નીતિન વ્યાસ
સંત કબીર સાહેબ ના પારિવારિક જીવન માટે અનેક વાત જોડાયેલી છે. ઘણા લોકો માને છે કે સંન્યાસી જીવન જીવવા છતાં કબીરે લગ્ન કર્યા હતા અને એક પરિવારની પુરી સંભાળ લીધી હતી. કબીરજીની પત્ની નું નામ લોઈ, કમલ અને કમલી અનુક્રમે તેનો પુત્ર અને પુત્રી હતાં. કોઈ જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે કબીરની પત્ની નું નામ ધનિયા હતું, અને લોઈ કબીરજીની શિષ્યા હતી.
“मेरी बहुरिया की धनिया नाम
ले राखउँ रामजनिया नाम
एक थी करूपा और दुई स्वरूपा। “
આ દોહામાં કબીરસાહેબે પોતાની ત્રણ બહુરિયા-પત્નીઓના નામ વર્ણવ્યાં છે. ધનિયા ને “રામજનિયા” કહી છે જે પુરા ઘરની સંભાળ લે છે. તૃષ્ણા, ક્રોધ, ઈર્ષા ને કુરુપા અને દુઆ દયા ને સ્વરૂપા – સુંદર કહે છે. એક કબીરના અમુક દોહામાં લોઈનો પણ ઉલ્લેખ છે.
“कहत कबीर सुनहु रे लोई
हरी बिन रखन सकत न कोई।“
કમલ અને કમલી વિશે એક ઉલ્લેખ:
ગંગાના કિનારે વનખંડી ઋષિ ની કુટિયા હતી. કબીર સંધ્યાકાળ થતાં સાંજે ઋષિને મળવા જતા. એક દિવસ ગંગામાં કોઈ કિશોરના દેહ તણાતો જોયો. તેને પાણીમાંથી બહાર કાઢી કાંઠે સુવાડ્યો. એક વાયકા મુજબ, કબીરે પોતાની દેવી શક્તિથી તેમાં પ્રાણનો સંચાર કર્યો. ઘરે લાવી દીકરાની જેમ ઉછેર્યો તેનું નામ કમલ. આ બીનાની જાણ શેખ તાકી ને થઇ. તેણે કબીરને પડકાર્યા. કબીરને શેખ તાકી પોતાની દસ વર્ષની દીકરી ની કબર પાસે લઇ ગયા અને કહ્યું કે જો તને તારા ઈશ્વરમાં આટલી શ્રદ્ધા હોય તો મારી દીકરીને પુનર્જીવિત કરી દે . કબીરે તે દીકરી જીવિત કરી. શેખ તાકી એ તે દીકરીને કબીરને સોંપી દીધી. તેનું નામ કમલી, કમાલી અથવા કમલીની.
આજ ની પ્રસ્તુતિ છે કમલી રચિત એક લોકપ્રિય કવિતા ઉપર આધારિત છે, રાગ ભૈરવી કે મિશ્ર ભૈરવીમાં પ્રચલિત આ ઠુમરીના શબ્દો છે
સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી
ના કછુ બોલી ના કછુ ચાલી
ચાદર ઓઢકે પલંગવા પે પડી થી
સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી રામા
મેરી અગર ન માનો તો સહેલી સે પૂછો
ચાદર ઓઢકે પલંગવા પે પડી થી
સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી રામ
રંગ મહેલ કે દસ દરવાજે
ન જાને ઉસમેં કોનસી ખિડકી ખુલી થી
સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી રામ
કહેત કમાલી કબીર કી બેટી
ઐસે બિહાઈ સે તો કુંવારી ભલી થી
સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી રામા
રામા મૈં ના લડી થી
કોઈ કહે છે “ઇસ મંદિર કે દસ દરવાજે” આ માનવ શરીર ની વાત છે, સૈયાં નિકાસ ગયે – શરીર માંથી જીવ નીકળી ગયો – દસ માંથી કયા દરવાજા કે ખિડકી માંથી ગયો તેની ખબર ના રહી. હું તો ચાદર ઓઢી પલંગ પર સૂતી હતી. આ મૃત્યુ શૈયા ની વાત છે,
તો પ્રસ્તુત છે: “સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી”
સંત કબીર ની દીકરી કમલી નું રચેલું આ ગીતને પ્રથમ વખત રાગ ભૈરવી માં બંદિશ બનવી ગીત ને ગ્રામોફોન રેકોર્ડ પર સ્વરાંકન કરવાનો યશ શ્રીમતી જાનકીબાઇ ઉર્ફે “છપ્પન છુરી” ના નામે છે. ૧૯૦૪ માં આ 78 RPM માં બનેલી આ રેકર્ડ તે જમાનામાં બહુ લોકપ્રિય થયેલી.
