નિરંજન મહેતા
કુદરતી વાતાવરણમાં ખીલેલી બહાર એટલે કે શોભા જેને જોઈ મન આનંદિત થઇ જાય છે અને ગીત પણ ગણગણાય છે. બહારનો વસંતઋતુના સંદર્ભમાં પણ ઉલ્લેખ થાય છે. એવા જ કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે.
૧૯૫૨ની ફિલ્મ ‘બીજું બાવરા’નું આ સદાબહાર ગીત છે:
झूले में पवन की आई बहार
नैनो में नया रंग लायी बहार
प्यार छलके हो प्यार छलके
હિંચકે બેસીને ગાતા આ ગીતના કલાકારો છે ભારતભૂષણ અને મીનાકુમારી. ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. ગાનાર કલાકારો રફીસાહેબ અને લતાજી.
૧૯૫૫ની ફિલ્મ ‘આઝાદ’નું ગીત:
देखो जी बहार आई, बागो में खिली कलियाँ,
आना है तो आ जाओ, सुनी है मेरी गलिया
આ ગીત પણ મીનાકુમારી ઉપર છે જેમાં તે પ્રેમી (દિલીપકુમાર)ને ખીલેલી બહાર જોઈ આવવાનું આમંત્રણ આપે છે. સ્વર છે લતાજીનો અને શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના. સંગીત સી. રામચંદ્રનું
૧૯૫૬ની ફિલ્મ ‘રાજહઠ’માં જઈ રહેલી પ્રેમિકા (મધુબાલા)ને ઉદ્દેશીને પ્રદીપકુમાર આ ગીત ગાય છે.
आये बहार बनके लुभा कर चले गये
क्या राज़ था जो दिल मै छुपाकर चले गये
હસરત જય્પુરીના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વર છે રફીસાહેબનો.
વર્ષાઋતુમાં ખીલતી બહારને જોઇને ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘બરખા’નું.
आ… बरखा बहार आई बूंदों के हार लायी
रिमझिम ने छेड़े तराने हो रिमझिम ने छेड़े तराने
આ સમુહગીતમાં મુખ્ય કલાકાર છે નંદા. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત ચિત્રગુપ્તનું.. સ્વર છે લતાજીનો.
૧૯૬૦ની ફિલ્મ ‘પરખ’નું આ ગીત અત્યંત કર્ણપ્રિય છે. આ ગીતમાં પણ વરસાદ આવતા જ સાજનને યાદ કરીને સાધના ગાય છે. ગીતનું ચિત્રીકરણ પણ સુંદર છે.
ओ सजना बरखा बहार आई
रस की फुहार लाइ
अंखियो में प्यार लाइ
શબ્દકાર છે શૈલેન્દ્ર અને સુમધુર સંગીત સલીલ ચૌધરીનું. સ્વર છે લતાજીનો.
૧૯૬૨ની ફિલ્મ ‘આરતી’નું આ પ્રોત્સાહક ગીત શરૂઆતમાં એક પાર્શ્વગીત તરીકે રજુ થાય છે અને મધ્યમાં તે મીનાકુમારી ઉપર રચાયું છે જે નિરાશ પ્રદીપકુમારને ઉદેશીને ગાય છે.
कभी तो मिलेगी, कही तो मिलेगी
बहारो की मंजिल राही
મજરૂહ સુલાતાનપુરીના શબ્દોને સંગીત સાંપડ્યું છે રોશનનું અને સ્વર લતાજીનો.
બહાર સાથે સરખાવીને સાધનાની પ્રશંસા કરતાં રાજેન્દ્રકુમાર ૧૯૬૫ની ફિલ્મ ‘આરઝુ’માં ગાય છે
ऐ फूलो की रानी बहारों की मलिका
तेरा मुस्कुराना गज़ब हो गया
રફીસાહેબનો સ્વર અને શબ્દો હસરત જયપુરીના. સંગીત શંકર જયકિસનનું.
બહાર એટલે કે વસંતઋતુના આગમનની જાણ કરતુ ગીત છે ૧૯૬૬ની ફિલ્મ ‘આયે દિન બહાર કે’નું.
