વિરહ ગીતો – छोड़ गए बालम

નિરંજન મહેતા

વિરહ કોઈનો પણ હોય – માતા-પુત્રનો, પિતા-પુત્રનો, ભાઈ-બહેનનો.પણ ફિલ્મોમાં આવા ગીતો મોટે ભાગે પ્રેમી-પ્રેમિકાનાં વિરહ પર રચાયા છે. આ લેખમાં તેમાંથી થોડાનો ઉલ્લેખ છે કારણ આવા ગીતોની સંખ્યા બહુ છે એટલે તે ચાર ભાગમાં આપવો પડે તેમ છે.

સૌ પ્રથમ બહુ જુના જમાનાની ૧૯૪૪ની ફિલ્મ ‘રતન’માં આવું વિરહગીત જોવા મળે છે.

मिल के बिछड़ गई अखिया
हाय रामा मिल के बिछड़ गई अखिया

પોતાને છોડીને કરણ દીવાનને જતા જોતી સ્વર્ણલતા પર આ વિરહગીત રચાયું છે. ગીતના ગાયિકા છે અમીરબાઈ કર્નાટકી. શબ્દો છે  ડી.એન.મધોકના અને સંગીત નૌશાદનું

૧૯૪૭ની ફિલ્મ ‘દો ભાઈ’ના ગીતમાં પ્રેમિકાના સ્વપ્નોને તૂટી જતા જે વિરહગીત મુકાયું છે તે છે

मेरा सुन्दर सपना बित गया
मै प्रेम में सब कुछ हार गई
बेदर्द ज़माना जित गया

કામિની કૌશલ આ વિરહગીતના કલાકાર છે અને તેના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના. સંગીત સચિન દેવ બર્મનનું. સુમધુર સ્વર છે ગીતા દત્તનો.

૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’નું ગીત છે

बिछड़े हुए परदेसी
इक बार तो आना तू
जब आँख मिलाई है
नज़रे न चुराना तू

છોડીને જતા રાજકપૂરને ઉદ્દેશીને નરગીસ આ વિરહગીત ગાય છે. ગીતના શબ્દો છે હસ્રરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. ગાયકો છે મુકેશ અને લતાજી.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

छोड़ गए बालम छोड़ गए बालम
मुजे हाय अकेला छोड गए
तोड़ गए बालम तोड़ गए बालम
मेरा प्यार भरा दिल तोड़ गए

રાજકપૂર અને નરગીસ એકબીજાની યાદમાં આ વિરહગીત દ્વારા પોતાની વ્યથા રજુ કરે છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. ફરી એકવાર મુકેશ અને લતાજીની જોડી ગાયક તરીકે.

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’માં પણ છોડીને ગયેલા રાજકપૂરને ઉદ્દેશીને આ ગીત અપાયું છે.

आजा ओ तड़पते है अरमान
अब रात गुजरनेवाली है

નરગીસ ઉપર રચાયેલ આ વિરહગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર છે લતાજીનો.

૧૯૫૧ની અન્ય ફિલ્મ ‘સઝા’માં એક બહુ કર્ણપ્રિય વિરહ ગીત છે

तुम न जाने किस जहा में खो गए
हम भरी दुनिया में तनहा हो गए

દેવઆનંદની યાદમાં પોતાની વ્યથા ઉજાગર કરતી નિમ્મી ઉપર આ ગીત રચાયું છે. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે સચિન દેવ બર્મને. દર્દભર્યો અવાજ છે લતાજીનો

૧૯૫૨ની ફિલ્મ ‘શીન શીના કી બુબલા બુ’નું ગીત છે

तुम क्या जानो तुम्हारी याद में
हम कितना रोये हम कितना रोये

આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હોવાથી આ ગીતનો વિડીઓ નથી પ્રાપ્ત. પણ જણાય છે કે તે સાધના બોઝ પર રચાયું છે. ગીતકાર છે પ્યારેલાલ સંતોષી અને સંગીતકાર સી. રામચંદ્ર. સુમધુર કંઠ લતાજીનો.