જાનકીબાઇ ની વાત
એક આહીર કુટુંબ સાલ ૧૮૭૫ અને કાશી માં જન્મેલા. તેમનું જીવન અનેક યાતના અને વિટંબણાઓ થી ભરપૂર છે. તેમના પિતા, શિવબાલક યાદવ અખાડીયન હતા અને દનૈયા ની દુકાન ચલાવતા. મા માનકીબાઇ પણ દુકાન માં પતિ ને મદદ કરતી, નાની જાનકીને સંગીત શીખવા સાથે ભણવામાં હોશિયાર હતી. જીવન દોરી ટૂંકાવવા નદીના પાણી માં કુદેલી એક બાઈ ને બચાવી જાનકીના પિતાએ એને આશ્રય આપ્યો તેનું નામ બાઈ લક્ષ્મી. લક્ષ્મી બદચલન હતી. જાનકીના માતાપિતાની ગેરહાજરીમાં તેને ગામના એક સિપાઈ સાથે પ્રેમાલાપ શરૂ કર્યો. લક્ષ્મી અને તેના પ્રેમીને જાનકીની મોજૂદગી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી, એક વખત જાનકી તો બંનેને પ્રેમાલાપ કરતા જોઈ ગઈ. પેલો સિપાઈ રઘવાયો થઈ હાથમાં આવેલા ચાકુથી નાની જાનકી પર તૂટી પડ્યો. લોહી લુહાણ જાનકીને પાડોશીએ દવાખાના ભેગી કરી, દવાખાનાના દાક્તરે કહ્યું આ છોકરીને ૫૬ જગાએ ચાકુના ઘા લાગ્યા છે. જાનકીના પિતાને આ વાતની જાણ થતાં હ્રુદય રોગનો હુમલો થયો. તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું.
લક્ષ્મીબાઈએ થોડા સમય બાદ જાનકી અને તેની મા માનકીબાઇ સાથે ઝઘડા કરવાનું અને ત્રાસ આપવાનું શરૂ કર્યું, દીકરી જાનકી ને સાથે લઈ માનકીબાઇએ પ્રયાગરાજ ની રાહ પકડી. સ્ટેશન પાસે ઘર લઈ મા એ ગાવાનું શરુ કર્યું અને જાનકી ને સંગીત સાથે સંસ્કૃત અને ઉર્દુ ભણાવવા માટે શિક્ષક રાખ્યા. યુવાન જાનકી કવિતા રચતી, સંગીતબધ્ધ કરી અને ગાતી, જાનકીબાઇ નું લખેલું પુસ્તક “દીવાન-એ-જાનકી” ત્યાં ના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. જાનકી પોતે કબીર જીવનથી બહુ પ્રભાવિત થયેલી. “સૈયાં નિકસ ગયે” તે જાનકીબાઇ ની રચના છે તેવો પણ ઉલ્લેખ છે. તે સમયના પ્રયાગરાજમાં તેની ચાહના વધતી ચાલી. જાહેર કાર્યક્રમ, રાજા મહારાજાઓને ત્યાં ગાવા જવું, ગ્રામોફોન કંપની સાથે રેકર્ડનાં કોન્ટ્રાક્ટ વગેરે થી આવક ઘણી થઈ, તેણે ગામમાં ધર્મશાળા બંધાવી. ત્યાં યાત્રીઓ મફત ભોજન વ્યવસ્થા હતી.
