અહો આશ્ચર્યમ, કુદરતની કેવી અજાયબ રચના

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

કુદરતની સૃષ્ટિ મનોહારી છે.  કુદરતના ખોળે દરેક જીવ કોઈક ચોક્કસ ભૂમિકા સાથે જન્મેલા છે. અગન, ગગન, વગડે, જળ અને જમીન સર્વેમાં અને અન્ય પ્રક્રુક્તિક વિશાલ શ્રેણીમાં મુગધર તત્વોની બહુ હેતુ પૂર્ણ જીવ શૃંખલા રચાયેલી છે. સૃષ્ટિમાં અસંખ્ય જીવ છે અને તેમને તેમની જરૂરિયાત પ્રમાણે ખાસિયત અને કુશળતા લઈને આવેલા છે. દરેક જીવ પોતાની આગવી જરૂરિયાત પ્રમાણે કુદરતે આપેલી લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. આજુબાજુ જીણવટભરી નજર ફેરવીએ તો નાના મોટા દરેક જીવની પોતાની આગવી ખાસિયત જોઈ શકીએ અને ચિત્તાકર્ષક હોવા છતાં મૉટે ભાગે ઉપેક્ષિત એવા જીવોનું નિરીક્ષણ તે બધાના પારસ્પરિક સંબંધોને માણી શકીએ. આવા વિવિધ જીવોને સમજીએ તો ખબર પડે કે કુદરતે જે તે જીવને  ચોક્કસ કાબેલિયત આપેલી છે. આમાંની ઘણી બધી ખાસિયત જેતે ભૌગોલિક પ્રદેશ તેમજ બદલાતી ઋતુ પ્રમાણે ઉપયોગ માટે હોય છે.  ખળખળ વહેતા ઝરણાં, નદીઓ, પંખીઓનો કલશોર, અસંખ્ય પ્રકારના જીવડાં, વૃક્ષો અને હરિયાળી સર્વેને પોતાની આગવી ભાષા છે જે અંતરઆત્માને અપાર આનંદ આપે છે.

અહીં કેટલાક જીવ ની વિશિષ્ટાઓ વિષે જાણીએ.*

*આગિયા/ Fireflies*  આજના સમયમાં લગભગ ભુલાઈ ગયેલો જીવ છે. નામ સાંભળ્યું હશે, ગીત સાંભળ્યા હશે પણ જોયા નહિ હોય! ચોમાસાની ઋતુમાં અંધારામાં અસંખ્ય સંખ્યામાં દેખાતા આગિયા નો પ્રકાશ ધરતીની નજીકથી દેખાતી કુદરતની રચેલી એક આતશબાજી જેવા લાગે. ટમટમતા આગિયાનો નજારો અકલ્પનિય અને મનને પ્રફુલ્લિત કરી દેતાં હોય છે. તેમનાં શરીરમાંથી અંધારાના લીધે પ્રકાશ ઝબકે છે. આ તેમના શરીરમાં કેમિકલ પ્રક્રિયાથી ઉદ્ભવે છે. પેટના નીચેના અને પાછળના ભાગમાંથી ઉદ્ભવતી આ પ્રક્રિયાથી આછા લાલ, પીળા અને લીલા રંગનો પ્રકાશ ઝબકે છે. *આ પ્રકાશ તેઓ પ્રજનન માટેનું તેમના જોડીદારને આમંત્રણ હોય છે અને તેવીજ રીતે તેમના દુશ્મનને ચેતવણી હોય છે કે મારાથી દૂર રહો.*  વિકાસની સાથે પેસ્ટીસાઇડનો ઉપયોગ તેમના અસ્તિત્વ માટે મોટો ખતરો સાબિત થયો છે. તે ઉપરાંત લાઈટ / વીજળીના પ્રકાશને કારણે તેમના શરીરની લાઈટ તેમના જોડીદારને દેખાતી નથી અને તેમને પ્રજનન માટેનું આમંત્રણ પહોંચતુજ નથી. તે સાથે તેમની પ્રજનનની ઋતુ વહી જાય છે અને નવા બચ્ચા જન્મ લેતા અટકી જાય છે જેથી તેમની સંખ્યા ઓછી થતી જાય છે. દૂર દૂરના જે વિસ્તારમાં વીજળીનો વપરાશ ખુબ ઓછો હોય અને ખેતી ન હોય તેવી જગ્યાએ હજુ પણ જોવા મળે છે.

