વાંઢાની વેદના

વ્યંગ્ય કવન

 

રક્ષા શુક્લ
 
વળગાડો રે કોઈ અમને તૂટી ફૂટી ડાળે.
કેમ રહીશું એકલપંથી એકવચનના માળે.
 
જન્મકુંડળી લઈ દોડતો ગામ, ગલી ‘ને ગલ્લે,
યોગ લગનનો ભારે ભારે, રોજે ચડતો ટલ્લે.
 
અંધારે સપનામાં રોજ કરીના મળવા આવે,
અજવાળે આંગળિયે દબંગ સલ્લુ સાથે લાવે.
 
કો’ક મૂછાળો લગને લગને રોજે ઘોડે ચડતો,
‘ને ઈશ્વર, હું વાંઢામંડળની યાદીમાં સડતો ?!
 
જળને બદલે કાશ પડે છોકરીઓના વરસાદો,
બનવા દ્યો ને બાપ, પછીથી બનવું મારે દાદો.
 
ગાંડા-ઘેલા સૌને સૌનું બૈરું લંચ જમાડે,
પેટોબાની પીડા પૂછે, ‘પરણે તું ક્યે દા’ડે’.
 
માઘવ, તારી અડખે-પડખે રુકમણી ‘ને રાધા,
મૈં સાલા, કયું ફિરતા પાગલ રહેકે આધા-આધા.


સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.