નિરંજન મહેતા
આ શ્રેણીનો પ્રથમ મણકો તા..૧૧.૦૬.૨૦૨૨ના રોજ મુકાયો હતો જેમાં ૧૯૫૮ સુધીના ગીતો આપ્યા હતા. આ હપ્તામાં લેખની મર્યાદાને લઈને ૧૯૫૯થી ૧૯૬૨ સુધીના ગીતોને જ સાંકળી લેવામાં આવ્યા છે.
૧૯૫૯ની ફિલ્મ ‘દુનિયા ના માને’નું ગીત બે પ્રેમી પર રચાયું છે.
तुम चल रहे हो हम चल रहे है
मगर दुनिय्वालो के दिल जल रहे है
પ્રેમીઓને જોઇને સમાજના લોકો જલતા હોય છે તેના સંદર્ભમાં આ ગીત રચાયું છે જેના કલાકારો છે પ્રદીપકુમાર અને માલા સિંહાં. શબ્દો છે રાજીન્દર કૃષ્ણનાં અને સંગીત આપ્યું છે મદન મોહને. યુગલ ગીતના ગાયકો છે મુકેશ અને લતાજી,
૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘સુજાતા’નું આ ગીત એક અનન્ય પ્રેમગીત છે જે ટેલિફોન પર ગવાયું છે.
जलते है जिस के लिए
तेरी आँखों के दिये
ટેલિફોન સાથે એક બાજુ સુનીલ દત્ત છે તો બીજી બાજુ નૂતન સાંભળી રહી છે પણ કોઈ જવાબ આપી શકતી નથી. આપણે તેની આંખોમાં આવી રહેલા આંસુ જ જોઈ શકીએ છીએ. આ ભાવપૂર્ણ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી. સંગીત છે સચિન દેવ બર્મનનું અને સ્વર છે તલત મહેમુદ
૧૯૫૯ની ફિલ્મ વધુ એક ‘ઉજાલા’નું ગીત છે
दुनियावालो से दूर जलनेवालो से दूर
आजा आजा चले कही दूर कही दूर
બેફીકર શમ્મીકપૂર અને માલા સિંહા સમાજની અવગણીનાં કરતા આ ગીત ગાય છે.જેના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મુકેશ અને લતાજી ગાયક કલાકારો.
૧૯૬૧ની ફિલ્મ ‘શમા’માં ફરી એક્વાર દર્દનો એહસાસ થાય છે..
दिल गम से जल रहा है
जले पर धुआ न हो
આં દર્દભર્યું ગીત રચાયું છે નિમ્મી પર. કૈફી આઝમીનાં શબ્દો અને ગુલામ મોહમ્મદનનું સંગીત. ગાયક કલાકાર સુમન કલ્યાણપુર.
૧૯૬૨ની ફિલ્મ ‘સંગીત સમ્રાટ તાનસેન’નું આ ગીત પણ એક કોઈની યાદમાં ગવાયું છે.
ज़ुमती चली हवा याद आ गया कोई
बजाती आग को फिर जला गया कोई
કલાકાર છે ભારત ભૂષણ જે અનીતા ગુહાની યાદમાં આ ગીત ગાય છે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે એસ.એન. ત્રિપાઠીએ. દર્દભર્યો અવાજ છે મુકેશનો.
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘હરિયાલી ઓર રાસ્તા’નું આ ગીત પણ વિરહ ગીત છે.
लाखो तारे आसमान पे
एक मगर ढूंढे न मिला
देख के दुनिया की दीवाली
दिल मेरा जलने लगा
પ્રિયતમાની ભેટ ન થતા મનોજકુમાર આ ગીત ગાય છે જેમાં માલા સિન્હા પણ સામેલ છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વર મુકેશ અને લતાજીઆ
હવે પછીના ગીતો આગલા હપ્તામાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
સરસ સંકલન અને રજુઆત . આભાર શ્રી મહેતા સાહેબ.
પ્રથમ મણકામાં એક પ્રખ્યાત ગીત રહી ગયું .
जला कर आग दिल में ज़िन्दगी बर्बाद करते है
ना हंसते है ना रोते हैं ना कुछ फरियाद करते है
जला कर आग।
फिल्म : तूफ़ान (१९५४)
स्वर: शिव दयाल बातिश I
https://www.youtube.com/watch?v=SDLhZDa_d1E