સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ૧૯ ફિલ્મોનો સંગાથ – રવિ સાથે

સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ

સાહિર લુધિયાનવી એવા વિરલ કવિઓ પૈકીના કવિ છે જેમણે પોતાનાં પદ્યને  ફિલ્મ સંગીત માટે જરા સરખી પણ ઓઝપ ન આવવા દીધી. સમાજની અસમાનતાઓ માટેનાં તેમનાં ઉગ્ર ભાવોમાં લખાયેલાં ગીતો ભલે તેમની આગવી ઓળખ હતી, પણ ફિલ્મ સંગીતના માધ્યમને અનુરૂપ હલકાં ફુલકાં કૉમેડી ગીતોથી લઈને છેડછાડ અને રૂસણાંમનામણાંનાં મસ્તીભર્યાં ગીતો જેવા વિષયોમાં પણ તેઓ ઉર્દુ બોલને બહુ જ સહજ રીતે પ્રયોજતા. તેમનાં પ્રેમાનુરાગનાં ગીતોમાં ભળતાં તેમનાં કવિ હૃદયનાં સ્પંદનો એ ગીતોને ઉર્દુ જબાનો અનોખો આપતાં. ‘૫૦ના દાયકાથી કરીને છેક ‘૭૦ના દાયકા સુધી તેમણે અલગ અલગ પેઢીના સંગીતકારો સાથે કામ કર્યું, સમયની સાથે ફિલ્મોમાં ગીતોની બદલતી તાસિર કે શ્રોતાવર્ગની બદલતી પસંદગી સાથે તાલ મેળવતા રાખવાની સાથે તેમણે પોતાની શૈલીને પણ બરકરાર રાખી.

સંગીતકાર રવિ સાથેનો તેમનો લગભગ દોઢ દાયકાનો, ૧૯ ફિલ્મોમાં પથરાયેલો, સંગાથ ફિલ્મોના વિષયોની સાથે સાથે ગીતોની સીચ્યુએશનનાં વૈવિધ્યને કારણે હિંદી ફિલ્મ સંગીતની તવારીખનાં એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ તરીકે અંકિત થયેલું છે.

રવિ (શંકર શર્મા) – જન્મ ૩ માર્ચ ૧૯૨૬ – અવસાન ૭ માર્ચ ૨૦૧૨) તેમની સરળ ગીતરચનાઓ જેવા જ નિરાભિમાની પણ હતા. તેમની કારક્રિદીમાં તેઓ જેમની પણ સાથે કામ કરત અગયા, એ દરેક સાથે તેમના સંબંધો બહુ દીર્ઘકાલીન રહ્યા, જેમ કે ‘વચન’ (૧૯૫૫)થી શરૂ કરીને દેવેન્દ્ર ગોયલ સાથે  તેમની છેલ્લી ફિલ્મ ‘આદમી સડક કા'(૧૯૭૭), કે દક્ષિણનાં નિર્માણ ગૃહો સાથે લાઈનબંધ સામાજિક ફિલ્મો. આવો જ એક સંબંધ હતો ચોપડા ફિલ્મ્સ સાથે પણ જેમને માટે તેમણે ગુમરાહ (૧૯૬૩)થી શરૂ કરીને ‘તવાયફ’ (૧૯૮૫) સુધીની નવ ફિલ્મો. તેમના સંબંધો તેમના સાથી ગીતકારો સાથે પણ એટલા જ દીર્ઘ અને સફળ રહ્યા – જેમ કે રાજેન્દ્ર કૃષ્ણ સાથે ૨૧ ફિલ્મો, શકીલ બદાયુની સાથે ૧૫ ફિમો અને સાહિર લુધિયાનવી સાથે ૧૯ ફિલ્મો.

