બંદિશ એક, રૂપ અનેક (૮૮) “તુમ રાધે બનો શ્યામ”

નીતિન વ્યાસ

પ્રેમ ની એક ઉત્તમોત્તમ પરિસ્થિતિ, ચરમસીમા નું દર્શન એટલે ” तुम राधे बनो श्याम.” અહીં ભૂમિકા, ચિત્ત-અવસ્થા બદલવાની વાત કવિએ વર્ણવી છે.

ઠુમરી રચવાની, ગાયન સાથે નૃત્યકલા – કથ્થકને જોડાવાની પ્રક્રિયાઓ ૧૯મી સદીમાં લખનઉ થી શરૂ થઈ. તત્કાલીન લખનાવનાં નવાબ વાજીદઅલી શાહ ના દરબારી શ્રી બિન્દોદીન  મહારાજે  ઠૂમરી રચવાનું, સંગીતબદ્ધ કરી તબલાના તાલ જોડે થતા કથ્થકની સંગતમાં ગાવાનું શરૂ કર્યું.

કહે છે કે બિન્દોદીન  મહારાજે આવી ૫000 કવિતા રચી છે. જોકે આ રચના તેમના થકી છે એવી કોઈ માહિતી મળી નથી..

એક પરંપરાગત રીતે ગવાતી ઠૂમરી વિવિધ રુપમાં સાંભળીયે.

આ બંદિશ પીલુ, ખમાજ તથા અન્ય રાગોમાં સાંભળવા મળે છે.

 

શબ્દો છે: .

तुम राधे बनो श्याम |

सब देखेंगीं बृज बाम ||

मेरो कहा तुम एको नहीं मानत |
आज पड़ो रे मोसे काम ||

सब सखियन मिली नाच नाचावो |
यह है बृज घनश्याम ||

………. तुम राधे बनो श्याम |

(પરંપરાગત રચના)

આ ઠૂમરીની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ સાલ ૧૯૨૦ ના અરસામાં બનેલી. અને ગાનારી હતી શ્રી ઇંદુબાલા. કલકતાની આ બંગાળી ગાયિકાએ હિન્દી ભાષામાં આ ઠૂમરી ગ્રામોફોન કંપની ઓફ ઇન્ડિયા એ રેકોર્ડ કરી હતી. ઇંદુબાલા નું જીવન સંઘર્ષમય રહ્યું.  તેની મા રાજબાલા સર્કસમાં ઝૂલા પર કામ કરતી હતી. સર્કસની સાથે ગામેગામ ફરવાનું રહેતું. સર્કસ ના માલિક મોતીલાલ બોઝ અને રાજબાલા નું સંતાન એ ઇંદુબાલા,

દીકરી જન્મથી જ નબળી હતી, દાક્તરી સારવારની ખાસ જરૂર તેને હતી. ૧૬ વર્ષની  રાજબાલા હવે ઝૂલા પર કામ કરવા માટે અસમર્થ હતી. ૪૦ વર્ષના મોતીલાલ બોઝે  થોડી રકમ આપી કલકત્તા રવાના કરી દીધી. ઇંદુબાલા બે મહિના વહેલી જન્મેલી. મા -દીકરી ની હાલત ગંભીર હતી. હવે તો જીવન નિર્વાહ માટે કામ ગોતવાનુ હતું. અહીં રાજબાલા એ ગાવાનું અને નૃત્ય શીખવાનું શરૂ કર્યું, ઇંદુબાલા ને થોડી સમજણી થતા નર્સિંગનું ભણાવવા માટેની એક સ્કૂલ માં દાખલ કરી. પણ ઇંદુબાલા  નું મન તેમાં હતું નહિ.  ઇંદુબાલા નો અવાજ સરસ હતો. તેણે મા સાથે કોઠાપર ગાવાનું  શરૂ કર્યું. અવાજ સુરીલો હોવાથી તેને  મહેફિલોમાં માં ગાવા માટે આમંત્રણ મળવા લાગ્યું. ઘણી નાટ્ય સંગીતની રેકર્ડ બનાવતી કંપની નાં ધ્યાનમાં ઇંદુબાલાના મહેફિલો ગાયેલાં ગીતો આવ્યા.

૧૯૧૯ / ૨૦ની સાલ માં મુંબઈ ના ભાંગવાડી થીએટર માં એક ગુજરાતી નાટક મંચસ્થ થયું “છત્રસાલ” જે તેના સંગીત ને લીધે સુપર હિટ રહ્યું. તેમાં રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત અને સંગીતબધ્ધ કરેલ એક ગીત હતું, જે માસ્ટર  મુકુંદ  ના કંઠે ગવાયેલું, “મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે” ખૂબ જે ખૂબ લોકપ્રિય નીવડેલું, આ ગીતની રેકોર્ડ મુંબઈ ની “ટવીન” (The Twin} કંપનીએ બહાર પાડેલી.

