ફિલસુફીભર્યા ફિલ્મી ગીતો – ૧ – जीवन के सफ़र में राही मिलते है बिछड़ जाने को

નિરંજન મહેતા

ફિલ્મીગીતોમાં એવા કેટલાય ગીતો છે જે એક સંદેશ આપે છે અને જીવનની ફિલસુફી પણ સમજાવે છે. આવા ગીતોને આવરી લેતી નવી લેખમાળા આ સાથે પ્રસ્તુત છે. અત્યાર સુધી આપ સર્વેએ એક વિષય પર રચાયેલ ગીતોનો મારા લેખો દ્વારા આનંદ માણ્યો છે તે તો ચાલુ જ રહેશે.

લેખની શરૂઆત મારા પ્રિય ગીત સાથે કરૂ છું. ૧૫ વર્ષની વયે સાંભળેલ ૧૯૫૫ની ફિલ્મ ‘મુનીમજી’નું આ ગીત હજી પણ સાંભળવાનું ગમે છે.

जीवन के सफ़र में राही मिलते है बिछड़ जाने को
और दे जाते है यादे तन्हाई में तडपाने को

ये रूप की दौलत वाले कब सुनते है दिल के नाले
तक़दीर न बस में डाले इन के किसी दीवाने को

जो उनकी नजर से खेले दु:ख पाए मुसीबत जेले
फिरते है ये सब अलबेले दिल ले के मुकर जाने को

दिल लेके दगा देते है एक रोग लगा देते है
हंस हंस के जला देते है ये हुस्न के परवाने को

ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. કારમાં તેની સાથે સફર કરતી નલિની જયવંતને ઉદ્દેશીને દેવઆનંદ પર રચાયેલ ગીતને સ્વર આપ્યો છે કિશોરકુમારે. સામાન્ય રીતે માન્યતા છે કે અલબેલી નારીઓ પુરુષોને પોતાની જાળમાં ફસાવીને છોડી દે છે. આવી નારીઓના સંદર્ભમાં આ ગીત રચાયું છે.

પ્રથમ કડીમાં કહેવાયું છે કે જીવનની આ સફરમાં કેટલાય એવા સંગાથી આવે છે જે પછી છોડીને જતા તો રહે છે પણ પછી જ્યારે તે એકલતા અનુભવે છે ત્યારે તેમની યાદે તે તડપ અનુભવે છો.

આગળ વધતા બીજી કડીમાં જણાવાયું છે કે આ રૂપની દોલતવાળા જેમને પોતાના રૂપનું અભિમાન છે તે ક્યાં તમારા  દિલની વાત સાંભળે છે? બસ એક જ આશા કે તે તેના કોઈ દિવાના પ્રેમીને ભાગ્યવશાત તેના પ્રેમમાં ન પાડે.

ત્રીજી કડીમાં કહ્યું છે કે જો કોઈ તેમની નજર સાથે રમે તો અંતે તેને દુઃખ અને મુસીબતનો સામનો કરવો પડે છે કારણ આ અલબેલી નારીઓ દિલ લઈને ફરી જવામાં જ માનતી હોય છે.

અંતિમ કડીમાં કહ્યું છે કે આવી નારીઓ દિલ લઈને દગો આપવામાં માને છે અને તેથી પ્રેમીને જે પ્રેમરોગ લાગુ પડે છે અને તે જોઇને તે લલના હસી હસીને તે પરવાનાને જલન આપે છે.

સનાતન સમયથી ચાલી આવતી લલનાઓ માટેની માન્યતાને આ ગીતમાં ઉજાગર કરી છે. આવી અભિવ્યક્તિ તે જ કરી શકે જે પ્રેમમાં નાસીપાસ થયો હોય અને તેથી પોતાની બધી વ્યથા તે આ રીતે ઠાલવી લે. જો કે આ વ્યથા ગીતમાં દર્દભર્યા સ્વરે નહીં પણ હસતા ગાતા કહેવાઈ છે.

પણ જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ આ ગીત માટે પણ કહી શકાય કારણ ફિલ્મમાં પ્રેમમાં નાસીપાસ નારીની આવી વ્યથા રજુ કરતુ આવું જ ગીત આવે છે જેના શબ્દો ઉપરના ગીતથી જુદા હોય તે સ્વાભાવિક છે.

जीवन के सफ़र में राही मिलते है बिछड़ जाने को
और दे जाता है यादे तन्हाई में तडपाने को

रो रो के इन्ही राहो में खोना पडा एक अपने को
हंस हंस के इन्ही राहो में अपनाया था बेगाने को

तुम अपनी नयी दुनियामे खो जाओ पराये बनकर
जी पाए तो हम जी लेंगे मरने की सजा पाने के

નારીની આવી વ્યથાને વાચા આપતા નલિની જયવંતના મુખે ઉપરનું ગીત રજુ થાય છે જેને સ્વર આપ્યો છે લતાજીએ.

ગીતમાં કહેવાયું છે કે એક સ્ત્રી જ્યારે પ્રેમની રાહ પર ચાલે છે અને હસીખુશી કોઈ અજાણ્યાને અપનાવે છે પણ જ્યારે તે વ્યક્તિને ગુમાવવી પડે છે ત્યારે તેને ભાગે રડવાનું જ આવે છે. તેમ છતાં તેના મુખે અશુભ વાત નથી નીકળતી પણ કહે છે તું હવે પરાયો થઇ ગયો અને તું તારી દુનિયામાં ખોવાઈ જા. હું તો જીવાય ત્યાં સુધી મરવાને વાંકે જીવી લઈશ.

આમ પુરુષ અને નારીની વ્યથા તો ઉજાગર થાય છે પણ જુદા શબ્દોમાં અને જુદા ભાવોમાં.

આશા છે લેખમાળાનો આ પ્રથમ લેખ વિષયને અનુરૂપ રહ્યો હશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ફિલસુફીભર્યા ફિલ્મી ગીતો – ૧ – जीवन के सफ़र में राही मिलते है बिछड़ जाने को

  1. ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી
    આગળ પણ સરસ આવા અર્થ પૂર્ણ ગીતો નો રસ પીવા મળશે એવી આશા

Leave a Reply

Your email address will not be published.