પક્ષીની ચાંચ જોઈને ખબર પડે કે તેનો ખોરાક શું છે!

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

કુદરત બહુ અજાયબીઓથી ભરેલું છે. દરેક જીવમાં જુદા પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે . દરેક જીવના અંગનો આકાર અને રચના ચોક્કસ કારણોથી કુદરતે બનાવેલી હોય છે અને તેમાં અચંબો પમાડે તેવી રચના અને વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં ૧૮,000 કરતા વધારે જાતના પક્ષી છે. કેટલાક પક્ષીના અપવાદ સિવાય દરેક પક્ષીની ચાંચના આકાર ઉપરથી નક્કી થાય છે કે તે પક્ષી કયા સમૂહ/ જૂથનું પક્ષી છે અને તેનો ખોરાક કયા પ્રકારનો હોય છે.

પક્ષીની ચાંચ એક પ્રકારના કેરોટિનમાંથી બનેલી હોય છે. કેરાટિન પ્રોટીનનો એક પ્રકાર છે અને તેને સમજવા માટે માણસના નખ જુવો જે કેરાટિનમાંથી બનેલા હોય છે. ચાંચ વજનમાં હલકી હોય છે અને ઉપરની ચાંચ અને નીચેની ચાંચમાં મોટાભાગના પક્ષીમાં ફક્ત નીચેની ચાંચ ઉપર નીચે થાય છે જ્યારે કેટલાક પોપટ જેવા પક્ષીના અપવાદ સિવાય મોટાભાગના પક્ષીનો ઉપરનો ભાગ ઉપર નીચો થતો નથી જે પક્ષીને બારીકાઈથી ખોરાક લેતા જુવો તો ધ્યાન પડે. પોપટ જેવા પક્ષી ખોરાકને વધારે સારી રીતે પકડી શકે છે. માણસને જડબા હોય અને દાંત હોય જેનું વજન ઘણું વધારે હોય છે. પક્ષી માટે કુદરતે અજાયબ રચના કરી છે. માણસની જેમ પક્ષીને જડબા અને દાંત હોય તો પક્ષીનું વજન ઘણું વધી જાય અને તે કારણે પક્ષીને જડબા નથી હોતા પરંતુ તેમના ખોરાકને અનુરૂપ ચાંચ હોય છે. પક્ષીને હાથ નથી હોતા માટે ચાંચની મદદથી ખોરાક લઇ મોમાં મૂકી શકે છે.

ચાંચના વિવિધ ઉપયોગ હોય છે. પક્ષી પોતાના પીંછા સાફ કરવા માટે ચાંચનો  ઉપયોગ કરે છે. ચાંચની મદદથી પક્ષી માળો ગૂંથે છે, માળા માટે વિવિધ કાચી સામગ્રી, ત્યારબાદ તેની ગોઠવણી અને ગૂંથણી કરવાનું કામ ચાંચ કરે છે. બચ્ચાના જન્મ પછી, બચ્ચા માટે ખોરાક લાવવો, માલાની સફાઈ કરવી તેમજ બીજા પક્ષી સામે બચ્ચાનું રક્ષણ કરવામાં પક્ષી પોતાની ચાંચનો ઉપયોગ કરે છે. લક્કડખોદ/ woodpeckers જેવા પક્ષી ચાંચની મદદથી ઝાડના થડમાં બાકોરું કરી માળો બનાવે છે અને ઘણી વખત ચાંચનો ઉપયોગ ખોરાકને તોડવા માટે પક્ષી કરે છે. ગળામાંથી દરેક પ્રકારનો અવાજ કાઢવા માટે છેવટે ચાંચ વાતે મોં ખોલી પક્ષી અવાજ બહાર કાઢે છે જેમાં ચાંચ અગત્યનો ભાગ ભજવે છે. ખોરાક પ્રમાણે તેમની ચાંચની રચના હોય છે અને ચાંચ જોઈને તેના ખોરાકને સમજી શકાય છે.