તે અરસામાં કલકત્તામાં એક બંગાળી ગાયિકા નાં ગાયેલાં હિન્દી  ગીતોની રેકોર્ડ ની બોલબાલા હતી. તે પૈકીનું એક ગીત હતું “તુમ રાધે બનો શ્યામ” જે ઇંદુબાલા નાં કંઠમાં રેકોર્ડ થયેલું. રેકોર્ડ ગ્રામોફોન કંપની ઓફ ઇન્ડિયા એ બહાર પાડેલી.  આની સફળતાથી પ્રેરાઈ કંપનીએ ઇંદુબાલાના સ્વરમાં વધુ હિન્દી રેકોર્ડ બહાર પાડવાનું હાથ ધર્યું. લગભગ સાલ ૧૯૨૪ માં ઇંદુબાલાના અવાજમાં “મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે” ની  રેકોર્ડ બહાર પડી.

૧૯૨૭ ની સાલ માં કલકત્તા નું રેડીઓ સ્ટેશન શરૂ થયું. ઉદ્દઘાટન ના બીજા દિવસે ઇંદુબાલા ના ગીતો નું જીવંત  પ્રસારણ થયું.  કાર્યક્રમ બહુ સફળ સાબિત થયો. ત્યાર પછીના પાંચ દાયકા સુધી  કલકત્તા રેડીઓ પર થી તેના ગીતો ના કાર્યક્રમો નિયમિત પ્રસારિત થતા રહ્યા
ઇંદુબાલાનો અવાજ સરસ,, ગાયન સાથે નૃત્ય કરે અને દેખાવમાં નમણી એટલે ફિલ્મમાં કામ મળવાનુ શરૂ થયું. બંગાળી અને હિન્દી ભાષાઓ બોલવાનો મહાવરો સારો હતો.  સાલ  ૧૯૩૬ માં મહીસુરનાં રાજાનાં આમંત્રણ ને માન આપી  ઇંદુબાલાએ રાજ ગાયિકા ની નોકરી સ્વીકારી. તેનું માસિક વેતન રૂ. ૨૫૦ નું હતું. શરૂઆત માં તો ઇંદુબાલાને રેકર્ડ કંપની બહુ મામૂલરકમ આપતી. પણ ઇંદુબાલાને તેની કશી પરવાહ ન હતી. તેને તો રેકર્ડ ના અંતે “My name is Indubala” સાંભળવાની ખૂબ મજા આવતી. ઇંદુબાલા ભણવામાં હોશિયાર હતી. રાગમાળા સમજતા   શીખતાં વધુ સમય ન લાગ્યો. બંગાળી, ઉર્દુ, હિન્દી અને પારસી નાટકોમાં કામ કરતી. સહ કલાકારની  સાથે સમગ્ર નાટક મંડળી ને પૂરે પૂરો સહકાર આપતી. કોઈ મુશ્કેલીમાં હોય અને આર્થિક મદદ ની જરૂર હોય તેવા લોકો માટે  તેના ઘરના દ્વાર હંમેશાં ખુલ્લા રહેતા. સાલ ૧૯૮૫ માં કલકત્તા ખાતે ઇંદુબાલા નું અવસાન થયું. કારકિર્દી દરમિયાન ૧૨ જેટલા નાટકો, ૩૬ફિલ્મ અને ૨૮00 રેકોર્ડ થયેલાં ગીતોનો વારસો છોડી ગયાં.

આજની બંદિશ  “તુમ રાધે બનો શ્યામ”, પ્રથમ સાંભળીયે શ્રી ઇંદુબાલાના સ્વરમાં:

શ્રી ઇંદુબાલાના સ્વરમાં “મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે”, આજ રેકોર્ડિંગમાં બીજી ઠુમરી છે “લગત કરેજવામેં ચોટ”:

“તુમ રાધે બનો શ્યામ”, પતીયાલા ઘરના ના મશહૂર ગાયક ઉસ્તાદ બરકતઅલી ખાન, ઠૂમરી રાગ પીલુ

પદ્મભૂષણ શ્રીમતી પ્રવીણ સુલતાના, “તુમ રાધે બનો શ્યામ”, રાગ પીલુ,

સુપ્રસિધ્ધ ઠૂમરી ગાયિકા ડો. કુમુદ દીવાન

કિરાના ઘરાના : શ્રી મૌમિતા મિત્ર , ઠૂમરી રાગ પીલુ

રાગ મિશ્ર પીલુ માં ઠૂમરી, કલાકાર શ્રી વિનોદ મહેરા

વિખ્યાત પાશ્વ ગાયિકા મનીષા ધાર: અવાજ બહુ સુંદર છે.