સન ૧૯૦૪માં પોતે સંગીતબધ્ધ કરેલી રાગ ભૈરવી માં ઠુમરી. “ઇસ નગરી કે દસ દરવાજે” બેહદ લોકપ્રિય થઇ, દેખાવે બદસૂરત, મોઢા પર છરી નાં ઘા દેખાય, પણ ગાવામાં અવાજ એવો બુલંદ કે આજુબાજુના વિસ્તારોમાં પણ સંભળાય.
(આ માહિતી, અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, હિન્દી વિભાગના વડા, ડો.પંકજ પરાશર ના સંશોધન અને વાર્તાલાપ પર આધારિત છે.)
પ્રસ્તુત છે જાનકી બાઈ ના અવાજમાં
“ઇસ નગરી કે દસ દરવાજે,
નજાને કોનસી ખિડકી ખુલી થી,
સૈયાં નિકસ ગયે મેં ના લડી થી”
ઈસવીસન સોળમી સદીમાં રચાયેલ આ કવિતા એક લોકગીત અને કવ્વાલી ની જેમ ગવાય છે.
માલવા, મધ્યપ્રદેશ નાં પ્રસિધ્ધ લોક ગાયક શ્રી કાલુરામ બામણીયા અને તેની ભજન મંડળી:
લોક ગાયક શ્રી ધનરાજ જોશી
એક મહેફિલ, “શ્યામે અવધ” : સીતાર ઉપર શ્રી સ્મૃતિ માન સાથે ગાયીકા શ્રી પ્રિયંકા માથુર, તબલા પર શ્રી અશોક શિંદે
રાયપુર, છત્તીસગઢના ભજનિક પદ્મ શ્રી ભારતી બંધુ
બુન્દેલખંડ નાં પ્રસિધ્ધ લોક ગાયક શ્રી દેશરાજ પટોરીયા
મૂળ નામ ભાનુમતિ શિરોડકર, લગ્ન બાદ શ્રીમતી શોભા ગુર્તું . સાલ ૨૦૦૨માં તેમને ને પદ્મ ભૂષણ પારિતોષિક થી સન્માનવામાં આવ્યા હતાં. તારીખ ૮ ફેબ્રુઆરી ૧૯૨૫ માં બેલગામ, કર્ણાટક માં જન્મેલા શ્રી શોભાજી ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૪ માં અવસાન પામ્યા.
સારંગી પર સંગતમાં શ્રી સુલતાન ખાં નજરે પડે છે. રાગ મિશ્ર ભૈરવી .
સાંભળીયે શ્રીમતી કૌશિકી ચક્રવર્તીને ,રાગ ભૈરવી
ઠુમરી, ચૈતી, હોરી, કજરી, જાલા વગેરે ગાયકીનાં અભ્યાસી અને અગ્રણી પુરસ્કર્તા શ્રીમતી ધનશ્રી પંડિત
શ્રીમતી આશા ભોંસલે નો સ્વર અને શ્રી જયદેવજી ની સંગીત રચના, “શ્યામ નિકસ ગયે, મૈં ના લડી થી”
સુપ્રસિધ્ધ ગાયીકા શ્રીમતી અશ્વિની ભીડે દેશપાંડે, જયપુર અતરૌલી ઘરાણાં
ઉસ્તાદ અમીર ખાંના શિષ્યા શ્રીમતી સંધ્યા બંદોપાધ્યાય
જયપુર અતરૌલી ઘરાણાં નાં ઠુમરી ગાયીકા શ્રીમતી સ્વેતા હતંગડી કીપેડી
સંગીત રત્ન, કલકત્તાના શ્રી અંગીરા કોટાલ
શ્રીમતી સંગીતા શંકર વાયોલિન વાદક અને ગાયિકાની એક સરસ પ્રસ્તુતિ
ઓલ ઇન્ડિયા રેડીઓ પ્રતિયોગ્યતામાં સુવર્ણ પદક વિજેતા શ્રી ઇવ્યા બેનરજી
શ્રી શ્રદ્ધા મહેતા ની સુંદર રજુઆતઃ
શ્રી મિરાંદે શાહ ની પ્રસ્તુતિ