      ૧)  અનાજભક્ષી/ Grain Eating,* અનાજના બીજ ખાતા પક્ષીઓને મુખ્યત્વે ટૂંકી, સખત અને છેડે શંકુ /Conical/ Cracker આકારની ચાંચ હોય છે. આવા પક્ષીમાં મુખ્યત્વે ચકલી/ સ્પેરો, મુનિયા/ સિલ્વરબીલ્સ, તેતર/ મોટી લાવરી/ Common Quail, કબૂતર,મોર પક્ષી સમાવિષ્ટ થાય છે. સામાન્ય રીતે આવા પક્ષી અનાજના દાણા ખાય છે અને ચાંચની મદદથી દાણાનો ભૂકો કરી શકે છે. તેઓ ખેતીના ઉભા પાકમાં બેસેલી જીવાત ખાઈ જાય છે અને ખાસ કરીને પોતાના બચ્ચા જયારે માળામાં નાના હોય અને તેમનું શરીર બંધાય તેના માટે ઈયળ વગેરે લાવીને ખવડાવે છે જેમાંથી તેમને પ્રોટીન વગેરે મળી રહે.

      ૨) શંકુકાર  ફળભક્ષી/Coniferous Grain Eating* ની શૃંખલામાં કંસારો/ Copper Smith Barbet આ પ્રકારના પક્ષીઓના વર્ગમાં તેમની ચાંચ શંકુ આકારની હોય છે જેમાં છેવાડે સાડા બીજ ખાનાર પક્ષી કરતાં થોડી જુદી હોય છે, શંકુ આકારની ચાંચમાં છેવાડે થોડોક નીચે તરફ ગોળાઇમાં વળાંક હોય છે. તેમાં લક્કડખોદ – Woodpecker / દૈયડ – Magpie  Robbins અને Finch / ચકલીના કુળના ગાતા પક્ષીનો સમાવેશ થાય છે.

       ૩) વિવિધભક્ષી/Generalist* વિવિધતા સભર એક કરતાં વધારે પ્રકારના પક્ષીની ચાંચની જેમ વિવિધ પ્રકારના ખોરાક ખાઈ શકે તે પક્ષીઓ ની ગણના જનરાલિસ્ટ તરીકે થાય છે. કાગડો/Crow આ પ્રકારના પક્ષીમાં ગણાય છે અને તેમનો ખોરાક પણ વિવિધ પ્રકારનો હોય છે. તે ગીધ અને સમડીની જેમ માંસ/ મીટ  પણ ખાઈ શકે અને છીછરા પાણીમાંથી માછલી પણ પકડી લે, વધારાના ફેંકી દીધેલા રાંધેલા શાકભાજી પણ ખાઈ લે ને ક્યારેક બીજા પક્ષીના દાણા તેમજ ફળ પણ ખાઈ લે. તેમનાથી સુકામેવાના અખરોટ/ નટ  જેવા કડક તૂટે નહીં તો ચાંચથી પકડી, ઊંચેથી પછાડી જમીન ઉપર નાખી તેની ઉપરથી મોટર ચાલે ને ફળ તૂટે તેટલે જ્યાફત ઉડાવી લે.

       ૪) મૃતદેહ સફાઈભક્ષી/Scavenging /કરોડઅસ્થિધારી/ Vertebrate* વાળા જીવ જેવાકે બાજ/ falcon પક્ષી, ગીધ/Vulture , પોપટ, ચિલોત્રો/ Hornbills, સમડી/ ઇગલ, કૂકડો, ઓસ્ટ્રિચ, પેંગ્વિન કે જેઓને હાડકાવાળી કરોડઅસ્થિધારી/ cranium of vertebrate birds પક્ષીઓનું મસ્તક જેવી શરીરની રચના હોય છે. કરોડઅસ્થિધારી પક્ષીઓનું મસ્તક તેઓને માથાની ખોપડીમાં મગજ સમાયેલું હોય છે. આવા પક્ષીની ચાંચની ખાસિયત હોય છે કે તેમની ચાંચનો ઉપરનો ભાગ નીચેની ચાંચ તરફ હૂકની જેમ વળેલો હોય છે અને તેઓ ખાસ કરીને માફક આવે તેવી વનસ્પતિ, કરોડરજ્જુ વગરના અને કરોડઅસ્થિધારી એક બીજા જીવને ખાતા હોય છે. આવા માંસવાળા ખોરાકને ચીરવા/ કાપવા માટે તેમને આ પ્રકારની ચાંચ ઉપયોગમાં લે છે.

