કાવ્ય–કોડિયાં

‘કાવ્ય–કોડિયાં’ અંગે

પ્રાસ્તાવિક અને ઋણસ્વીકાર

શ્રી નિરંજન ભગતે દસ કવિઓનાં કેટલાંક કાવ્યો ચૂંટી આપ્યાં, તેની દસ ખીસાપોથીઓ ‘કાવ્ય-કોડિયાં’ના પહેલા સંપૂટ તરીકે 1980ના જુલાઇમાં પ્રકાશિત થઈ હતી. આગોતરા ગ્રાહકોના ઉષ્માભરેલા આવકારથી એકંદરે પચાસ હજાર કાવ્ય-પુસ્તિકાઓ થોડા દિવસમાં જ ખલાસ થઈ ગયેલી. ત્યાર બાદ બીજા સંપૂટમાં અન્ય દસ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું સંપાદન શ્રી સુરેશ દલાલે કરી આપ્યું હતું. આ પરંપરા સતત ચાલતી રહી હતી. નેટજગતમાં આ જ પરંપરાને આગળ કરીને આવું ઉત્તમ સાહિત્ય વધુ લોકો પાસે પહોંચે તેવી મહેચ્છા સાથે શ્રી ગોપાલભાઈ પારેખે કેટલાંક કાવ્ય કોડિયાંને ટાઇપ કરીને મોકલાવ્યાં હતાં. વેબગુર્જરી પર મિલાપની વાચનયાત્રાનાં લખાણોને પ્રકાશિત કરવાની મંજૂરી પણ તેમણે મેળવી આપવાથી તે લખાણો ક્રમશ: વેગુ પર પ્રકાશિત થઈ રહ્યાં છે. હવે કાવ્ય કોડિયાંને પણ એ જ રીતે વેબગુર્જરી પર પ્રકાશિત કરવાની અનુમતિ મળતાં તે લઘુ પુસ્તિકાઓ માટે જ બનાવેલા ખાસ પેઇઝ “કાવ્ય–કોડિયાં” પર મૂકવામાં આવ્યાં છે…..

વેબગુર્જરી આવા ઉત્તમ સાહિત્યને પોતાના વેબપેઇઝ પર મૂકવા ભાગ્યશાળી બન્યું છે તેથી વેગુના સંપાદકો માનનીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું તથા સાહિત્ય ઉપલબ્ધ કરાવીને મહેનતપૂર્વક ટાઇપ કરીને મોકલનાર શ્રી ગોપાલભાઈ પારેખનું ઋણ સ્વીકારે છે.

*****

(સર્જકશ્રીના નામ પર ક્લિક કરીને કાવ્ય-કોડિયાંની pdf મેળવો)

 

(કલાપી)

kalapiનામ :           •    સુરસિંહજી તખ્તસિંહજી   ગોહેલ ઉપનામ :       •    કલાપી જન્મ :           •    ૨૬ જાન્યુઆરી – ૧૮૭૪, લાઠી અવસાન : •    ૯ જૂન – ૧૯૦૦, લાઠી કુટુંબ  : •    પત્ની o    રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા o    આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા o    શોભના – રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના

અભ્યાસ : •    ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી •    અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ વ્યવસાય : •    ૧૮૯૫- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી પ્રદાન : •    પ્રજાત્સલ રાજવી •    ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું •    પ્રવાસ લેખન મુખ્ય કૃતિઓ : •    કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય ) •    વર્ણન – કાશ્મીરનો પ્રવાસ •    નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

જીવન  : •    ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક (૨૧ જાન્યુઆરી ૧૮૯૫) •    નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા •    માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા •    આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી •    રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો •    શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર •    વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા •    સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર •    ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ) •    મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે; •    મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે. •    ૨૬ વર્ષની યુવાન  ઉંમરે મૃત્યુ  (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું) સન્માન : •    ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક •    એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે •    ૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી

(‘શૂન્ય’ પાલનપુરી) 

Soonya (kavi)“ ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું, એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? ” -‘શૂન્ય’ ના અવશેષ __________________________ નામ : અલીખાન બલોચ ઉપનામ : ‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’ જન્મ : ૧૯, ડીસેમ્બર -૧૯૨૨;  લીલાપુર, અમદાવાદ  અવસાન : ૧૭, માર્ચ –  ૧૯૮૭;  પાલનપુર માતા : નનીબીબી  પિતા :ઉસ્માનખાન ભાઇ બહેન : ભાઇ – ફતેહખાન લગ્ન : ઝુબેદા સંતાનો : પુત્ર – તસમીન, ઝહીર ; પુત્રી– કમર, પરવેઝ અભ્યાસ :

 • ૧૯૩૮- મેટ્રીક – પાલનપુર
 • ૧૯૪૦- બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો.

વ્યવસાય :

 • ૧૯૪૦- પાજોદ દરબાર– ‘રૂસવાના’ અંગત મંત્રી.
 • ૧૯૪૫-૫૪– અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક.
 • ૧૯૫૭-૬૦ નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ.
 • પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન.
 • ૧૯૬૨- મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી.

પ્રદાન : કવિતા સંગ્રહ – ગુજરાતી -૬, ઉર્દૂ -૧, અનુવાદ- ૧ મુખ્ય કૃતિઓ :

 • ગઝલ – ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર
 • ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી
 • અનુવાદ – ખૈયામ

જીવન :

 • ૧૯૨૫– ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા.
 • ૧૯૪૦– રૂસવા’ના સંપર્કમાં આવ્યા.
 • ૧૯૪૦– ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

(સુંદરજી ગોકળદાસ બેટાઇ)

sundarjee_betaaiજન્મતારીખ  : સપ્ટેમ્બર ૧૦, ૧૯૦૫ જન્મસ્થળ  : ઓખા બંદર અવસાન  :  જાન્યુઆરી ૧૬, ૧૯૮૯ કુટુમ્બ  : માતા – વ્રજકુંવર બહેન, પિતા – ગોકળદાસ વાયડા (પાછળથી બેટાઈ – બેટ પરથી આવેલા), લગ્ન – ૧૯૨૩- ચંદ્રા બહેન (ચંદ્રશીલા) અભ્યાસ  : માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં,  ૧૯૨૪- મેટ્રિક, ૧૯૨૮ – એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઈ – એમ. એ. , એલ. એલ. બી. વ્યવસાય  :  ગિરગામ સ્કૂલમાં આચાર્ય, 1936 એમ. એ.; પછી એસ. એન. ડી. ટી. કોલેજ મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. મુખ્ય રચનાઓ  :  કવિતા  જ્યોતિરેખા, વિશેષાંજલિ સદગત ચંદ્રશીલાને, તુલસી દલ, શિશિરે વસન્ત, વિ. વિવેચન– ગુજરાતી સાહિત્યમાં સોનેટ, આમોદ, નરસિંહરાવ , સુવર્ણમેઘ; અનુવાદ – મહામના થોરો , રોમહર્ષિણી ; શિક્ષણ – શિક્ષણકારની સાધના સન્માન  :  ૧૯૫૮ – નર્મદ ચંદ્રક

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

(અરદેશર ફરામજી ખબરદાર)

ardeshar-khabardarનામ : અરદેશર ફરામજી ખબરદાર ઉપનામ : અદલ, મોટાલાલ, લખા ભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ, પારસી બુચા કવિ, આલુ કવિ જન્મ : ૬ – ૧૧ – ૧૮૮૧ ;  દમણ અવસાન : ૩૦ – ૭ – ૧૯૫૩  ; ચેન્નાઇ ખાતે અભ્યાસ :  પ્રાથમિક શિક્ષણ – દમણ,  માધ્યમિક શિક્ષણ – મુંબઈ વ્યવસાય :  વેપારી, ૫૬ વર્ષ સુધી સાહિત્ય સર્જન જીવન ઝરમર :