૧૯૫૨ની અન્ય ફિલ્મ ‘બૈજુબાવરા’નું બહુજ પ્રસિદ્ધ વિરહગીત છે

मोहे भूल गए सावरिया भूल गए सावरिया

आवन कहे गए अजहू न आये
लीनी न मोरी खबरिया

ભારત ભૂષણની યાદમાં મીનાકુમારી આ વિરહગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર લતાજીનો.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નું આ ગીત એક જુદા પ્રકારનું છે

आजा रे परदेसी
मै तो कब से खडी इस पार
ये अखियां थक गई पंथ निहार

કોઈની રાહ જોતી વૈજયંતિમાલા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે સલીલ ચોધરીનું. સ્વર છે લતાજીનો.

૧૯૫૮ની અન્ય ફિલ્મ ‘આખરી દાવ”નું ગીત છે

हमसफ़र साथ अपना छोड़ चले
रिश्ते नाते वो सारे तोड़ चले

ગીતના કલાકારો છે નુતન અને શેખર જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના. મદન મોહનનું સંગીત છે અને ગાયકો છે  આશા ભોસલે અને રફીસાહેબ.

૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’નું આ વિરહગીત દર્દભર્યું છે

तू छूपी है कहाँ
मै तड़पता यहाँ

મહિપાલ જેને સંધ્યાનું બીજું રૂપ જ નજરમાં આવે છે તે આ ગીત દ્વારા પોતાની વ્યથા રજુ કરી તેને શોધવાનો પ્રયાસ કરે છે.. ભરત વ્યાસનાં શબ્દોને સંગીત પ્રાપ્ત થયું છે સી. રામચંદ્ર પાસેથી અને તેના ગાયકો છે આશા ભોસલે અને મન્નાડે.

૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘દીદી’નું આ એક જુદા પ્રકારનું વિરહગીત છે.

तुम मुजे भूल भी जाओ
तो ये हक़ है तुम को
मेरी बात और है
मैंने तो मुहब्बत की है

શોભા ખોટે સુનીલ દત્તની યાદમાં આ ગીત ગાય છે અને તે જ રીતે સુનીલ દત્ત પણ. શબ્દો છે સાહિર લુધીઆનવીનાં અને સંગીત છે સુધા મલ્હોત્રાનું. સ્વર પણ તેમનો જ છે જેને સાથ આપ્યો છે મુકેશે.

૧૯૫૯ની એક વધુ ફિલ્મ ‘ સટટા બાઝાર’નું ગીત છે

तुम्हे याद होगा कभी हम मिले थे
मोहब्बत की राहो में मिल के चले थे
भुला दो मोहब्बत में हम तुम मिले थे
सपना ही समजो के मिल के चले थे

સામ સામેના ઘરમાં હોવા છતાં સુરેશ અને વિજય ચૌધરીનો મેળાપ નથી થતો એટલે આ ગીત દ્વારા બંને પોતાની વ્યથા રજુ કરે છે. શબ્દો ગુલશન બાવરાના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે હેમંતકુમાર અને લતાજીના.

હવે પછીના લેખમાં ૧૯૫૯ પછીના થોડા વધુ ગીતોનો આસ્વાદ માણશો.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “વિરહ ગીતો – छोड़ गए बालम

  1. વિરહ ગીતોનું સરસ સંક્લન અને રજુઆત. આ ગીત પણ વિરહનું .ફિલ્મ : અનાડી (1959) .” તેરા જાના દિલકે અરમનોકા લૂટજાના, કોઈ દેખે બનકે તકદીરોકા….. ” -લતા-શંકર -જયકિશન-શેલેન્દ્ર.
    “આ જારે પરદેશી ” ફિલ્મ :મધુમતી . એ અવશ્ય વિરહ છે પણ શોકમય વિરહનું નથી પણ આનંદમય આતુરતા દર્શાવે. મારા મતે.

Leave a Reply

Your email address will not be published.