*ઊંટ* તો બધાએ જોયેલું હોય પણ તેનામાં પણ ઘણી કુદરતી લાક્ષણિકતાઓ છે. રણ પ્રદેશની ભારે આંધીમાં તેમની આંખમાં આંધી આવે ત્યારે માણસની જેમ રેતી કેમ નથી જતી? તેનું કારણ છે કે તેમને વિશિષ્ટ રીતે કુદરતે રણની આંધીનો સામનો કરવા માટે ત્રણ પાંપણ, હા ત્રણ પાંપણ આપી છે અને માટે આંધીના સમયે તેઓ આંખો બંધ કરી બેસી જાય એટલે તેમની આંખમાં રેતી નથી જઈ શક્તિ. રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે. તો પછી ઊંટના આટલા મોટા શરીરમાં અને રણની આકરી ગરમીમાં પાણીની જરૂરિયાત કેવી રીતે પુરી થાય? તેમને કુદરતની દેન છે. જ્યારે પણ ઊંટ પાણી પીવે ત્યારે ધરાઈને બસ્સો લિટર પાણી ગટગટાવી જાય છે અને તે તેને લાંબા સમય સુધી ચાલે છે. આવીજ રીતે બીજા સામાન્ય પ્રાણીના શરીરમાં બધેજ ચરબી ઓછી હોય છે પણ ઊંટના શરીરના ઉપરના ભાગમાં ખૂંધ પાસે મોટા પ્રમાણમાં ચરબી જોશો. આ ચરબી પણ કુદરતે તેને ખાસ કરીને રણ પ્રદેશની આકરી ગરમી સહ્ય કરવા માટે શરીરના છેક ઉપરના ભાગમાં જયાં  સીધી ગરમી વધારે લાગે ત્યાં ચરબીના થર ભરી દીધા છે જેથી ગરમી ઓછી લાગે અને આવા કારણોસર ઊંટ રણ પ્રદેશનો વિશિષ્ટ જીવ છે.

*ગોકળ ગાય/ Snail*  ને તમે ચોમાસામાં જોઈ હશે અને ઘણાએ હાથમાં પણ રમાડી પણ હશે. તેના ઘણાબધા પ્રકાર છે. પણ તેમાં એક વિશિષ્ટ પ્રકારની ગોકળ ગાય છે જે એક સાથે ત્રણ વર્ષ સુધી સુઈ જઈ શકે છે. કુંભકર્ણ છ મહિના માટે સુઈ જતો પણ આ આટલી નાની અને સુંદર ગોકળ ગાય ત્રણ વરસ સુધી સુઈ જાય!  કુદરતે તેની આવી વિશિષ્ટ રચના કેમ કરી હશે!

*બચ્ચાના જન્મ ની સાથે માતાનું મૃત્યુ* થઇ જાય તેવા ઘણા બધા જીવ છે. ઘણા પ્રકારની માછલી, કાચિંડા/ lizard અને ઓક્ટોપસની કેટલીક જાત એવી છે કે પોતાના બચ્ચાને જન્મ આપતાની સાથે તેનું અવસાન થઇ જાય છે. આવી માછલીઓ પોતાના કાયમી વિસ્તારથી ખુબ દૂર એવા હજારો માઈલના અંતરે જઈ નવા બચ્ચાને જન્મ આપે છે. કેટકેટલી વિવિધતા!

