ઉદ્યોગસાહસિકતા : સૌથી અધિક ત્રાસદાયક, સાત પ્રકારનાં, બૉસ:

હિરણ્ય વ્યાસ

એ તો દેખીતું છે કે ભલે ને તમને તમારી નોકરી ગમતી હોય અને નોકરીના કાર્યો કરવામાં ગમે તેટલો આનંદ થાય, પરંતુ તમારી કારકીર્દીના વિકાસને બનાવવાનું, કે તોડી પાડવામાં તમારા સહકાર્યકરોના સહકાર અને સામર્થ્યનો ફાળો બહુ મોટો છે. તેમાં પણ ખાસ ભૂમિકા તો જે તમારા રોજબરોજના અનુભવ ઉપર સૌથી વધુ પ્રભાવ ધરાવે છે એવા તમારા બૉસ, ડિરેક્ટર, સુપરવાઇઝર અથવા મેનેજર સિવાય અન્ય કોઇ નહી

સારા બૉસ કામને પૂર્ણત: રસપ્રદ-આનંદદાયક બનાવી શકે છે અને એથી વિપરીત વિચિત્ર બૉસ સારા કામને પણ અણગમતું કરી શકે છે. બૉસ એ આપણ સૌ વ્યક્તિની જેમ એક માણસ જ છે. કેટલાક બૉસ સહજ-સરળ તો કેટલાક અન્યને આંજી શકે તેવી ઉર્જા ધરાવે છે તો કેટલાક સખત હોય છે. તેમ છતાં, તેઓ કોઈ પણ રીતે અન્ય કરતા અધિક સારા હોય કે જેથી ઉપરી સ્થિતિમાં હોઇ શકે. બરોબર? ખરુ ને? કદાચ હંમેશાં નહીં. બૉસ પણ કદાચ નશીબ આધિન મળી રહેતા હોય છે.

બહુરત્ના વસુંધરાની જેમ વિવિધ લક્ષણા બૉસ જોવા મળે છે. આપણે અહીં સારા નહી બલ્કે ત્રાસદાયક, ખરાબ કઇંક ભયંકર બૉસનાં સાત વિવિધ પ્રકારને મળીએ, સમજીએ.

1. ‘થોડું વિશેષ સારું કરો’ – અતૃપ્ત બૉસ

કેટલાક બૉસ યોગ્ય વ્યક્તિ તેમજ સારા મેનેજર હોય છે. સફળતા માટે જરુરી વ્યૂહરચના, નેતૃત્વ અને કુશળતાનો તેમનાં કંઇક અભાવ હોય છે. તમને તેમના પ્રત્યે કોઇ ખરાબ ભાવના હોતી નથી પરંતુ તેને કાયમ નિરાશાયુક્ત ઇર્ષા રહે/હોય છે કે તમે જે ધ્યેય પ્રાપ્ત કરી શકશો તે જે કદાચ ન હાંસલ કરે. આમને માઇક્રો મેનેજર પણ કહે છે.

આમાંથી બહાર નીકળવાની ક્લાસિક વ્યૂહરચના છે. આમની સાથે સંઘર્ષ ટાળો

2. કડવા બૉસ:

આ એ બૉસ છે જે નોકરીને ધિક્કારે છે, કંપનીને ધિક્કારે છે, સ્ટાફને ધિક્કારે છે અને પોતાને પણ ધિક્કારે છે. આવી નકારાત્મક ઉર્જાવાળી વ્યક્તિ સાથે સંકળાવવા કોઇ પણ ઇચ્છતું હોતું નથી. ઘણુ ખરું તે પોતે એકલા જ તેના જુલમી શાસન હેઠળ હોય છે. આવા બૉસને કર્મચારી-સ્ટાફ, વિભાગ અને કંપનીની નીતી રીતી વિશે જ્યાં સારું હોય ત્યાં કલંકિત મંતવ્યો આપવાનું અને ઝેર ભરવાનું ગમે છે.