 •     ૧૮૯૧-૧૮૯૬    મુંબઈ
 •     ૧૮૯૭-૧૯૦૯    દમણ
 •     ૧૯૦૯-૧૯૩૮    મદ્રાસ
 •     ૧૯૩૮-૧૯૫૩     મુંબઈ

કાવ્યસર્જન; વિવેચન, ગાથાગ્રંથ. મુખ્ય રચનાઓ : સો દ્રષ્ટાંતિક દોહરા(૧૮૯૭), કાવ્યરસિકા(૧૯૦૧), વિલાસિકા(૧૯૦૫) , પ્રકાશિકા(૧૯૦૮), ભારતનો ટંકાર (૧૯૧૯),સંદેશિકા (૧૯૨૫),રાષ્ટ્રિકા (૧૯૪૦), રાસચન્દ્રિકાભાગ ૧-૨ (૧૯૨૯,૧૯૪૧), ભજનિકા(૧૯૨૮),કલ્યાણિકા(૧૯૪૦), કીર્તનિકા(૧૯૫૩), નંદનિકા (૧૯૪૫), પ્રભાતનો તપસ્વી (૧૯૨૦) , કુક્કુટ દીક્ષા(૧૯૨૦), કલિકા (૧૯૨૬), દર્શનિકા (૧૯૩૧), શ્રીજી ઇરાનનો પવાડો (૧૯૪૨), ગાંધીબાપુ અને ગાંધીબાપુનો પવાડો (૧૯૪૮), પારસી ધર્મ પર ગાથાગ્રંથ

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

(‘ઉશનસ’)

ushanasનામ : નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ઉપનામ : ઉશનસ જન્મ : ૨૮-૯-૧૯૨૦ , સાવલી – વડોદરા અવસાન : ૦૬-૧૧-૨૦૧૧ અભ્યાસ : એમ.એ. વ્યવસાય : વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય જીવન ઝરમર :

 • વિપુલ અને વિવિધ કવિતાઓ
 • બ.ક.ઠા. પછી ઘણાં સોનેટ આપ્યાં છે.

સન્માન :

 • ૧૯૭૨ – રણજિતરામ સુવર્ણચંદ્રક
 • ૧૯૬૩-૬૭ –  નર્મદ સુવર્ણચંદ્રક *
 • સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ @
 • શ્રી અરવિંદચંદ્રક +

મુખ્ય રચનાઓ :

 • કવિતા – પ્રસૂન, તૃણનો ગ્રહ * , અશ્વત્થ @, વ્યાકુળ વૈષ્ણવ +,  ભારતદર્શન,  , રૂપના લય, આરોહ અવરોહ
 • વિવેચનો – બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો
 • પ્રવાસ – પશ્ચિમી દેશોનો પ્રવાસ
 • જીવનચરિત્ર – સદ્ માતાનો ખાંચો

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

મનસુખલાલ ઝવેરી)

M Zaveriજન્મ : ૩ ઓક્ટોબર, ૧૯૦૭, જામનગર અવસાન : 28 ઓગસ્ટ, 1981 મનસુખલાલ ઝવેરી એ ગુજરાતી ભાષા નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્ય માં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યુયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી. તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની ૨૭ ઓગષ્ટે મહારાષ્ટ્ર રાજ્યનાં મુંબઈ ખાતે થયુ હતું. મુખ્ય રચનાઓ

 • વિવેચન – પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ
 • સંપાદન – સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન – ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’ , ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
 • અનુવાદ – સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત – આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો
 • કાવ્યસંગ્રહો-ચન્દ્રદૂત (1929), ફૂલદોલ (1933), આરાધના (1939), અભિસાર (1946), અનુભૂતિ (1952), કાવ્યસુષમા (1959), ડૂમો  ઓગળ્યો (1975)