કદાચ તેમનાં સંગીતની સાદગીને કારણે ઘણી વાર રવિની ગણના હિંદી ફિલ્મોના પ્રથમ શ્રેણીના પ્રખર ગણાતા સંગીતકારો સાથે નથી કરાતી. પરંતુ મોહમ્મદ રફીનો ચૌદહવીકા ચાંદ હો માટે (પહેલો ફિલ્મફેર ઍવૉર્ડ), મહેન્દ્ર કપૂરના ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં અને નીલે ગગન કે તલે ધરતીકા પ્યાર પલે, લતા મંગેશકરનો તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા, આશા ભોસલેનો ગરીબોંકી સુનો વો તુમ્હારી સુનેગા કે સલમા આગાનો દિલકે અરમાં આંસુઓમેં ઢલ ગયે જેવા ફિલ્મફેર એવૉર્ડ રવિનાં સંગીતની સફળતાની જડબેસલાક સાબિતી છે.

સહિર લુધિયાનવી અને રવિએ ચોપડા ફિલ્મ્સનાં સંગીત માટે ગુમરાહ (૧૯૬૩), વક્ત (૧૯૬૫), હમરાઝ (૧૯૬૭) જેવી ફિલ્મો માટે કરેલો સહયોગ એટલો સફળ રહ્યો કે આ ફિલ્મોનાં ગીતોની અહીં ફરીથી યાદ કરવાની કોઇ આવશ્યકતા જ નથી જણાતી. પછીની ‘આદમી ઔર ઈન્સાન’ (૧૯૬૯) અને ‘ધુંદ’ (૧૯૭૩)નાં ગીતો પણ સારાં એવાં પ્રચલિત થયાં હતાં, પણ એમાનાં કેટલાંક ગીતો એ સમયે મેં બહુ અછડતાં જ સાંભળ્યાં હતાં, એટલે એ ફિલ્મોનાં એવાં ઓછાં સાંભળેલાં ગીતોમાંથી પ્રેમાનુરાગનાં ગીતો અહીં રજુ કર્યાં છે.

આ ઉપરાંત પણ આ બન્ને કલાકારોના સહયોગમાં કાજલ (૧૯૬૫) અને નીલકમલ (૧૯૬૮) પણ એ ફિલ્મો છે જેનાં ગીતોએ ત્યારે પણ ખુબ લોકચાહના મેળવી હતી અને આજે પણ યાદ કરાય છે.

એક ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બે ફિલ્મો અમાનત (૧૯૭૭)- દુર રહ કર ન કરો બાત ક઼રીબ આ જાઓઃમોહમ્મદ રફી – અને ચીનગારી(૧૯૮૯) ખરેખર બની હતી બહુ પહેલાં પણ આકસ્મિક કારણોસર રીલીઝ બહુ  મોડી થઈ.

સાહિર લુધિયાનવી અને રવિના ૧૯ ફિલ્મના સંગાથમાં નીપજેલાં બાકીનાં પ્રેમાનુરાગનાં ગીતો પૈકી મારી પસંદના કેટલાંક પ્રતિનિધિ ગીતો અહી રજુ કરેલ છે.

ઈતની હસીં ઈતની જવાં રાત ક્યા કરેં, જાગે હૈ કુછ અજીબ સે જઝબાત ક્યા કરેં – આજ ઔર કલ (૧૯૬૩) – મોહમ્મદ રફી

પેડોંકે બાજુઓમેં લચકતી હૈ ચાંદની
બેચૈન હો રહે હૈં ખયાલાત ક્યા કરેં
સાંસો મેં ઘુલ રહી જૈ કિસીકે સાંસકી મહક
…. ….. …… ……. ……………
દામન કો છુ રહા હૈ કોઈ હાથ ક્યા કરેં

શાયદ તુમ્હારે આને સે ભેદ ખુલ સકે
હૈરાં હૈ કી આજ નયી બાત ક્યા કરેં

રંગીન ફિઝાં હૈ …. આજા કે મેરા પ્યાર તુઝે ઢુંઢ રહા હૈ …. તે કિસકી સદા હૈ…,યે કૌન મુઝે અપની તરફ ખીંચ રહા હૈ …. – બહુ બેટી (૧૯૬૫) મહેન્દ્ર કપૂર, આશા ભોસલે