3. ‘બૉસ જે નીકળી ચુક્યા છે’ – જેમણે તપાસ કરી છે

સ્વીકાર્ય ન હોય તેવો બૉસ. કેટલાક લોકો તેમની નોકરી વિશે કોઈ જ સારી વાત કરતા નથી, નિયમોને અતિક્રમે છે ક્યારે આવે અને ક્યારે જાય છે તે કંઇ નક્કી હોતું નથી અને જવાબદારી ટાળતા રહે છે. આ બૉસ તમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાની મંજૂરી આપશે નહીં, સિવાય કે તેઓ તમારી પાસેથી સીધા જ કંઈક ઇચ્છતા હોય.

જ્યારે પણ વિભાગમાં સંખ્યા ખરાબ હોય ત્યારે તેઓ દેખાય છે અને જ્યારે વસ્તુઓ યોજના મુજબ ચાલતી હોય ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ કેટલીકવાર તમને ઇનપુટની જરૂર હોય છે, બીજા મેનેજર અથવા ડિરેક્ટરની સલાહ લો કે જે તમને દિવસનો સમય આપવા તૈયાર હોય.

આવા બૉસ દ્વારા ઓછા કામ સાથે અધિકતમ માન ખાટવાનો યત્ન થાય છે. તો પછી શા માટે કોઇ અધિક કામ કરે એવી સ્થિતી ઉભી થાય છે. આ એવા બૉસ છે કે જે અધિકાર ભોગવે છે છતાં નિમ્ન નિયત રાખે છે જે સંસ્થા માટે ઘણો મોટો પ્રશ્ન ગણાય.

4. તાલ મેળ વિહીન બૉસ

જ્યારે સારી પરિસ્થિતી અને સારો મૂડ હોય ત્યારે જ, આ બૉસ તમારી સાથે ખુલીને વાત કરશે તેમજ આદરપૂર્વક વર્તે અને કદાચ પોતાની મહત્તા પણ ઉભી કરશે. પરંતુ આ સઘળું પરિસ્થિતીજન્ય કે આનુસંગિક હોય છે. જો કે તેમની સાથે કેવી સારવાર કરવામાં આવે છે યા તેમનો કાર્યભાર અને આઉટકમ કેવું છે તેના પર આ આધારીત છે. જ્યારે મેનેજમેન્ટ યા બીગ બૉસ દ્વારા “ખાસ કંઇક આવી ચડે છે”, ત્યારે વધારાની આ કામગીરી અને તાણ સીધે સીધા નીચે તમને આપવામાં આવે છે. આવા બૉસની એક પુનરોક્તિ હોય છે: ‘હે, બૉસ બનવું એ સરળ નથી?”

5. ત્રસ્ત બૉસ

આ બૉસ સંસ્થાને વફાદાર છે. કામકાજની ગતિવિધીમાં સહજરીતે કોઇ પણ દબાણ વગર ભલે ને કંઇ પણ કાર્ય કે ચીજ મામુલી કે નગણ્ય હોય છતાં પણ કેટલાક બૉસ કોઈ પણ રીતે અન્યાય યા અજુગતું સહન કરી શકતા નથી. હળવાશ-આરામ માણી શકતો નથી. સામાન્યત: પરફેક્શનિસ્ટ હોય છે. તેઓ નિયમો પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે.

પોતે તો ત્રસ્ત હોય રહે પણ અન્ય માટે ઘણી પીડા ઉભી કરે. ત્રસ્તતા પરપીડનનાં હદે વધતી રહે છે. મહીનાનાં અંતમાં તેમ્નું વ્યક્તિત્વ વકરે છે.

દર સપ્તાહે તમારા દ્વારા તેમની પ્રાથમિક જરુરીયાતો ને અગ્રતા આપી તેને મદદગાર બની રહેવાય. તેમની અપેક્ષાઓ પુર્ણ કરો અને બેકઅપ યોજના હાથ વગી રાખો.

