કવિતા-અને-આસ્વાદ : ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

ભોમિયા વિના 

– ઉમાશંકર જોશી


ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કો’ક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઉભીને એકલો
પડઘા ઊર-બોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારાફેલાયા આભમાં
એકલો એટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
                 

 રસદર્શનઃ

‘ગ્રામ્ય સંસ્કૃતિની ગરિમા’

                  – અજિત મકવાણા – કવિઆસ્વાદક, પ્રુફ રીડર-ગાંધીનગર

ઉમાશંકર જોષીનું મૂળ વતન ઈશાનિયો દેશ – ઈડર પંથક. નાનકડું અંતરિયાળ આદિવાસી વિસ્તારનું બામણા ગામ. પ્રકૃતિથી રસ્યું-લચ્યુંરસભર-સભર. પ્રકૃતિએ એની સોળે કળાએ શણગાર સજીને અહતહ સર્વત્ર સૌંદર્ય વેર્યું છે એવા પ્રદેશમાં કવિનો જન્મ ને ઊછેર ને સંસ્કાર-સચન થયાં. પછીનાં વરસોમાં અભ્યાસ અને વ્યવસાય અર્થે ગ્રામપ્રદેશ છૂટી ગયો. પ્રકૃતિથી છૂટા પડ્યાનો વસવસો કવિજીવને કરફોલી ખાય છે. જીવ ચૂંથાય છે નગરસંસ્કૃતિમાં. મન વળી વળીને પેલી ડુંગરની ધારેકોતરોની ગહન ગહરાઇમાંવૃક્ષો-વનરાજિમાં અટવાયા-ભટકાયારમ્યા-ભમ્યા કરે છે પરંતુ પરિસ્થિતિ કહો કે નિયતિ કંઈક જુદી છેએટલે જીવંત સંપર્ક થતો-રહેતો નથી. એનો વસવસોએ હૃદયવ્યથા અને પ્રકૃતિ સાથે તદાકાર થવાની રમ્ય-અદમ્ય ઇચ્છાની કથા આ કાવ્યરૂપે પ્રકટ થઇ છે. કવિના જીવનની વાસ્તવિક અનુભૂતિ આ કાવ્યમાં ઝિલાઇ છે. કદાચ એટલે જકાવ્યમાં વપરાયેલા શબ્દોમાં સેળભેળ થઇ ગઈ છે. કવિની પોતીકી અનુભૂતિ છે એટલે હોવું તો એમ જોઈતું હતું કે આખેઆખું કાવ્ય પ્રાદેશિક બોલીમાં પ્રકટે. પરંતુ બન્યું એવું કે બોલચાલની ભાષા અને માન્યભાષા બંનેનો સમન્વય રચાયો. જુઓઆ શબ્દોઃ

જોવી’તીભમવા’તાલ્હોવીસરવરિયાકો’કપડઘાએકલોઅટૂલોડુંગરિયાભોમિયાઆંખડી

તો માન્ય ગુજરાતીના શબ્દોઃ કુંજકોતરોઊરબોલઝૂલંતવગેરે.

પ્રહલાદ પારેખનું એક કાવ્ય આ મતલબનું છેઃ ‘હે જી મારા નાનપણા ગામમારા બાળપણાના ધામ’. બાળપણું વીત્યું હોય એ ગામ ધામ જેવું હોયપવિત્ર. એની સ્મૃતિ સતત ને મીઠા સળવળાટ જેવી હોય છે. કંઈકેટલાં સ્પંદનોસંવેદનો એ વયે ઝીલાયાં હોય છે.

નગરસંસ્કૃતિ વિરુદ્ધ ગ્રામ્ય સંસ્કૃતિયાંત્રિકતા અને નગરજીવન વિરુદ્ધ કુદરતએનું સૌંદર્ય – એ બે વચ્ચેનો વિરોધાભાસ જેણે અનુભવ્યો-માણ્યો હોય એની ઇચ્છા કેવી હેાઇ શકે એનું અહીં આ કાવ્યમાં નિરૂપણ છે. કવિએ વતન છોડ્યું છેબલકે છૂટી ગયું છે. પરિણામે પ્રકૃતિ સાથેનો નાતો તૂટ્યો છે. એનો વલોપાત છેવેદના છે. એટલે કહે છેઃ