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રિયકાન્ત મણિયાર)

priyakant_maniyar_1જન્મ : ૨૪-જાન્યુઆરી, ૧૯૨૭ ;  અમરેલી અવસાન : ૨૫- જૂન, ૧૯૭૬ અભ્યાસ :

 • ગુજરાતી નવ ધોરણ
 • પ્રાથમિક શિક્ષણ – માંડલ ; માધ્યમિક – સુરેન્દ્રનગર, અમદાવાદ

વ્યવસાય : વારસાગત વ્યવસાય – હાથીદાંતની  ચૂડીઓ-બંગડીઓ બનાવવાનો

જીવનઝરમર :

 • પ્રથમ કાવ્ય અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે   ગદ્યકાવ્ય રૂપે લખીને ‘કુમાર’માં મોકલ્યું. જેનાથી ગુજરાતને તેમનો પરિચય થયો.
 • ૧૯૪૭  –    ’એકરાર’ પ્રથમ પ્રગટ કાવ્ય
 • ઉમાશંકરે કહ્યું છે : “પ્રિયકાંતની કવિતાઓ સંઘેડા-ઉતાર ચૂડીઓ જેવી,કલાની નજાકત ભરેલી છે.  “

રચનાઓ :

 • કવિતા –   પ્રતીક  પ્રથમ કાવ્યસંગ્રહ , અશબ્દ રાત્રિ , સ્પર્શ (ગીતોનો સંગ્રહ), સમીપ, પ્રબલ ગતિ ( અમેરિકાના પ્રવાસની અનુભૂતિનાં કાવ્યો)
 • મરણોત્તર પ્રકાશિત સંગ્રહો   – વ્યોમ લિપિ (આધુનિક માનવની સંકુલ સંવેદનાનું નિરૂપણ),  લીલેરો ઢાળ (ગીતોનો સંગ્રહ)

લાક્ષણિકતાઓ :

 • કલ્પનાની તાજપ અને ભાવનાની ભીનાશ
 • પ્રતિકો,કલ્પનો અને અલંકારો દ્વારા ઈન્દ્રિયગ્રાહ્યતા
 • પ્રેમનાં અનેકવિધ સ્વરૂપો
 • કવિતામાં પ્રાણી સૃષ્ટિનો આટલો પરિચય પ્રથમવાર
 • પ્રકૃતિ પ્રેમ,  કાળની અગમ્ય ગતિનાં નિરૂપણો
 • ગીત,ગઝલ,મુક્તક,સૉનેટ,અછાંદસ અને ગદ્યકાવ્યો

સન્માન : ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

જગદીશ જોશી)

જગદીશ જોશીજન્મ : ૯ – ઓક્ટોબર, ૧૯૩૨ ; મુંબઇ અવસાન : ૨૧ – સપ્ટેમ્બર, ૧૯૭૮ ; મુંબઇ

અભ્યાસ :

  • ૧૯૪૯ – માધ્યમિક

 

  • ૧૯૫૩ – બી.એ. ( ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ) – સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઇ

 

  ૧૯૫૫ – એમ.ડી. ( શિક્ષણ શાસ્ત્ર ) – સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા

વ્યવસાય : ૧૯૫૭ – ૧૯૭૮ : આચાર્ય – બઝારગેટ કોલેજ, મુંબઇ

રચનાઓ :

 • કવિતા – કવિતા – આકાશ, વમળના વન, મોન્ટા કોલાજ ( મરણોત્તર પ્રકાશન ), ધારો કે એક સાંજ આપણે મળ્યા ( સમગ્ર કવિતા સંગ્રહ )
 • સહ સંપાદન – વાર્તાની પાંખો, વાર્તાની મોજ ( ભાગ ૧,૨,૩ ), હું તો નિત્યપ્રવાસી, વાર્તા રે વાર્તા, સુલભ સહજીવન
 • અનુવાદ – મરાઠી કવિતા ગ્રેસ, સૂર્યઘટિકાયંત્ર ( મરણોત્તર પ્રકાશન )

લાક્ષણિકતાઓ :

 • પરંપરામાં રહીને અદ્યતન બનવાનો પુરુષાર્થ.
 • લયપૂર્ણ ગીતોની હથોટી, પણ અછાંદસ રચનાઓમાં વિચાર લયને અતિક્રમી જાય છે.
 • ગીતોમાં પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ છે.

