વાકેફ છું

પારુલ ખખ્ખર

ઉન્માદથી,અવસાદથી વાકેફ છું,
હું પ્રેમનાં સૌ સ્વાદથી વાકેફ છું.
ગમવા છતા તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.
સાચુ કહુ? આ હાથ છૂટ્યો છે છતા,
બન્ને તરફનાં સાદથી વાકેફ છું.
એવું નથી કે તું જ સોરાયા કરે,
હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.
બહેરી નથી કંઇ એમ તો આ ચામડી,
છું, સ્પર્શનાં સંવાદથી વાકેફ છું.
ખાંગા થઇને અક્ષરો તૂટી પડે,
એવા ઘણા વરસાદથી વાકેફ છું.


સુશ્રી પારુલબહેન ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “વાકેફ છું

  1. પારુલબહેનની બળકટ રચનાઓમાંની એક જેને ફરી ફરી વાંચીને આનંદ થયો…

Leave a Reply

Your email address will not be published.