કાવ્યાનુવાદ : Bread and Roses – રોટલા અને ગુલાબ

જેમ્સ ઓપેનહેમ (1882–1932) અમેરિકન કવિ, નવલકથાકાર અને સંપાદક હતા. તેઓ 20મી સદીના પ્રારંભિક સાહિત્યિક સામયિક, ‘ધ સેવન આર્ટ્સ’ના સ્થાપક અને સંપાદક પણ હતા. ૧૯૧૧માં લખાયેલું તેમનું પ્રખ્યાત કાવ્ય ‘Bread and Roses’ ફક્ત એક કાવ્ય જ નહીં, અમેરિકામાં રાજકીય-આર્થિક સમાનતા માટે મિલકામદાર સ્ત્રીઓએ કરેલી ચળવળનું પ્રતીક પણ છે. સમાન મતાધિકારની હિમાયતી હેલન ટોડનું પ્રખ્યાત આહ્વાન ‘બ્રેડ ફોર ઓલ, એન્ડ રોઝીસ ટૂ’ મૂળે તો સમાન વેતન અને સન્માનીય વાતાવરણની માગણીમાંથી જન્મ્યું છે. અને આ કાવ્યમાં એ જ પડઘો ઝીલાયો છે.
જેમ્સ ઓપનહાઇમનું અતિપ્રસિદ્ધ મૂળ કાવ્ય
Bread and Roses
— James Oppenheim, 1911
As we come marching, marching, in the beauty of the day,
A million darkened kitchens, a thousand mill-lofts gray
Are touched with all the radiance that a sudden sun discloses,
For the people hear us singing, “Bread and Roses, Bread and Roses.”
As we come marching, marching, we battle, too, for men—
For they are women’s children, and we mother them again.
Our days shall not be sweated from birth until life closes—
Hearts starve as well as bodies: Give us Bread but give us Roses.
As we come marching, marching, unnumbered women dead
Go crying through our singing their ancient song of Bread.
Small art and love and beauty their trudging spirits knew—
Yes, it is Bread we fight for—but we fight for Roses, too.
As we come marching, marching, we bring the Greater Days—
The rising of the women means the rising of the race.
No more the drudge and idler—ten that toil where one reposes—
But a sharing of life’s glories: Bread and Roses, Bread and Roses.

અનુવાદ

રોટલા અને ગુલાબ
– ખેવના દેસાઈ
 
કે અમે માંડ્યાં માંડ્યાં છે ડગ, પરોઢના પ્રકાશે
લાખ રસોડે અંધારું, ભેંકાર કારખાનાં ભાસે
ત્યાં ઓચિંતી ઝળહળે છે આભલાની છાબ
લોક સાંભળે ગાતાં અમને, “રોટલા ને ગુલાબ”
કે અમે માંડ્યાં માંડ્યાં છે ડગ, લડત પુરુષો માટેય
છે એય નારીના જણેલા, ને અમે ઉછેરીયે સાથેય
હવે વીતે ના રેબઝેબ આયખાના શ્વાસ
હવે માગે તનમન રોટલા જ નહીં ગુલાબ
કે અમે માંડ્યાં માંડ્યાં છે ડગ, હોમાઈ નારી અગણિત
ભેગાં ગાઈશું મરશિયા ને જૂનાં રોટલા કેરાં ગીત
થાકેલા હૈયે પણ હતો, હેત- કસબનો અસબાબ
અમને જોઈએ રોટલા ને સાથે જોઈએ ગુલાબ
કે અમે માંડ્યાં માંડ્યાં છે ડગ, લાવીએ ઉજળા દિનરાત
ઉઠશે નારી તો સાથ ઊઠશે, આખી ધરતીની જમાત
હવે એકતરફ ના વૈતરું ને બીજી તરફ ના પ્રમાદ
સંગે ઝળહળ જીવન માણીયે, રોટલા ને ગુલાબ
 

 

*****************************************************
વે.ગુ. પર પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ તરફથી ખેવના દેસાઈનો આનંદપૂર્વક આભાર.

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “કાવ્યાનુવાદ : Bread and Roses – રોટલા અને ગુલાબ

  1. ખૂબ જ સરસ ભાવાનુવાદ, અભિનંદન. સાંપ્રત સમયમાં પણ ઘણા દેશોની એવી જ વેદના છે.

Leave a Reply

Your email address will not be published.