સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ
પૂર્વી મોદી મલકાણ
कीर्तन:- हरि कौ मुख माई
राग:- सारंग
हरि कौ मुख माई, मोहि अनुदिन अति भावै ।
चितवत चित नैननि की मति-गति बिसरावै ।।
ललना लै-लै उछंग अधिक लोभ लागै ।
निरखति निंदति निमेष करत ओट आगैं ।।
सोभित शुकपोल अधर अलप-अलप दसना ।
किलकी -किलकी बैन क़हत, मोहन मृदु रसना ।।
नासा लोचन बिसाल, संतत सुखकारी ।
सूरदास धन्य भाग सौभाग -देखति ब्रजनारी ।।
વિશ્લેષણ:-
( ગોપિકા કહે છે કે; ) સખી ! મને તો શ્યામનું મુખ દીન-પ્રતિદીન અધિકાધિક આકર્ષક લાગે છે. આને જોઈ મારા નેત્રોની ગતિ બંધ થઈ જાય છે અને મારી વિચારશક્તિને વિસ્મૃત થઈ જાય છે. મારું ચિત્ત એકાગ્ર થઈ લાલને ગોદમાં લેવા માટે વારંવાર દોડી પડે છે. ( લોભિત થઈ જાય છે. ) આ પ્રકારે ગોપી પોતાના નેત્રોની નિંદા કરતી લાલાનાં મુખને જોવા માટે વારંવાર આગળ પડી લાલાને આડ કરે છે ( જેથી તે લાલાનો સ્પર્શ કરી શકે. ) સુંદર મુખ, સુંદર કપોલ, કોમલ જિહવા, લાલ-લાલ અધર, નાની -નાની દંતુલીઓ વગેરે ગોપીઓને આકર્ષિત કરે છે. સૂરદાસજી કહે છે કે; લાલાનાં અસ્ફુટ શબ્દો અને વાણી મારા નેત્રને આટલાં આનંદ દેનાર છે, તો વિચારો કે આ ગોપીઓનાં ભાગ્યની અને સૌભાગ્યની તો શી વાત કરવી?
©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com