*પતંગિયા* કોને ન ગમે! કેટલો સુંદર જીવ છે! તેને ખોરાકમાં ફૂલોનો મધુરસ પીવા જોઈએ અને તે પરાગનયનની પ્રક્રિયામાં તેનો ફાળો પણ આપે. મધુરસ પીવાતાં સમયે તે ક્યારેય ફૂલને નુકસાન નથી કરતા અને પોતાને ખોરાક પૂરો પાડનાર ફૂલને તેમની વૃદ્ધિ થવામાં પરાગનયનની પ્રક્રિયામાં મદદ કરે છે. *જાણીને આશ્યર્ય થશે કે પતંગિયાને ખોરાકનો સ્વાદ ક્યાંથી મળે છે? કલ્પનામાં પણ ન આવે તેમ સાશ્ચર્ય થશે કે તેમની જીભ, એટલેકે સ્વાદુપિંડ/ સ્વાદ તેમના પગથી આવે છે, અહો આશ્ચ્ર્યમ*

*હાથી* એક વિશાળકાય જીવ છે પરંતુ તેની એક મર્યાદા છે. તેના કાળ અને વજનને કારણે તે એકજ પ્રાણીએવું છે કે તે કૂદકો/ ઠેકડો નથી મારી શકતું. જી હા આ એકજ પ્રાણી એવું છે કે તે ઠેકડો નથી મારી શકતું.

*ઓસ્ટ્રિચ અને કિવિ* પક્ષીના નામ તમે જાણો છો, પ્રાણીસંઘરાલયમાં જોયા પણ હશે કે ફોટામાં જોયા હશે. કીવી પક્ષી ન્યૂઝીલેન્ડ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. ઓસ્ટ્રિચ અને કીવી પક્ષીઓ અપવાદરૂપ છે. તેમને પાંખો છે પણ પોતે બીજા પક્ષીની જેમ ઉડી નથી શકતા. તેમના પેટના અને વ્રક્ષ સ્થળની નીચેના ભાગના સ્નાયુ તેમના ભારે વજનને લઈને ઉડી શકવા માટે સક્ષમ નથી હોતાં અને તેમની આવી શરીરની રચનાના કારણે પક્ષી હોય છતાં ઉડી નથી શકતા.

*કીડી* ને કોણ ના ઓળખે? પણ તેની એક વિશિષ્ટ ખાસિયત છે. જ્યારે પણ કીડીને કોઈક સુગંધ કે પીણાનો નશો ચઢે ત્યારે હંમેશા બધી કીડી પોતાની જમણી બાજુંએજ પડે છે. આનો અર્થ એવો થાય કે તેમનું ઝુંડ પડે તો એક બીજા ઉપર પડવાની અને દબાઈ જવાની શક્યતા નહીંવત રહે છે કારણકે એક શિસ્તમાં એકજ અને ડાબી બાજુંએજ પડે છે, આવી વિશિષ્ટ રચના કેમ હશે! વિચિત્ર ખાસિયત એવી છે કે કીડી તેમના પેટના ભાગેથી સીધી મૂત્ર બહાર કાઢે છે.

*ટેડી બેરના રમકડાં તમે જોયા હશે! બર્ફીલા પ્રદેશના આ જીવમાં એક વિશિષ્ટ રચના છે. બધાજ ટેડી બેર ડાબોડી હોય છે, બોલો જાણો છો!* 

*મગર* ની શારીરિક રચનામાં એક જુદી પડતી લાક્ષણિકતા એવી છે કે તેની જીભ ટૂંકી હોય છે અને તે પોતાની જીભ મ્હોંની બહાર નથી કાઢી શકતા. તેમની બીજી ખાસિયત બહુ અદભુત છે. પૃથ્વી ઉપરનું સહુથી ઝડપી જીવ જગુઆર ગણાય છે. પરંતુ આ જગુઆર કરતાં પણ વધારે ઝડપથી પાણીની અંદર રહીને મગર જોતજોતામાં પાણી પીતા જગુઆરનો શિકાર કરી લે છે.

કુદરતની અજાયબીઓ અપરંપાર છે, બસ માણતાજ રહો, માણતાજ રહો અને સહ અસ્તિત્વથી જીવો……..


(ફોટોગ્રાફ્સ: સૌજન્ય ગુગલ).


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “અહો આશ્ચર્યમ, કુદરતની કેવી અજાયબ રચના

Leave a Reply

Your email address will not be published.