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી

ભોમિયો એટલે સ્થળનો અદ્દલ જાણકાર. પ્રત્યેક ગલી-કૂંચીની જેને જાણ હોય તે. કવિની ઇચ્છા હતી કેએવા જાણકાર વગર ડુંગરા જોવાજંગલની દરેકેદરેક કુંજ જોવી. એેમાં વિહાર કરવો. ભલે ખોવાઇ જવાયગુમ થઇ જવાય. એનીય એક મજા છે. બાળપણનો એ સમયજયારે બાળક પાસે માત્ર ને માત્ર સમય હોય છે ને હોય છે દોડવા માટેના બે પગરમવા માટે બે હાથજોવા માટે બે આંખએ આંખોમાં વિસ્મયનો અગાધ દરિયો. અને એ જયાં જયાં વિસ્મય જુએત્યાં ત્યાં એનાં ચરણ દોડી પડેઅનાયાસ. હાથ લંબાઈ જાય સ્પર્શવા. પણ કવિને એવો સમય ઓછો મળ્યો અથવા પડ્યો છે. એમણે એમની એક કવિતામાં ગાયું પણ છેઃ ‘ફૂલોની સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’. કવિને ડુંગરા જોવાની સાથે,

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

પ્રથમ ચાર પંકિતમાં જ જોવી’તીનું અનુરણન કર્ણપ્રિય લય ઉભો કરે છે. જોવી’તીની સાથે લ્હોવી હતીનો પ્રાસ પણ આહ્લાદ જન્માવે છે. કવિને માત્ર ડુંગરજંગલકોતરકંદરાઝરણાં જોવાં છે એટલું જ નહિરોતાં ઝરણાંની આંખ લ્હોવી છે. કવિને ઝરણાં રડતાં દેખાય છે. કારણએણેય વિયોગ વેઠ્યો છે. પહાડ છોડીકોતરો છોડી,જંગલ છોડી એણે નદીમાં ભળવુંખળભળવું પડે છે ને અંતે જતાં સમુદ્રમાં વિલીન થવું પડે છે. આ માર્ગે જતાં પર્વતો-વૃક્ષો-વનરાજિનો ક્ષણેક થયેલો સ્પર્શકવિ જેવા સહૃદય માનવોનો સહવાસ – એ બધાંનો વિયોગ હોય એટલે ઝરણાંય કવિને રોતાં લાગ્યાં છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ તો પણ દૃષ્ટિ એવી સૃષ્ટિ વિધાન આ નિમિત્તે સાચું પડે છે. કવિહૃદય રડે છે એટલે એમને ઝરણાં પણ રડતાં જ દેખાય (સમસ્થિતિ) એવો તર્ક કરી શકાય.

ઉમાશંકર જોષીની રચનાઓમાં સાદૃશ્યમૂલક વર્ણનો જોવા મળે છે. આ કાવ્ય પણ એનું ઊદાહરણ છે. કવિની સાથે ભાવકની આંખ સામે પણ એક દૃશ્ય રચાય છે. એમાં ડુંગર છેકોતર છેજંગલ ને કુંજ છેનરી વનરાજી છેઝરણું છે ને પાછું સરોવર પણ છે. એમાં હંસ પણ છેતો કોકિલાય કેમ ન હોય વળી ! કવિ ગાય છે,

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી.
ડાળે ઝૂલંત કો’ક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

સરોવરની પાળ સોનેરી છે. સવારના સૂરજનો કૂણો કૂણો તડકો પડે છે (સાંજ હોત તો ભૂખરો હોત) એથી એ પાળ સોનેરી ઝાંયથી ઝળહળી ઉઠી છે. પ્રકૃતિની ગોદમાં રહેનાર માણસ પાસે નગરજીવનની યાંત્રિકતા ન હોયસમયની કશી પાબંધીય ન હોયએની પાસે પ્રકૃતિને નજીકથીજીવંતતાથી માણવાનો ભરપૂર સમય હોય છેજે કવિ પાસે નહોતો અથવા એ ક્ષણો ચૂકી જવાઇ હતીએટલે કવિ કહે છેઃ ‘હંસોની હાર મારે ગણવી હતી’. વળીકવિની વેદનાને કવિએ જ ‘કોકિલા’ સાથે સરખાવી છે. કોકિલા જાતે પોતાનો માળો ખાલી કરે છેપોતાનાં ઇંડાં કાગડાના માળામાં મૂકી દઈનેએમ કવિએ પણ જાતે જ પ્રકૃતિ સાથેનો અનુબંધ તોડ્યો છેતૂટ્યો છેએટલે એની સાથેકોકિલાના માળા સાથે, ‘અંતરની વેદના’ વણવાની ઇચ્છા વ્યકત કરે છે.