6. વહેમી બૉસ – વહેમ અને અવિશ્વાસની અપવૃત્તિ

આવા બૉસની કાર્ય પધ્ધતિ ધાક-જબર જસ્તી Bully nee હોય છે. કાર્ય અવિશ્વાસની અપવૃત્તિ વ્યક્તિને માનસિકરૂપે તોડી નાંખી પાંગળો કરી શકે છે. વ્હેમ-અવિશ્વાસ ક્યારેક અહંભાવ Narcissistic રીતે પણ રજુ થાય છે. આવા બૉસની કાર્ય શૈલીમાં ક્યારે તમારા હિતની વાત યા વિકાસની રજુઆત પણ હોય છે. અનુમાન કરો કે જ્યારે તમારા સાહેબને લાગે છે કે તેમની નોકરીની કામગીરી પ્રશ્નમાં છે અથવા તેઓ બરતરફ થવાના જોખમમાં છે ત્યારે શું થાય છે?

કામમાં ભાર જતાવવા આવે કે.વિશેષ પ્રોજેક્ટ્સ આવશે જે તેમના ઉપરી અધિકારીઓને બતાવવા માટે છે અને ડબલ ચેકિંગ કરવાનું ભૂલી જઇ, ટ્રિપલ ચેકિંગ કરવું પડશે. સૌથી ખરાબ વાત તો એ છે કે, આવા બૉસ પાસે હંમેશાં કર્મચારીનાં સૂચન / મદદનું મહત્વ રહેતું નથી.

આ પરિસ્થિતીમાં સ્વસ્થતા જરુરી છે. આ બૉસ સાથે આપણો મિજાજ જાળવી રાખવો. કોઇ પણ રીતે તમે આવી વ્યક્તિઓ માટે કામ કરવાનું ધિક્કારો છો અને છોડવા મઆંગો છો.

7. અસુરક્ષિત બૉસ

આવા બૉસ બહારથી સામાન્ય દેખાય છે. જે કંઇ જાણે છે તે વ્યક્ત કરતા રહે છે. અને શીફતથી સત્તા વહન કરે છે. પોતાની કમજોરી પર ઢાંક પીછોડો રાખે છે. પ્રત્યુત્તર આપવામાં તેમની નિષ્ફળતા વ્યક્ત થતી રહે છે. અસુરક્ષિત બૉસ પોતાના ઉપર સર્વોચ્ય આત્મવિશ્વાસ હોવાનો ઢોંગ કરીને અતિશય નિયંત્રણ કરતો રહે છે. કામ ટાળવાની વૃત્તિ પણ દેખાતી હોય છે. તેઓ કોઈ ખોટું કરી શકતા નથી, કારણ કે તેનો અર્થ એ કે તેમની પોતાની અસમર્થતા વિશેની આંતરિક શંકાઓ સાચી છે.

અસુરક્ષિત-અયોગ્ય બૉસ સાથે કામ કરતી વખતે તમે સ્પષ્ટ રહો. તમારી કાર્યપ્રણાલી તથા અપેક્ષાઓથી તેમને વાકેફ રાખો.

આ ઉપરાંત માનવીય ખાસિયત તથા લાક્ષણિક્તા મુજબ અલગ પ્રકારની વ્યક્તિ કે બૉસ પણ આપણને મળે શકે. સારા બૉસ સાથે તો સારી રીતે કામ કરી શકાશે પરંતુ વિચિત્ર બૉસને ઓળખી તેની સાથે કામ પાર પાડવાની કુનેહ વિકસાવવી એ મોટો પડકાર લેખાય.

એ પડકાર ઝીલી લેવાની કળા જેટલી જલ્દી શીખી લેવાય એટલું સારું, કેમકે,

                           ઑસ હંમેશાં સાચા જ હોય

*****

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

Author: admin

Leave a Reply

Your email address will not be published.