વ્યંગ્ય કવન
હરદ્વાર ગોસ્વામી
ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે.
સપનાંને સમજાવી દેજો, મંદી છે.
ટોકન સંબંધોનું આપી રાખો પણ,
કદી ન કરજો દસ્તાવેજો, મંદી છે.
મોટર-કુલર, ફ્લેટ-ફ્રીજ ‘ને મજા મજા,
છાના માના બેસી રહેજો, મંદી છે.
દૂર દૂર છે દરિયા ‘ને રણ રસ્તામાં,
પર્વત પર્વતમાં જ વહેજો, મંદી છે.
એક ખજાનો ભર્યો-ભાદર્યો ભીતરમાં,
કોઈને ના કદી ય કહેજો, મંદી છે.
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com