        5) મધુભક્ષી/નેક્ટર ફીડિંગ પક્ષી* મધુરસ/ Nectar જેનો ખોરાક છે તે પક્ષીઓની ચાંચ દેખાવડી હોય છે. ઇંગ્લીશમાં તેને નેક્ટર ફીડિંગ પક્ષી કહે છે. ચાંચના છેવાડાના ભાગે ઘાટીલો વળાંક હોય છે અને તે વણાંકવાળો ભાગ ફૂલના મધુરસ પીવા માટે ભૂંગળી જેવા ફૂલની છેક અનાદર સુધી જઈ શકે છે. તેઓની ખાસિયત છે કે મધુરસ પીવાથી ફૂલને નુકશાન નથી કરતાં. મધુરસ પીવાના સમયે તેઓ ફૂલની અંદર રહેલી નાની નાની જીવાતને પણ ખાઈ લે છે. ચાંચથી આ ખોરાક ખાવાની પ્રક્રિયા દરમ્યાન તેમની પાંખમાં પરાગ/ પુષ્પરાગ/ Pollen  ચોંટી જાય છે અને ત્યારબાદ પક્ષી બીજા છોડના ફૂલ ઉપર મધુરસ પીવા જાય ત્યારે તેને ચોંટેલું પરાગ બીજા ફૂલમાં પડતાં તેમાં પરાગવહન થઇ પુંકેસર અને સ્ત્રીકેસરનું ફલીકરણ થાય છે. આ  કુદરતની અદભુત રચના છે જેને કારણે એક સાથે એક કરતાં વધારે રીતે એક જીવ બીજા જીવને મદદરૂપ થઇ શકે છે.

         ૫) ફળભક્ષી/ Fruit Eating /Frugivorous birds* આ શ્રેણીમાં બહુ જાણીતા પોપટ – Parrot , પીળક – Golden Oriole અને ચિલોત્રો – હોર્નબીલસ જેવા આકર્ષક પક્ષીનો સમાવેશ થાય છે. તેમનો પ્રિયા ખોરાક ફળ છે અને માટે તેઓ ફળભક્ષી પક્ષી તરીકે ઓળખાય છે તેમજ તેમની ચાંચનો વિશિષ્ટ આકાર હોવાના કારણે તેઓની ચાંચ બીજા સામાન્ય પક્ષી કરતાં જુદા પડે છે.

         ૬) ફરસી/ Chiseling* પક્ષી જેની શ્રેણીમાં વિષિત રીતે ઉપયોગ ધારદાર ચાંચવાળા પક્ષીનો સમાવેશ થાય છે. આમાં સામાન્ય રીતે જાણીતું પક્ષી લક્કડખોદ નો સમાવેશ થાય છે. તેની ચાંચ, કરોડરજ્જુ, મગજ વગેરે ખુબજ બારીકાઈથી રચાયેલા હોય છે. તેઓ ફળ ખાય છે અને આવી વિશિષ્ટ રચનાની મજબૂત ચાંચના લીધે થડનું લાકડું ખોળે ત્યારે તેમાંથી જીવજંતુ ખાઈ જાય છે. તેઓ થડની છાલ પણ ચાંચથી ઉખાડી નાખીને છાલની નીચે જે જીવડા હોય તેને ખાઈ લે છે.

