દોષદર્શન કરે સૌ, પરંતુ અર્થપૂર્ણ સમાલોચના કરી શકે કોઈક

૧૦૦ શબ્દોની વાત

તન્મય વોરા

એક શિખાઉ ચિત્રકારે તેનું સૌ પ્રથમ પેઈન્ટીંગ  રસ્તા પરના ચાર રસ્તા પર મુક્યું અને રાહદારીઓને તેમાં ભુલો દેખાડવા કહ્યું. દિવસને અંતે આખું ચિત્ર ચોકડીઓથી ભરાઈ ગયું હતું.

બીજે દિવસે તેણે ફરીથી એ જ પેઈન્ટીંગ રસ્તાની એ જ જગ્યાએ મુક્યું. આ વખતે તેણે રંગો અને પીંછીઓ પણ સાથે ક્યાં, અને લોકોને જણાવ્યું કે જે સુધારો સુચવવો હોય તે પેઇન્ટીંગ પર જાતે જ દોરીને બતાવે.  દિવસને અંતે ચિત્ર પર એક લસરકો પણ કોઈએ માર્યો ન હ્તો !

સતત નકારકત્મકાતાને દાદ ન આપવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વનું અર્થપૂર્ણ, સકારક સમાલોચનાને ધ્યાન પર લેવું છે, કેમકે તે સુધારણા તરફની દિશા ચીંધે છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Author: Web Gurjari

1 thought on “દોષદર્શન કરે સૌ, પરંતુ અર્થપૂર્ણ સમાલોચના કરી શકે કોઈક

Leave a Reply

Your email address will not be published.