सुनो सजना पपिहे ने सुनो सजना पपिहे ने
कहा सबसे पुकार के संभल जाओ चमन वालो
के आये दिन बहार के
ગીતના કલાકાર છે આશા પારેખ જેને સ્વર મળ્યો છે લતાજીનો. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
તો પોતાની મહેબુબા વૈજયંતીમાલાના આગમનના અવસરે ૧૯૬૬ની ફિલ્મ ‘સુરજ’માં રાજેન્દ્રકુમાર ગાય છે
बहारों फुल बरासाओ
मेरा महेबुब आया है
હસરત જયપુરીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે શંકર જયકિસને જેને કંઠ મળ્યો છે રફીસાહેબનો.
https://youtu.be/mRtHXgmydEI
ફિલ્મના નામમાં જ બહારનો ઉલ્લેખ હોય તો તેને લગતું ગીત હોવાનું. વાત છે ૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’ની.
बदल जाए अगर माली चमन होता नहीं खाली
बहारे फिर भी आई है बहारे फिर भी आयेगी
આ પ્રોત્સાહિત કરતા ગીતના કલાકાર છે ધર્મેન્દ્ર. કૈફી આઝમીના શબ્દો છે અને સંગીત છે ઓ.પી.નય્યરનું. જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.
૧૯૬૭ની ફિલ્મ ‘ફર્ઝ’માં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર આ ગીત રચાયું છે. સાથે છે હેલન.
मस्त बहारों का मै आशिक मै जो चाहे यार करूं
चाहे गुलो के साए से खेलु चाहे कली से प्यार करूं
નૃત્યગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૭ની ફિલ્મ ‘આખરી ખત’નું ગીત પણ કોઈની યાદમાં બહારોને સંબોધન કરે છે કે
बहारों मेरा जीवन भी सवारों, बहारों
कोई आए कही से यूँ पुकारो, बहारों
ઇન્દ્રાણી મુખર્જી આ ગીતના કલાકાર છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. શબ્દો કૈફી આઝમીના અને સંગીત ખય્યામનું.
૧૯૬૮ની ફિલ્મ ‘આદમી’નાં ગીતમાં વહીદા રહેમાનને અનુલક્ષીને દિલીપકુમાર ગાય છે
कैसी हसीन रात आज बहारोंकी रात है
एक चाँद आसमान पे है एक मेरे पास है
શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે અને સ્વર છે રફીસાહેબઅને મહેન્દ્ર કપૂરના.
https://youtu.be/y0T81s6W5f4
માર્ગમાં કુદરતની શોભા જોઇને જીતેન્દ્ર ૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’માં ગાય છે
आने से उसके आये बहार, जाने से उसके जाए बहार
बड़ी मस्तानी है मेरी महेबुबा
શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘ચિરાગ’માં એક નૃત્યગીત છે જેમાં ગામની યુવતીઓ આશા પારેખને પરાણે સામેલ કરે છે અને ગીતની મધ્યમાં આશા પારેખ ગાય છે
आई बरखा बहार पड़े अंगना फुहार
सैया आ के गले लग जा
મજરૂહ સુલાતાનપુરીના શબ્દોને સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીતમાં ઢાળ્યા છે મદનમોહને.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’માં ફરીદા જલાલ પ્રેમનો એકરાર નથી કરતી એટલે રાજેશ ખન્ના તેને ગીતમાં બહારનો સાથ લઇ ગૂંચવાડો કરાવી કબૂલ કરાવે છે
हो, बागो में बहार है, है
कलियों पे निखार है, है
हो तुमके मुझ से प्यार है
આ કલાકારોને સ્વર આપ્યો છે રફીસાહેબ અને લતાજીએ જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત સચિન દેવ બર્મનનું.
શીર્ષકમાં બહાર શબ્દ ધરાવતી ૧૯૭૧ની ફિલ્મ ‘આપ આયે બહાર આયી’ના ગીતમાં રાજેન્દ્રકુમાર સાધનાને જોઈને કહે છે કે
सारे जमाने पे मौसम सुहाने पे
इस दिल दीवाने पे वीरानी सी थी छायी
आप आये बहार आयी
રાજેન્દ્રકુમારને સ્વર આપ્યો છે રફીસાહેબે. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
આમ ક્યાંક ઋતુને અનુલક્ષીને તો ક્યાંક કોઈકની રાહ જોતા કે કોઈકની પ્રશંસા કરતા ગીતોમાં ક્યાંકને ક્યાંક બહારને સાંકળી લેવાતી હોય છે જેમાંથી થોડાક ગીતો આ લેખમાં સામેલ છે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
1 thought on “‘બહાર’ને લગતાં ફિલ્મીગીતો”