નિરંજન મહેતા
૧૯૬૩ની ફિલ્મ ‘હરિશ્ચન્દ્ર તારામતી’નું આ ગીત બહુ અર્થપૂર્ણ છે
जगतभर की रोशनी के लिए
करोडो की जिन्दगी के लिए
सूरज रे जलते रहेना
આ ટાઈટલ ગીત પાર્શ્વગીત છે જેનાં શબ્દો છે કવિ પ્રદીપના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે હેમંતકુમારનો.
૧૯૬૪ની ફિલ્મ ‘ચા ચા ચા’નું આ ગીત એક સ્વપ્ન ગીત છે.
एक चमेली के मंडवे तले
मैकदे से ज़रा दूर उस मोड़ पर
दो बदन प्यार की आग में जल गए
ગીતમાં કલાકારો છે હેલન અને ચંદ્રશેખર. મકદુમ મોહિઉદ્દીનના શબ્દોને સંગીત આપ્યું છે ઇકબાલ કુરેશીએ. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘જીદ્દી’નું આ ગાત એક હાસ્યગીત છે.
दुनिया बनानेवाले सुन ले मेरी कहानी
रोये मेरी मोहब्बत तडपे मेरी जवानी
प्यार की आग में तन बदन जल गया
जाने फिर क्यों जलती है दुनिया
કલાકાર છે મહેમુદ જેને સ્વર આપ્યો છે મન્નાડેએ. હસરત જયપુરીના શબ્દો અને સચિન દેવ બર્મનનું સંગીત.
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ સદાબહાર ગીત જોઈએ.
गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल
અંતરામાં શબ્દો છે
जलने वाले चाहे जल जल कर मरेगे
ગીતના કલાકારો છે દેવઆનંદ અને વહીદા રહેમાન જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. કિશોરકુમાર અને લતાજીના સ્વર.
૧૯૬૬ની ફિલ્મ ‘મમતા’ના પાર્શ્વગીતમાં પ્રણયના ભાવ દર્શાવાયા છે.
छुपा लो यु दिल में प्यार ऐसा
છેલ્લા અંતરામાં શબ્દો છે
फिर आग बिरहा की मत लगाना
की जलके मै राख हो चुकी हूँ
ગીત અશોકકુમાર અને સુચિત્રા સેન પર રચાયું છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રોશન. ગાયક કલાકારો હેમંતકુમાર અને લતાજી.
૧૯૬૮ની ફિલ્મ ‘આંખે’નું આ ગીત એક કટાક્ષમય ગીત છે.
गैरो पे करम अपनो पे सितम
અંતરામાં શબ્દો છે
हम चाहनेवाले है तेरे
यूं हम को जलाना ठीक नहीं
માલા સિંહા આ ગીત ધર્મેન્દ્રને ઉદ્દેશીને એક પાર્ટીમાં ગાય છે. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનું સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૬૮ની અન્ય ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું ગીત એક મનોવ્યથા દર્શાવે છે.
हमने अपना सब कुछ खोया
અંતિમ અંતરામાં શબ્દો છે
बैठ गए हम गम की चिता पर
जिन्दा जल जानेको
મનીષ પર રચાયેલ આ ગીતના શબ્દો છે ઇન્દીવારના જેને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે. ગાયક છે મુકેશ.
૧૯૬૯ની ફિલ્મ ‘આયા સાવન ઝૂમકે’નું આ ગીત કટાક્ષમય પાર્ટી ગીત છે.
ये शमा तो जली रौशनी के लिए
इस शमा से आग लग जाए तो
આશા પારેખને ઉદ્દેશીને ધર્મેન્દ્ર આ ગીત સંભળાવે છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. રફીસાહેબનો સ્વર.
૧૯૬૯ની અન્ય ફિલ્મ ‘ધરતી કહે પુકાર કે’નું આ ગીત પણ મનોવ્યથા દર્શાવે છે.
दिए जलाये प्यार के चलो इसी खुशी में
बरस बिता के आई है ये शाम जिन्दगी में
આ પાર્ટી ગીત છે જેમાં નિવેદિતા સંજીવકુમારને સંબોધીને આ ગીત ગાય છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૭૦ની ફિલ્મ ‘દર્પણ’નાં ગીતમાં સમાજ તરફ કટાક્ષ દર્શાવાયો છે.
अरे जल गई जल गई जल गई दुनिया जल गई
જગદીપ અને સોનિયા સહાની આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. યુગલ ગીત ગાનાર છે આશા ભોસલે અને કિશોરકુમાર .
૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નુ આ ગીત પાર્ટીમાં ગવાતું ગીત છે જે પ્રેમને ગાંડપણના રૂપમાં દર્શાવાયું છે.
प्यार दीवाना होता है मस्ताना होता है
પહેલા અંતરામાં શબ્દો છે
शमा कहे परवाने से परे चला जा
मेरी तरह जल जाएगा यहाँ नहीं आ
રાજેશ ખન્ના પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. આર.ડી.બર્મનનું સંગીત અને કિશોરકુમારનો સ્વર.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘જોહર મહેમુદ ઇન હોંગકોંગ’નું આ ગીત પણ સમાજ ઉપર એક કટાક્ષના રૂપમાં ગવાયું છે.
जलती है दुनिया जलती रहे
सौ सौ रंग बदलती रहे
આઈ. એસ. જોહર અને સોનિયા સાહની પર રચાયેલ આ ગીતના રચયિતા છે કમર જલાલાબાદી, કલ્યાણજી આણંદજીનું સંગીત અને મુકેશ તથા ઉષા ખન્ના ગાયકો.
૧૯૭૩ની ફિલ્મ ‘નમકહરામ’ના આ ગીતમાં પણ શાયરની વ્યથા દર્શાવાઈ છે.
दिए जलते है फुल खिलते है
बड़ी मुश्किल से मगर
दुनिया में दोस्त मिलते है
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન કલાકારો છે. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર છે કિશોરકુમારનો.
હવે પછીના લેખમાં ૧૯૭૫થી આગળના ગીતોને આવરી લેવાશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
જલન – જલાના પર સંશોધન કરી વિસરાતા ગીતોને આપવા બદલ આભાર શ્રી મહેતા સાહેબ.
આ વિષય પર આ પોસ્ટ પર વિસ્તૃતીકરણ પણ લાગ્યું .સૂરજની રોશની સાથે માનવ જીવનનો સબન્ધ સૂરજ અંધારને દુર કરી ઉજાસ ફેલાવે તેમ
દિપક પણ. જે ત્રાદૃશ છે જયારે દિલનું જલન મનો સ્થિતિ, છેડ છાડ, વગેરે વગેરે
એક ગીત મને યાદ આવે છે જે કિશોર કુમારે દર્દ ભર્યા સ્વરમાં ફિલ્મ સુહાગ રાત( ૧૯૬૮) ગાયક: કિશોરે કુમાર
अरे ओ रे धरती की तरह हर दुख सह ले सूरज की तरह तू जलती जा
અને મુકેશનું: ” रौशनी हो न सकी दिल भी जलाया मैंने
तुमको भुला भी नहीं लाख भुलाया मैंने
मैं परेशा हूँ मुझे और परेशा न करो
आवाज़ न दो
Film: दिल भी तेरा हम भी तेरे (1960)