તેરી ભી હૈ યે મેરી આવાજ઼ નહીં હૈ
…… …. …. …… …..
અય જાન-એ-તમન્ના યે કોઈ રાઝ નહીં હૈ
તુ મુજ઼સે જુદા હોકે ભી કબ મુજ઼સે જુદા હૈ
દિલ દિલ સે મિલા હૈ

તુમ મુજ઼કો બુલા લો તો ટાલા નહીં જાતા
…. …. ….. …. …. … …….
અપને કો કિસી તરહ સંભાલા નહીં જાતા
જ઼ુલ્ફોંકા મુજ઼સે હોશ ન આંચલ કા પતા હૈ
યે કૈસા નશા હૈ

દુનીઆ કો ભુલાકો મેરી બાહોંમેં ચલી આ
… …… …… ….. ….. ……
જજ઼બાત કી બેફીક઼્ર પનાહોંમેં ચલી આ
કહતે હૈં જિસે ઇશ્ક઼ વો જિને કી અદા હૈ
અચ્છા ન બુરા હૈ

મિલતી હૈ જ઼િંદગીમેં મુહબ્બત કભી કભી….. હઓતી હૈ દિલબરોં કી ઈનાયત કભી કભી – આંખેં (૧૯૬૮) – લતા મંગેશકર

શરમા કે મુંહ ન ફેર, નઝરકે સવાલ પર
………… ………. ….. …………
લાતી હૈ ઐસે મોડ પે કિસ્મત કભી કભી
ખુલ્તે નહીં હૈ રોજ઼ દરીચે બહાર કે
… ……. …. ……….. ……..

આતી હૈ જાન-એ-મન યે ક઼યામત કભી કભી
તનહા નહીં કટ સકેગી જવાની કી રાસ્તે
…. ….. ….. . …….. .

પેશ આયેગી કિસીકી ઝરૂરત કભી કભી
ફિર ખો ન જાયેં હમ કહીં દુનિયાકી ભીડમેં
…. … …. ….. ……..
મિલતી હૈ પાસ આનેકી મોહલત કભી કભી

યે સમા યે રૂત યે નઝારે, દિલ મેરા મચલને લગા, જાન-એ-વફા, રોક લેં નિગાહોં કે ઈશારે, તન મેરા પિઘલને લગા, મૈં હું તેરી તુ હૈ મેરા, આ મેરે દિલકી પનાહોંમેં આ – દો કલિયાં (૧૯૬૮) – મોહમ્મદ રફી, લતા મંગેશકર

શાને પે મેરે ગીરા દે ઝુલ્ફેં
આંખોં પે મેરે બીછા દે ઝુલ્ફેં
ઐસા જગા દે પ્યાર કા જાદુ
સારે જહાં પે છાયે નશા

ઈજ઼ાજ઼ત હો પુછેં આપ હી સે કે હમ મિલકર ભી હૈ ક્યું અજનબીસે, મિલે હમ યું ઈસે યું હીં ન સમજ઼ો, કોઈ મિલતા નહીં યું હી કીસીસે – આદમી ઔર ઈન્સાન (૧૯૬૯) – આશા ભોસલે, મહેન્દ્ર કપૂર

હઝારોં શૌખ ક઼ુરબાન ઉસ પર
જો તુમને કેહ દિયા હૈ સાદગી સે

અજબ સા લગ રહા હૈ તુમસે કહકર
યે બાતેં હમ ના કહતે થે કિસીસે

મેરી મંઝિલકી રાહેં જગમાગા દો
મોહબ્બત કી સુનહરી રોશનીસે

સફરકી ઈન્તિહા હોને ના પાયે
સદાકા સાથ લે લે ઝિંદગીસે

જાને ક્યું બાર બાર મેરા દિલ મુજ઼ે કહે ઉસ સે મિલ – પૈસા યા પ્યાર (૧૯૬૯) – આશા ભોસલે

