તમે પાછળ શું મુકી જાઓ છો !

૧૦૦ શબ્દોની વાત

તન્મય વોરા

તેમના ભાઈની અવસાનનોંધને બદલે ભુલથી પોતાનાં જ મૃત્યુની છપાયેલી એક અવસાનાંજલિ આલ્ફ્રેડ નોબૅલને વાંચવા મળી જેમાં તેમને ‘મોતના વેપારી’ તરીકે વર્ણવાયા હતા. ‘ડાયાનામાઈટ’ની શોધને કારણે અનેક નિર્દોષ લોકોનાં અપમૃત્યો થતાં હોવાથી તેમને એ રીતે વર્ણાવાયા હતા.

નોબેલને આ બાબતે વિચાર  કરતા કરી મુક્યા કે તેમનાં મૃત્યુ પછી તેઓ આ રીતે યાદ રહેવા માગે છે? તેમની યાદની છબિને હંમેશ માટે યાદગાર બનાવી રાખવા માટે પોતાની સંપત્તિનો ૯૪% હિસ્સો  માનવજાત માટે મહાનતમ યોગદાન કરનાર વ્યક્તિઓને પુરસ્કૃત કરવા માટે વસિયત કરી નાખી.

સારી વાત એ છે કે આપણા પછી આપણે કેમ યાદ કરાતા રહેવું ગમશે તે વિચારવા માટે આપણને બધાંને આવી આકસ્મિક સ્મૃતિસુચનાઓની જરૂર નથી.


તન્મય વોરાની ‘૧૦૦ શબ્દોની વાત’ના પ્રકાશિત થયેલા ૫૭ મણકા એક સાથે વાંચવા  માટે ‘૧૦૦ શબ્દોની વાત /In 100 Words‘પર ક્લિક કરો.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: tanmay.vora@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.