આવી આવી ઇચ્છાઓથી ભર્યાભાદર્યા કવિ નગરમાં વસે-શ્વસે છે. એમનું આકાશ સાવ કોરું ધાકોર છે. ત્યાં પંખીઓનું ગાન નથીનથી એની પાંખોનો ફફડાટ. ત્યાં વૃક્ષોને સ્પર્શીને આવતો મંદ સુગંધિત સમીર નથી. નગરમાં તો મિલોનાં ભૂંગળાંની ને વાહનોની ચિત્કાર સમી ચીસો – આકાશમાં ધૂળ-ધુમાડો – હવામાં ગંદી ચાલોવાહનોની ભીની ભેજલ દુર્ગંધ અનુભવાય છે. એથી ત્રસ્ત થયેલા કવિ ખુલ્લા આકાશ નીચેથી પોતાના આંતરનાદને ઝીલવાનોઓળખવાનોપામવાનો પ્રયાસ કરે છે. એમનો આ યત્ન બોદો પુરવાર થયો છે એ તો એમણે પ્રગટ કરેલી ઇચ્છાઓમાંથી જ ફલિભૂત છે. કવિની આંતરવેદના જુઓઃ એમાં રહેલું ધોર-ગંભીર આક્રંદ સાંભળવા જેવું છેઃ

એકલા આકાશ તળે ઉભીને એકલો
પડઘા ઊરબોલના ઝીલવા ગયો

તો શું થયું?

વેરાયા બોલ મારાફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

સામો કશો પ્રત્યુત્તર નથી મળતોકશો પડઘો નથી પડતોકશો હોંકારો નથી મળતોએટલે કવિ ઝાંખો પડે છે. એકલાએકલોએકલો અટૂલોની આવલિ અહ કર્ણપ્રિય બનવા સાથે હૃદયના ઊંડાણમાંથી ભકારનો પડઘો પાડે છે. એ પછીનીકાવ્યના અંત તરફની પંકિતઓમાં નિશ્ચયનો ભાવ આશાવાદ રૂપે પ્રકટ્યો છેઃ

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી,
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

કાવ્યની શરૂઆતની પંકિતઓ અને આ પંકિતઓમાં થોડી સમાનતા જોવા મળે છેવિરોધ તો છે જ. ભાવ પણ જળવાઇ રહે છે. કાવ્યની શરૂઆતમાં આવતો ‘ભોમિયા વિના’ અને કાવ્યાંતે આવતો ‘ભોમિયા ભૂલે’ વચ્ચેનો વિરોધભાવ-ભેદ માણવાયોગ્ય છે. વાહ કવિ વાહ! બોલી જવાય.

તો,‘રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’ સાથે ‘અંતરની આંખડી લ્હોવી જરી.’નું અનુસંધાનપ્રાસ મળી રહે છે. તર્ક પણ સાચો પડતો જણાય છે. પ્રકૃતિથી છૂટા પડી ગયેલા વ્યકિતની આંખ પ્રકૃતિનાં દર્શને જ ઠરે… ત્યાં સુધી તો શ્રાવણનાં સરેવડાં. કવિનું આંતરમન પણ વિયોગનાંવિચ્છેદનાં આંસુ સારે છે. એટલે ફરી પાછા પ્રકૃતિની ગોદમાં જઈને અંતરમાં ઉમટતી વેદનાને શાંત કરવી છેરડતી આંખોને લૂછી લેવી છે.

ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ વર્ણનનાંગ્રામ્ય સંસ્કૃતિનાંવતન વિચ્છેદની વેદનાનાં ઘણાં કાવ્ય અનેક કવિઓની કલમે આલેખાયાં છે. તરત જ સ્મરણે ચડતું પ્રહ્લાદ પારેખનું આ પ્રકૃતિગાન માણવા જેવું છેઃ

ભીની માટીની ગંધ આવે યાદ રે,
હાલો ભેરુ ગામડે રે…’


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની  કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.