         ૭) પાણીમાં ડૂબકી મારીને ખોરાક ઝડપતા પક્ષી/ Dip netting* છીછરા પાણીમાં થોડે નીચેના ભાગમાં વસતા જીવ ઉપર નભતા પક્ષીની શૃંખલામાં ગુલાબી પેણ – પેલિકન પક્ષી આવે છે. તેમની ચાંચમાં નીચેના ભાગમાં ગોળ વળાંક હોય તેવો ભાગ હોય છે જેની ઉપર ચાંચનો સપાટ ભાગ હોય છે જેને પાણીની અંદર ચાંચને ઊંડે સુધી ડુબાડી પાણીમાંથી તેઓ ખોરાક પકડી શકે છે અને તેના નીચેના ભાગમાં તે ખોરાક પકડાઈ રહે છે.

        ૮) જળહળ/ Surface Skimming birds* જાતના પક્ષીઓ પાણી ઉપરની સપાટી ઉપરથી પોતાનો ખોરાક પાણીમાંથી ખાઈ લે છે. તેઓની આંખ અને મગજના સમન્વયની મદદથી પાણીમાં તરતા જીવને મુખ્યત્વે પોતાની ચાંચની મદદથી તીવ્રતાથી ઉઠાવી લે છે. આ પ્રકારની ચાંચ વાળા પક્ષી એટલે જળહળ/ Skimmer હોય છે જે સ્વાભાવિક રીતે પાણી આસપાસ વસતા પક્ષી છે જેઓ પાણી ઉપરના ભાગમાં વસતા માછલી જેવા જીવ ખોરાકમાં ખાય છે. ઘાંસ, હાલતા ઘાંસ ,ઉભા પાક વગેરેમાંથી ઉપરની સપાટી ખોદીખોદીને નીચેથી જીવડા ખાઈ લે છે.

        ૯) જળજભક્ષી/ જાળીદાર/Filter feeding* આ ચાંચની એક વિશિષ્ટ રચનાવાળા અજાયબ લાગે તેવા પક્ષી છે. તેમની ચાંચમાં એક આગવું ગળણું/ filter feeder જેવી રચના હોય છે. પાણીમાં ચાંચ ડુબાડીને માછલી વગેરે ખોરાક ચાંચમાં લઇ લે તો તેની સાથે મોટેભાગે માટી કે વનસ્પતિ પણ આવી જાય તે સામાન્ય વાત છે. તેવા સમયે તેમની ચાંચના વાળમાંથી આવા બિનજરૂરી તત્વો ગળાઈને/ ફિલ્ટર થઈને નીકળી જાય છે અને ફક્ત ખોરાક કાઢી લે છે. સુરખાબ/ Flamingo, કેટલીક જાતના હંસ/ Swan અને કેટલીક જાતના બતક/Ducks જેવા પાણીમાંથી ખોરાક મેળવતા પક્ષીઓનો સમાવેશ થાય છે.

      ૧૦) આકાશીય મત્સ્ય ભક્ષી/Aerial Fishing Birds* તારોડિયું/ Wire Tailed Swallows/ કલકલિયો/King Fishers જેવા પક્ષી આ શ્રેણીમાં આવે છે. ખુબ ઝડપથી પાણીની ઉપર અને પાણીની નજીક ઉડે છે અને ત્યાં નજીકમાં ઉડતા જીવડાંનો હવાનાથી શિકાર કરી લે છે.

              કુદરતે અસંખ્ય અજાયબ રચનાઓ રચેલી છે જેના વિષે વિચારતાજ રહો. એક જીવમાં કશુંક જુદું દેખાય તો તેનો કોઈક ચોક્કસ હેતુ હશે તે અચરજ પમાડે છે.

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “પક્ષીની ચાંચ જોઈને ખબર પડે કે તેનો ખોરાક શું છે!

  1. સુંદર માહિતી પૂર્ણ લેખ બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.