સન્માન : ૧૯૭૯ – સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક ( મરણોત્તર )

ઉમા – સ્નેહરશ્મિ પારિતોષિક

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

રામનારાયણ પાઠક (શેષ))

Ra-Vi-Pathak

નામ: રામનારાયણ પાઠક
ઉપનામ: દ્વિરેફ ઉપનામથી વાર્તાલેખન, શેષ ઉપનામથી કાવ્યસર્જન, સ્વૈરવિહારી ઉપનામથી હળવા નિબંધો
જન્મ: 8, એપ્રિલ – 1887 ; ગાણોલ ( ધોળકા અવસાન: 21 ઓગસ્ટ – 1955 – મુંબઇ
માતા: આદિત્યબાઇ પિતા: વિશ્વનાથ ભાઇ બહેન: ચાર લગ્ન: 1903- મણીબેન ; 1945- હીરાબેન
અભ્યાસ:
1908- મુંબઇ – બી.એ.(તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર)
1911- મુંબઇ – એલ.એલ.બી.
વ્યવસાય: 1911-19- અમદાવાદમાં વકીલાત, 1920- જે.એલ. ન્યુ ઇંગ્લીશ સ્કૂલ- અમદાવાદમાં આચાર્ય, 1921-28- ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં પ્રાધ્યાપક, 1926-37- પ્રસ્થાન મસિકમાં તંત્રી, 1935 – એસ. એન. ડી. ટી.- મુંબાઇમાં પ્રાધ્યાપક, પછી – એલ.ડી. આર્ટ્સ, ગુજરાત વિદ્યાસભા- અમ્દાવાદ અને ભવન્સ કોલેજ – ભારતીય વિદ્યા ભવન – મુંબાઇમાં અધ્યાપક
પ્રદાન: વિવેચન- 15, પિંગળશાસ્ત્ર – 2, સંપાદન – 10, કાવ્ય- 2, વાર્તા સંગ્રહ – 3, નાટ્ય સંગ્રહ – 1, નિબંધ સંગ્રહ – 4, પ્રમાણ શાસ્ત્ર – 1
મૂખ્ય કૃતિઓ:
કવિતા – શેષનાં કાવ્યો, કાવ્ય સમુચ્ચય(સંપાદન)
વાર્તા – , દ્વિરેફની વાતો – 3 ભાગ, સ્વૈરવિહાર – 2 ભાગ,
વિવેચન – અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્ય, નભોવિહાર, સાહિત્ય વિમર્શ
અનુવાદ – ધમ્મપદ(પાલી માંથી અનુવાદ)
વ્યાકરણ – બૃહત્ પિંગળ, પ્રાચીન ગુજરાતી છંદો
સમગ્ર સાહિત્ય – રા.વિ.પાઠક ગ્રંથાવલિ – 9 ગ્રંથો
જીવન:
પ્રસ્થાન માસિકના તંત્રી પદે રહી સાહિત્યકારોની નવી પેઢી માટે માર્ગદર્શક
ગાંધીયુગના સાહિત્યગુરુ કહેવાયા
1937-38 – કરાંચી સાહિત્ય પરિષદના પ્રમુખ
1946- રાજકોટ સાહિત્ય પરિષદના પ્રમુખ
1953- આકાશવાણી- મુંબાઇના સલાહકાર
સન્માન: 1956- દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક( મરણોત્તર), નર્મદ સુવર્ણચંદ્રક, હરગોવિન્દ કાંટાવાલા પારિતોષિક, મુંબાઇ સરકારનાં પારિતોષિક
વધુ વાંચો:
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

૧૦