજવામાં મદદ કરે છે ને સહિષ્ણુતા વધે છે. હા લોકો એનો ઉપયોગ જરુર કરતા વધારે કરે ને બેઠાડુ કે આળસુ બની જાય એમા સેલફોનનો વાંક ન કહેવાય.

અંતમાં કહીએ તો ટેકનોલોજી પોતે સારી કે ખરાબ નથી હોતી. એ માત્ર વાપરનારના વિવેક પર સારા નરસા પરિણામનો આધાર છે, જે આગ રોટી પકાવે એ જ આગ જો કોઈ અડઘણના હાથમાં આવે તો ઘર પણ  બાળી દે. ગન પોલીસના હાથમાં રક્ષા બને તો એ જ ગન ગુનેગાર માટે ગુનાનું સાધન બને. એક રમુજ. જો સતયુગમાં સેલફોન હોત ને રામસીતા પાસે હોત તો સીતા હરણ ના થયુ હોત ને કદાચ રામને રાવણનો  પીછો કરવા લંકા જવુ ના પડ્યું હોત તો રામાયણ જ હોત!!!!!!!!! એ પણ બની શકે કે આજના સમયમાં સાચી કે ખોટી અફવા ફેલાવી આતંક ઉભો કરવામાં અસામાજિક તત્વો તો કયારેક નાદાન ને બેજવાબદાર લોકો સાચાખોટા સમાચારો ફેલાવી સમાજમાં અરાજકતા ફેલાવે છે. આજે રાયથી માંડી રંક પાસે આ સાધાન છે એટલે માહિતી પ્રસરતા વાર નથી લાગતી. તો કયારેક કોઇને બ્લેકમેઇલ કરવામાં એવા ગુનાહિત માનસ ધરાવતા લોકો  ઉપયોગ કરે છે.

એમાં સેલફોન શું કરે?


વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ ચિત્ર નેટ પરથી પ્રતિકાત્મક હેતુ માટે સાભાર લીધેલ છે.

Author: admin

2 thoughts on “‘સેલફોન’ – ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં

Leave a Reply to Purvi Cancel reply

Your email address will not be published.