જિસસે મિલતે નહીં બિલ્કુલ હી ખયાલાત તેરે
ક્યું પરેશાં હૈ ઉસકે લિયે જ઼જબાત તેરે

જબ ભી વોહ મુઝસે મિલા ઉસને સતાયા મુજ઼ે
મુજ઼કો બુરા તો લગા ફિર ભી વો ભાયા મુજ઼ે

જો તેરે હુસ્ન કી તૌહીન કરે ઉસ સે ના મિલ
જો કિસી દુસરી સજ઼ધજ઼ પે મરે ઉસ સે ના મિલ

મુજ઼કો તો જો ભી દેખે રાહોમેં આહેં ભરે
મૈં ક્યું કિસી પે મરૂં મુજ઼પે ઝમાના મરે

હો સકે તો કોઈ સંગીન સઝા દો ઉસકો
તીર કાબિલ નહીં વો દિલ સે ભુલા દો ઉસકો

ઉસકો બુલાઉં કૈસે ઈતના બતા દો મુજ઼કો
ઉસકા ઈરાદા ક્યા હૈ કુછ તો બતા દો મુજ઼કો

તારોંકી છાઓં મેં સપનોં કે ગાંવમેં પરીયોંકે સંગ તુમ્હેં જાના હૈ, સો જાઓ ચૈન સે ઇસ કાલી રૈન સે આગે જો દેશ સુહાના હૈ – સમાજ કો બદલ ડાલો (૧૯૭૦) – મોહમ્મદ રફી, લતા મંગેશકર

ગગન તલે પવન ચલે ઠંડી સુહાની
ધીમી ધીમી લય મેં કહે મનકી કહાની
આયી રે આયી રે આયી હૈ હિંડોલ લે કે નિંદીયાં કી રાની
સો જાઓ, સો જાઓ, સો જાઓ

ભંવે તેરી પિતા જૈસી માં જૈસી અખિયાં
ગજ઼બ કરેં જિયા હરે ઢુંઢે કનકીયાં
આયી રે આયી રે આયી હૈ તુમહેં લેને ફુલોંકી સખીયાં
સો જાઓ, સો જાઓ સો જાઓ

ખીલી રહે સજી રહે યું હી યે ક્યારી
હસીં ખુશી જિયો સભી મા તુમ પે વારી
આયી રે આયી રે આયી હૈ ચંદાકે રથકી સવારી
સો જાઓ, સો જાઓ સો જાઓ

ઈસ ધરતી ઈસ ખુલે ગગન કા ક્યા કહના મદમાતી મદભરી પવન કા ક્યા કહના, ફુલોં ભરે યે ગુલશન હરે મગન હુઆ તન મન ક્યા કહના – ગંગા તેરા પાની અમૃત (૧૯૭૧) – મોહમ્મદ રફી, લતા મંગેશકર

ગ્વાલનોંકા રૂપ ઘુંઘટોકી આડમેં
પંછીયોં કા પ્યાર બૈરીયોંકે ઝાડમેં
બાંસુરીકી ધુન ખેતીયોંકે પરસે
પનઘટોં કી નાર ડોલે ઈસ પુકારસે
ધડકન બઢે નશા સા ચડે
થીરક ઊઠે ગગન ક્યા કહના

ચંપુઓંકે રાગ કહ રહેં હૈ પ્યાર સે
…… …. …. … … …
જુડ ગયે હૈ આજ કસ્તિયોંકે તાર સે
જા રહા હૈ જાને કૌન કિસીકી ચાહમેં
બસ રહા હૈ કૌન જાને કિસ નિગાહમેં
…… …. …. … … …
…… …. …. … … …

