સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ
પૂર્વી મોદી મલકાણ
कीर्तन:- जननि बली जाइ
राग:- श्री हठी
जननि बली जाइ हालरु, हालरौ गोपाल ।
दधिहिं बिलोइ सद्माखन राखयौ, मिश्री सानि चटावै नन्दलाल ।।
વિશ્લેષણ:-
માતા બલિહારી જાય છે, ( અને કહે છે ) ગોપાલલાલ પાલનામાં ઝુલો ને. ( પછી આપ આ પ્રકારે ઝૂલાવીને બતાવે છે. ) પછી દહીં મથીને તરત આપ ગોરસ કાઢે છે અને તેમાં મિશ્રી મેળવી નંદલાલાને ચટાડે છે. ( પાલનામાં ) સોનાના સ્તંભ લાગેલા છે. સોનાના દંડ ( ઉપરની બાજુમાં મુખ્ય સ્તંભ દંડો ) અને મેરુવા દંડ ( સાઈડમાં રહેલા નાના -નાના સોનાના દંડ ) લાગેલા છે. પલનામાં ઘણી બધી પિરોજા અને લાલ રંગની, મોતીવાળી ઝાલરો અને રેશમી દોરી લટકી રહી છે, તો સાથે પાલનામાં નવરત્નો અને ખીલૌના પણ લાગેલા છે. ( પાલનું જોઈ એવું લાગે છે ) સ્વયં વિશ્વકર્મા સમાન કારીગરે બનાવેલું એવું આ પાલનું જ્યારે જ્યારે શ્યામ જુએ છે ત્યારે આપ આનંદથી કિલકારીઓ કરી ઊઠે છે તે સમયે આપના મુખમાં રહેલી આગળની બે દંતુંલીઓ ચંદ્રની જેમ ચમકી ઊઠે છે.
આપના ગળામાં કઠુલા હાર, હીરા અને વાઘનખના આભૂષણો શોભી રહ્યાં છે. લલાટ ઉપર ( નજર ન લાગે તેથી ) કજ્જલનું બિંદુ લાગેલું છે. વ્રજનાં સર્વે નર -નારીઓ આર્શિવાદ આપી રહ્યાં છે – યશોદાનો લાલ ચિરંજીવ થાય. સૂરદાસજી કહે છે કે; શ્રી નંદનંદનને પાલનામાં ઝૂલતા જોઈ સર્વે ઋષિ-મુનિ ગણ, દેવતાઓ પ્રસન્ન થઇ આકાશમાંથી પુષ્પવર્ષા અને જય જયકાર કરી રહ્યા છે.
©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com