કાવ્યાનુવાદ – In Dream : સ્વપ્નમાં..

મૂળ રશિયન કવિ આન્ના આખ્માતોવાની કવિતાઃ

આન્ના આખ્માતોવાનો જન્મ ૧૮૮૯માં રશિયાના બોલ્શોય ફોંટન, ઓડેસ્સાના બ્લેક સી પોર્ટના રીસોર્ટમાં થયો હતો. ૧૧ વર્ષની ઉંમરે તેમણે કવિતા લખવાનું શરૂ કર્યું હતું. તેમણે ઘણાં કાવ્યસંગ્રહો લખ્યાં અને પુરસ્કૃત પણ થયાં હતાં. ૧૯૬૬માં તેમના મૃત્યુ પછી પણ ૨૦૦૯ સુધી તેમના કાવ્યો પસંદગી પામતાં રહ્યાં અને ઘણી આવૃત્તિઓ બહાર પડતી રહી હતી.

મૂળ કવિતાઃ

In Dream

Black and enduring separation
I share equally with you.
Why weep? Give me your hand,
Promise me you will come again.
You and I are like high
Mountains and we can’t move closer.
Just send me word
At midnight sometime through the stars.

–Anna Akhmatova

અનુવાદઃ 

 
સ્વપ્નમાં..
કાળી, કાયમની જુદાઈ

તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
તું અને હું આ પૃથ્વી પર કદી નહીં મળીએ.
મધરાતે જો તું મોકલી શકે તો મોકલ
તારાઓ મારફત શુભેચ્છા.

 

અનુવાદઃ કવિ શ્રી સુરેશ દલાલ


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.