બસ ગયી હૈ નિગાહેં જબ તુમ આયે હો
ક્યા મેરી પુકાર સુનકે ભી પરાયે હો
…. ….. ….. ….. ….. … …….. …
…… ……….. ….. …… …….. . …
ઈતના ઈંતઝાર રોજ કર ના પાઉંગી
રોક લુંગી આજ યા મૈં સાથ જાઉંગી
દુરી ઘટી તો યે દુવિધા હટે તો
ફિર મેરે સાજન ક્યા કહના

જુબના સે ચુનરીયા કિસક ગયી રે, દુનિય અકી નજરીયા બહક ગયી રે – ધુંધ (૧૯૭૩) – આશા ભોસલે, મન્ના ડે

નાજુક તન ઔર ઉસપે જવાની
હાયે પતલી કમરીયા
હાયે રે હાયે પતલી કમરીયા
લચક ગયી રે

બલખાતી જ઼ુલ્ફેં જો દુનિયાને દેખી
દલ ફસી ગલેમેં લટક ગયી રે
ગુસ્સેમેં ઈનકે યે તેવર તો દેખો
જૈસે બાદલમેં બીજલી
હાયે રે હાયે રે જૈસે બાદલમેં બીજલી
કડક ગયી રે

મેરી ચાહત રહેગી હમેશાં જવાં, જિસમ ઢલનેસે જ઼જ઼બાત ઢલતે નહીં, મૌત આને સે ભી પ્યાર મરતા નહીં, દમ નિકલને સે અરમાં નિકલતે નહીં – મેહમાન (૧૯૭૫) – મોહમ્મદ રફી

લાખ તૂફાં હો હમ ના ઘબરાયેંગે
તુ ના આયેગી મિલને તો હમ આયેંગે
જાં પર ખેલને સે જ઼િજ઼કતે હૈ જો
વો મોહબ્બત કી રાહોં પે ચલતે નહીં

હમને છોડા ન છોડેંગે દામન તેરા
જિસકો અપના લિયા ઉસકો અપના લિયા
જો હો સકે તો હમેં ઉમ્ર ભર આઝમા
મૌસમોં કી તરહ હમ બદલતે નહીં

તુ મિલે ના મિલે પર સલામત રહે
દુર હી કી સહી તુજ઼સે નિસ્બત રહે
ઝિંદગી ભર તેરી મુજ઼કો હસરત રહે
હસરતોંકે બિના ખ્વાબ પલતે નહીં

સાયકલ પર હસીનોંકી ટોલી દેખી તો … …. …. …. …. ….. …. … તબિયત યું બોલી, અય કાશ કે હમ સાયકલ હોતે ઈન હાથોંમેં હેન્ડલ હોતે, પૈરોંકે તલે પેન્ડલ હોતે દબતી ઊઠતી સેંડલ હોતી, ભર જાતી મુરાદોંકી જોલી – અમાનત (૧૯૭૫) – મોહમ્મદ રફી, આશા ભોસલે, મન્ના ડે, સાથીઓ

સાયકલ પે જવાનોંકી ટોલી દેખી તો … …. …. ….. તબિયત યું બોલી
અય કાશ હમ સેંડલ હોતે, સોડે કી ભરી બોતલ હોતેં
તબ ઠીકસે તુમ દખલ હોતે ઝઘડે સભી અબ સેટલ જોતે
પછતાયેં અબ કી નિયત ક્યું ડોલી.. … … …

સડકોંપે યે પરેડ ફેશનકી એક શકલ હૈ ઇન્વીટેશનકી
જાત કુછ ભી બનાઓ નેશનકી તુમ જાન હો ઉસ જનરેશનકી
જો દિલ પે ચલતી હૈ ગોલી… …. …. ….

ક્યા બાત હૈ એજ્યુકેશન કી કી ક્યા હાલત હૈ યે સિવિલાઈઝેશનકી
કુછ શરમ કરો પોઝીશન કી યું હમસે જો જો કન્વર્ઝેશનકી
કરવાઓગે ખોપડીયાં ખોલી … …. ….. …. …

કુચ નાઝ અદાકે રૂલ બને રોમાંસ કે કુછ સ્કૂલ બનેં
ટપોરી હૈ હમ ક્યું ટૂલ બનેં દિલ દેકે તુમ્હેં ક્યું ફૂલ બનેં
ઈસ નીંદ હમેં સમજો ગોલી … ….. …. ……….

