દો રોટી (૧૯૫૭)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

‘તાક ધિના ધિન!’ તાલના આ શબ્દો કાને પડતાં તેની પાછળ જ ‘બરસાત મેં… બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમ સે મિલે હમ બરસાત મેં’ ગાવું પડે એવી અદભુત ગૂંથણી ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર-જયકિશને કરી છે. તાલના શબ્દોની પાછળ ગીતના શબ્દો અનાયાસે જ ખેંચાઈ આવે છે! આ જ શબ્દોનો ઉપયોગ થોડા વરસો પછી રોશન દ્વારા પણ કરવામાં આવ્યો. જો કે, એ ગીત ખાસ જાણીતું બન્યું નહીં.

 

1957માં રજૂઆત પામેલી ‘દો રોટી’ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈસ્માઈલ ફિલ્મ્સ કૃત, ઈસ્માઈલ મેમણ નિર્મિત-દિગ્દર્શીત ‘દો રોટી’માં બલરાજ સાહની, નિરૂપા રૉય, જોની વૉકર, નઝીર હુસેન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે તમામ ખુમાર બારાબંકવીએ લખ્યાં હતાં.

(ખુમાર બારાબંકવી)

‘તુમ્હેં જો પ્યાર કિયા…તુમરે કારણ હમરા જિયરા જાયે રે’ (લતા), ‘કાલી બદરિયા મારે નજરિયા’ (લતા), ‘બડી પ્યારી કહાની હૈ મુહબ્બત કી કહાની ભી’ (લતા, રફી), ‘ગમ કી હુઈ હાર, લો જીત ગયા પ્યાર’ (લતા), ‘અશ્કોં કી કહાની ક્યા કહિયે’ (લતા), ‘ઘિર કે બરસેં યે ઘટાએં તો મજા આ જાયે’ (રફી, ગીતાદત્ત) અને ‘યહ જો નજરેં ઝુકાયે જાતે હૈં’ (રફી અને સાથીઓ). આ સાત ગીતો ઉપરાંત ‘સુન લો, અજી સુન લો પતે કી બાત’ ગીતનો ઉપયોગ ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવ્યો છે, જેમાં ‘તાક ધિના ધિન’ તાલને શબ્દોમાં પ્રયોજવામાં આવે છે.

(રોશન)

આ ગીત શંકર દાસગુપ્તા, સુમન કલ્યાણપુર અને સાથીઓએ ગાયું છે.

ગીતના શબ્દો આ મુજબ છે.

ताक धिना धिन
हंअंअं…
ताक धिना धिन
हंअंअं…
ताक धिना धिन
हंअंअं…
ताक धिना धिन
हंअंअं…
ताक धिना धिन
ताक धिना धिन

सुन लो ए जी सुन लो
सुन लो ए जी सुन लो
सुन लो पते की बात
ताक धिना धिन
धिनाधिन
ताक धिना धिन
धिनाधिन
ताक धिनाधिन
धिनाधिन
धिनन धिननधिन

सुन लो ए जी सुन लो पते की बात
रोटी बिना जीवन है काली रात
सुन लो ए जी सुन लो पते की बात
रोटी बिना जीवन है काली रात
सुन लो ए जी सुन लो
सुन लो ए जी सुन लो पते की बात
रोटी बिना जीवन है काली रात
सुन लो ए जी सुन लो पते की बात
रोटी बिना जीवन है काली रात
ताक धिना धिन
धिनाधिन
ताक धिना धिन
धिनाधिन
ताक धिनाधिन
धिनाधिन
धिनन धिननधिन

रोटी बिन तिरछी नजर पतली कमर नाहीं भाये
रोटी बिन पी की लगन दिल का मिलन तूट जाये
रोटी बिन सजनी रूठे
हाये हाये साजन छूटे
रोटी बिना उल्फत भी भाये ना
रोटी बिना जीवन है काली रात
सुन लो ए जी सुन लो पते की बात
रोटी बिना जीवन है काली रात
ताक धिना धिन
धिनाधिन
ताक धिना धिन
धिनाधिन
ताक धिनाधिन
धिनाधिन
ताक धिनाधिन
धिनाधिन
धिनाधिन
धिनन धिननधिन

भूख जब तोडे सितम फूटे करम दिल हो काले
पास जब हो ही न धन बेचे बदन रूपवाले
रूपवाले रूपवाले रूपवाले हो जी हो….
भूख जब तोडे सितम फूटे करम दिल हो काले
पास जब होये न धन बेचे बदन रूपवाले
चोर बन जाये कोई
जाल फैलाये कोई
एक ही है यारों बडा भगवान
रोटी बिना जीवन है काली रात
सुन लो ए जी सुन लो पते की बात
रोटी बिना जीवन है काली रात
ताक धिना धिन
धिनाधिन
ताक धिनाधिन धिन
धिनाधिन
ताक धिनाधिन धिन
धिनाधिन
ताक धिनाधिन धिन
धिनाधिन
ताक धिनाधिन धिन
धिनाधिन
ताक धिनाधिन धिन
धिनाधिन
ताक धिनाधिन धिन

આ શબ્દોથી એ પણ ખ્યાલ આવે છે કે આ ગીતમાં ‘તાક ધીનાધીન’નો ઉપયોગ ‘બરસાત’ના ગીત કરતાં અનેકગણો વધુ થયો છે.

શંકર દાસગુપ્તાના સ્વરને કારણે આ ગીત બહુ જ કર્ણપ્રિય બન્યું છે. ગીતનો તાલ સી.રામચંદ્રની શૈલીની યાદ અપાવે એવો છે. અહીં આપેલી લીન્ક પર આ ગીત સાંભળી શકાશે.

 

(તસવીરો: નેટ પરથી સાભાર, લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.