કલકત્તાના શ્રી રાગેશ્વરી દાસ

પાશ્વગાયક શ્રી પ્રતિભા સિંહ બેઘલ

નવી ઉભરતી ગાયિકા શ્રી સિંધુ વાસુદેવન, રાગ પીલુ

હવે આ ઠૂમરી ગાયન સાથે નૃત્ય, મહદ અંશે કથ્થક જોવાની મજા કંઈક જુદી જ છે:

શરૂઆત કરીયે શ્રી મિતાલી સોનાર, ISCON CENTER, મુંબઈ

મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ;  નૃત્ય નિર્દેશક ડો. રહિમ મીર

નૃત્ય નિર્દેશક શ્રી શિલ્પા નાયકની વિદ્યાર્થીનીઓ

શ્રી  નટેશ્વર નૃત્ય કલામંદિર ની પ્રસ્તુતિ

શ્રી હર્ષિતા હાતે

શ્રી રિતુપર્ણ ઘોષ, a creative genius:

જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૬૩, મરણ ૩૦ મે ૨૦૧૩:

તેમની ૪૯ વર્ષની ટૂંકી  જિંદગીમાં તેમની ફિલ્મનાં નિર્દેશન માટે ૧૨ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અને ૩૬ રાષ્ટ્રીય કક્ષાએ એ એવોર્ડ મળેલા આ પ્રતિભાશાળી કલાકાર, લેખક, કવિ, સંગીતકાર, ફિલ્મ નિર્દેશક

(તે શું ન હતા?) રિતુદા ને અંજલિ આપતી એક ટૂંકી ફિલ્મ:

 


આ જ અનુસંધાનમાં એક નૃત્યાંજલિ

નિર્દેશક શ્રી સૌરેંદ્રો સૌમ્યાજીત અને નૃત્યાંગના મેઘા રોય ની શ્રી રિતુપર્ણ ઘોષ ને અંજલિ

“તુમ રાધે બનો શ્યામ” આ ગીત  શ્રી રિતુદાના દિલ ની નજદીક હતું. તે પોતે ગાતા પણ બહુ સરસ. બીજા શબ્દોમાં કહીએ તો, જન્મેલા ‘કૃષ્ણ’, ‘રાધા’ બનવાની ઝંખના. તે ફિલ્મ નિર્માતાની અંગત ગુસ્સો અને લિંગ અને વૈકલ્પિક લૈંગિકતા વિશેની તેની ક્રાંતિકારી કલ્પનાને સ્પષ્ટ કરે છે. “કૃષ્ણ, આગામી જન્મમાં તમે રાધા બનો” આ વિચાર, આ ગીત અને તેને અભિનય દ્વારા રજુ કરવાનું રિતુદા મન પર છવાયેલું રહેતું. જેનો  તેમની ઉચ્ચતમ કૃતિઓમાં અણસાર જોવા મળતો.

“ચિત્રાંગદા” ની વાત:

મહાભારતમાં ચિત્રાંગદાનો ઉલ્લેખ મણિપુરના રાજા ચિત્રવાહનની બહાદુર રાજકુમારી, જેનો ઉછેર રાજકુમાર ની જેમ કરવામાં આવેલો છે તેમ મહર્ષિ વેદવ્યાસ લખે છે.  ચિત્રાંગદા યુદ્ધ લડવામાં  પારંગત હતી અને પ્રજાનું  રક્ષણ કરવા માટે સક્ષમ દર્શાવી છે, ચિત્રાંગદા અર્જુનની ચોથી પત્ની અને વિર બભ્રુવાહનની માતા.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમની નૃત્યનાટિકા “ચિત્રાંગદા” માં તેને નેતૃત્વનાં સર્વગુણસંપન્ન દર્શાવી છે. ચિત્રાંગદા બહાદુર અને યુદ્ધ માં ચપળ છે, તેનું દિલ પ્રજા-વાત્સલ્ય ની ભાવનાઓ થી ભરપૂર છે. તે પુરુષ જેવી તાકતવર અને કઠોર દેખાય છે. મણિપુરના રાજ્યના નિયમ પ્રમાણે રાજાનું કાર્ય પોતાની પ્રજાનું રક્ષણ કરવાનું છે. એ કદી પોતાની પ્રજા છોડી ને બીજા દેશ જઈ શકે નહીં. ચિત્રાંગદા જ્યારે તે અર્જુનને જુવે છે ત્યારે તેના માં સ્ત્રીત્વ ની ભાવનાઓ જાગી ઊઠે છે. પુરુષ જેવી દેખાતી ચિત્રાંગદા કામદેવ પાસે એક રાત માટે  સંપૂર્ણ સ્ત્રીનું રૂપ માંગે છે જેથી તે અર્જુન ને આકર્ષી શકે.