દિલમેં કીસીકે પ્યારકા જલતા હુઆ દિયા, દુનિયાકી આંધિયોંસે ભલા યે બુઝેગા કયા – એક મહલ હો સપનોંકા (૧૯૭૫) – કિશોર કુમાર

સાંસોકી આંચ પા કે ભડકતા રહેગા યે
સીનેમેં દિલકે સાથ ધડકતે રહેગા યે

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીતમાં આ બે કડીઓ ઉમેરાયેલી છે

વો નક઼્શ ક્યા હુઆ જો મિટાયે મિટ ગયા
વો દર્દ ક્યા હુઆ જો દબાયે દબ ગયા

યે જિંદગી ભી ક્યા હૈ અમાનત ઉનકી હૈ
યે શાયરી ભી ક્યા હૈ ઈનાયત ઉન્હીંકી હૈ
અબ વો કરમ કરે કે સિતમ ઉનકા ફૈસલા
હમને તો દિલમેં પ્યારકા શોલા જગા લિયા

હર વક઼્ત તેરે હુસ્નકા હોતા હૈ સમા ઔર, હર વક઼્ત મુઝે ચાહિયે અંદાજ-એ-બયાં ઔર -ચિનગારી (૧૯૮૯) – મહેન્દ્ર કપૂર

ફૂલોં સા કભી નરમ હૈ સોલોં સા કભી ગરમ
મસ્તાના અદા મેં કભી શોખી હૈ કભી શરમ
હર સુબહ ઘુમાં ઔર હર રાત ઘુમાં ઔર
હર વક઼્ત તેરે હુસ્નકા હોતા હૈ સમા ઔર

ભરને નહી પાતી તેરે જલવોંસે નિગાહેં
થકને નહીં પાતી તુઝે લિપટા કે યે બાહેં
છૂ લેને સે હોતા હૈ તેરા જિસ્મ જવાં ઔર

+                     +                     +

સાહિર લુધિયાનવી મૂળતાઃ સમાજની અસમાનતાઓ સામે પ્રજ્વળતા રહેતા શાયર હતા. પરંતુ તેમનાં પદ્યનાં આ સિવાયનાં અન્ય પરિમાણો પણ એટલાં જ હૃદયસ્પર્શી હતાં તે આપણે સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે આપણે સાહિરનાં પ્રેમાનુરાગના ભાવનાં કેટલાંક ગીતોને તેમના બોલની વિગત સાથે તાજાં કર્યાં. તેમ છતાં દિલની અંદર હજુ પણ એમ તો થયા જ કરે છે કે

કોઈ ભી ઉસકા રાઝ ન જાને
એક હક઼ીક઼ત લાખ ફસાને


સાહિર લુધિયાનવીનાં અલગ અલગ સંગીતકારો સાથે રચાયેલાં પ્રેમાનુરાગનાં ગીતોના બધા મણકા ‘સાહિર લુધિયાનવી જન્મશતાબ્દી સ્મરણોત્સવ – સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો‘ પર ક્લિક કરવાથી વાંચી  / ડાઉનલોડ કરી શકાય છે.

Author: Web Gurjari

2 thoughts on “સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ૧૯ ફિલ્મોનો સંગાથ – રવિ સાથે

  1. બહુ સરસ રીતે રજુઆત કરવામાં આવી છે. મને ખુબ ગમ્યું.

    1. સાહિર અને રવિનાં પ્રેમાનુરાગનાં ગીતોમાંથી મારી પસંદ અનુસાર ચુંટેલાં ગીતો આપણને પણ પસંદ પડ્યાં તે આનંદની વાત છે.

      આપના પ્રતિભાવ બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.