ફિલસુફીભર્યા ફિલ્મી ગીતો – कहां जा रहा है तू ऐ जानेवाले

નિરંજન મહેતા

૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નું એક બહુ જ પ્રખ્યાત ગીત છે જે બલરાજ સહાની આશ્રમ છોડીને ચાલી જતી નૂતનને ઉદ્દેશીને ગાય છે. નૂતનનું જતાં  રહેવું  માનવીની સમસ્યાઓથી દૂર ભાગવાની વૃત્તિનું પ્રતિક છે.

कहां जा रहा है तू ऐ जानेवाले
अँधेरा है मन का दिया तो जलाले

ये जीवन सफर एक अँधा सफर है
बहकना है मुमकिन भटकने का डर है
संभलता नहीं दिल किसी के संभाले

जो ठोकर न खाए नहीं जीत उसकी
जो गीर के संभल जाए जीत है उसकी
निशा मंजिलो के ये पैरो के छाले

कभी ये भी सोचा की मंजिल कहां है
बड़े से जहां में तेरा घर कहां है
तेरा घर कहा है तेरा घर कहां है
जो बांधे थे बंधन वो क्यों तोड़ डाले

 

નાસીપાસ મનુષ્ય વગર વિચાર્યે ભાગી તો  નીકળે છે. પણ ક્યા જવું, કેવી રીતે જવું તેનો કોઈ જ વિચાર ન તો કર્યો હોય કે ન તો આવ્યો હોય. ત્યારે તેને માર્ગ ચિંધવારૂપ કહેવાયુ છે કે તારૂં મન અંધકારમય છે એટલે તું આમ કરે છે. જો તું તારા મનને સ્વસ્થ કરશે તો તારા અંધકારમય વર્તમાન પરથી વાદળ હટી જશે અને તને યોગ્ય માર્ગ સુઝશે.

આગળ ઉપર કહેવામાં આવે છે કે આ જીવનની સફર એક અંધકારમય મુસાફરી છે. આને લઈને બહેકાવામાં આવી જવાની અને ભટકી જવાની ઘણી શક્યતાઓ છે અને તેથી ઘણા પ્રયત્નો કરવા છતાં પણ મનુષ્યનું મન બેકાબુ બની રહે છે. વળી જીવનનો રાહ જ એવો છે કે વિના ઠોકર કોઈ તે પસાર કરી નથી શકતો. પણ જે જો ઠોકર ખાધા પછી પણ પોતાની જાતને સંભાળી લેશે તો ત્યાર બાદ જીત તેની જ છે.

ભલે તું ચાલી નીકળી છે પણ તારે ક્યા જવું છે તેનો કોઈ વિચાર તો નથી કર્યો. આટલી વિશાળ દુનિયામાં તારે ક્યા જવું છે તેની તને ખબર નથી. તો અત્યાર સુધી તું જે બંધનોમાં જકડાઈને રહી હતી તેને શા માટે તોડીને કોઈ અજાણી રાહે અને અજાણ્યા ઠેકાણે ચાલી નીકળી છે?

ટૂંકમાં આ ગીત દ્વારા આપણને સંદેશ મળે છે કે કોઈ પણ મુશ્કેલીમાં ઉતાવળો નિર્ણય કરતા પહેલા યોગ્ય વિચાર કરશો તો મુશ્કેલીઓ આસાન બની શકે છે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “ફિલસુફીભર્યા ફિલ્મી ગીતો – कहां जा रहा है तू ऐ जानेवाले

  1. રફી સાહેબના કરુંણ કંઠે ગવાયેલા ગીતનું સુંદર ભાવાત્મક આલેખન.

Leave a Reply

Your email address will not be published.