રિતુપર્ણ ઘોષ ની ફિલ્મ “ચિત્રાંગદા’ માં એક દિર્ગ્દર્શક અને પટકથા લેખક ની વાત છે જે ટાગોરની આ નૃત્યનાટિકા મંચસ્થ કરવા માં મશગુલ છે, પોતે ચિત્રાંગદા ની ભૂમિકા પોતાની અસ્સલ જાતને જુવે છે. આ ક્લિપમાં રિતુદા પોતે દિર્ગદર્શક  અને મુખ્ય ભૂમિકામાં દેખાય છે.

“તુમ રાધે બનો શ્યામ” આ ગીત  રિતુદા હંમેશા કામ કરતા ગણગણ્યા કરતા. ક્યારેક મહેફિલ માં ગાતા પણ ખરા. જાણે ભગવાનને પણ આહવાન આપતા હોય….કે ફરિયાદ કરતા હોય….પોતાના મનની પરિસ્થિતિ ની……


સાદર આભાર સાથે સ્વીકાર:

૧) મથાળાનું ચિત્ર અન્ય છબી ગુગલ પરથી

૨) શ્રી ઇંદુબાલા બાબત વિશેષ માહિતી ડો. પંકજ પરાશર નાં લેખ માંથી

3) વિડિઓ યુટ્યુબ માંથી


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

7 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૮૮) “તુમ રાધે બનો શ્યામ”

  1. શ્રી સરયુબેન,
   આપના પ્રતિભાવ બદલ આભાર.

   નીતિન

 1. ” तुम राधे बनो श्याम.” Excellent. Narayan is my Swami. Glad to know the life of શ્રી ઇંદુબાલા. I am involved with the Bangali people and have earned my respect from the Bangali community. Best Regards.

 2. ” તુમ રાધે બનો …. ” બંદિશ ઠુમરી અને તેના કથક નૃત્યના જોડાણ ની પૂર્વ ભૂમિનો ઇતિહાસ અને જુદા જુદા ગાયકો દ્વારા અલગ અલગ રાગમાં ગવાયેલ તારજોનું સુંદર સંકલન. આભાર નીતિનભાઈ. વધારે શબ્દો શું લખાય !!!

 3. મુરબ્બી ભાઈ શ્રી નીતિનભાઈના પહેલાના દરેક અપલોડ ની જેમ આ પણ ખરેખર જ અદભુત સંકલન તેમને રજુ કર્યું છે. ‘તુમ રાધે બનો શ્યામ’ રચના વિષે આમ તો મારા જેવા અનજાણ ને ભાગ્યે જ કઈ પણ ખબર હોય, પણ જે આ સુંદર ગીત જે ઓગણીશમી સદીની શરૂઆત થી પ્રચલિત થનાર ની આવી સુંદર વણાશ ભાઈ નીતિનભાઈએ પોતાના સુંદર અને સરળ શબ્દો થી કરી છે તે બદલ ખુબ જ વધાઈ અને ધન્યવાદ આપવા માટે શબ્દો જ નથી. એક પછી એક જુદી જુદી વ્યક્તિઓ જેમને આ જ ગીત ગયું, માણ્યું, અને અતિ સુંદર ડાન્સ અને હાવભાવ થી જે વ્યક્તિત્વ આ ગીત ને આપ્યું છે અને નીતિનભાઈએ પોતે જે રીતે સર્વ ને સંકલિત કર્યું છે તે બદલ ખુબ જ અભિનંદન. હું નીતિનભાઈ ના ખુબ જ નજદીક ના પરિચય માં આવ્યો તે પછી જ મને આવી સુંદર કૃતિ ની ખબર પડી. જાણે કે તેમાં જ આપણે રતપ્રત થઇ જાઈયે અને જોયા જ કરીયે અને કૃતિ ને માણ્યા કરીયે ઓતપ્રોત થઇ જાઈયે તેવું બને છે. આ સઘળું જોવાનો અને માણવાનો સમય ફાળવવો એ જ મારા જેવા માટે દુર્લભ બની જાય છે તેનો ખુબ મોટો અફસોસ પણ રહી જાય છે. એક ખુબ best સંકલન નીતિનભાઈ… વાહ રે વાહ

 4. સર્વ શ્રી હસમુખભાઇ , ડો. ભરતભાઇ , ડો, ઇન્દુબેન અને દિલીપભાઇ,
  આપ ના પ્રતિભાવ બદલ આભાર, ક્રિકેટ ની મેચમાં બેટીંગ કરતા ખેલાડી ને જીવતદાન મળે, આ મારા માટે તે સમાન છે. મહેનત લેખે લાગી.
  આભાર
  નીતિન વ્યાસ

Leave a Reply

Your email address will not be published.