ફિલ્મ “સત્યમ શિવમ સુન્દરમ” માં લક્ષ્મીકાંત પ્યારેલાલ ની સંગીતબધ્ધ કરેલી આ ઠુમરી શ્રી લતા મંગેશકર અને શ્રી ભુપેન્દ્ર સિંહ નાં દ્વન્દ ગીત રૂપ ફિલ્મમાં જોવા સાંભળવા મળે છે. લતાજી “સૈયાં નિકસ ગયે મૈં ના લડી થી” ગાય છે. જ્યારે ભુપેન્દ્રજી અઢારમી સદીના લખનઉના નવાબ વાજીદઅલી શાહના સમય થી પ્રચલિત , “કૌન ગલી ગયો શ્યામ” ગાય છે. મૂળભૂત ઠૂમરીનાં શબ્દોમાં ગીતકાર શ્રી વિઠ્ઠલભાઈ પટેલે ઘણા ફેરફાર ફિલ્મ ગીતને અનુરૂપ કર્યા છે. (રાગ ભૈરવી)
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.
Good collection and research on “KABIR” DOHA and different Bandish .
Thank you NITINBHAI for your valuable work.
Excellent. First picture is also very nice.
શ્રીમતી સરયુબેન પરીખ અને ડો, ભરતભાઈ ભટ્ટ તરફથી પ્રોત્સાહક પ્રતિભાવ માટે ખરા દિલ આભાર.
એક ખુલાસો જાનકીબાઇ, “છપ્પન છુરી” બાબત:
આ માહિતી, અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, હિન્દી વિભાગના વડા, ડો.પંકજ પરાશર ના સંશોધન અને વાર્તાલાપ પર આધારિત છે.
મારી ભૂલ દરગુજર કરશો.
-નીતિન વ્યાસ
સ્મૃતિ અને પ્રિયંકા બન્ને ની સરસ રજુઆત. પ્રિયંકા નો આવાજ અને રૂપ બન્ને ખુબ સરસ..કબીરજી વિષે નવું જાણવા મળ્યું..હજી બીજા ને સાંભળવા ના બાકી..🙏
What a great information.
તમારી દરેક પોસ્ટમાં તમારો ખંત જણાઈ આવે છે. ખુબ જ ધીરજથી આટલી માહિતી તેમ જ વિડિયોઝ એકત્ર કરીને વાંચનારા-સાંભળનારાઓને ન્યાલ કરો છો તે માટે આભાર.
નીતિનભાઈ – બહુ જ સરસ સંકલન કર્યું છે. ગીત પણ જાણીતું છે. બંદિશમાં એટલા બધા વર્સન છે તે જોઈ આશ્ચર્ય. ખુબ વધાઈ. આગળના જમાના નું જે પહેલું ગીત છે તે સાંભળવાની ખરેખર મજા અને આનંદ આવ્યો.
નિતીનભાઈ,
ખૂબ સુંદર ગીત
સાંભળવાની મજા આવી
ભાઈ, દર વખતે વેબગુર્જરી માં તમે જે લઈ આવો છો તે અદભૂત હોય છે. આ વખતે પણ મજા પડી ગઈ. કૌશિકી ચક્રવારતીનો વિડિઓ મારી પાસે છે અને મેં ઘણી વખત સાંભળેલો છે, પણ બાકીના ખજાનાની ખબર નહોતી. પ્રણામ…!👍👌💐
I always loved this e-mail from you guys! What a compilation! It shows your passion for this kind of art!
Vijay shah
નીતિનભાઈ, તમારું સંકલન તો ગજબનું છે. ગઈ રાત્રે 11 વાગ્યે સુવાના સમયે તમારી પોસ્ટ જોઈ અને પછી બધી રચનાઓ જોતા રાતત્રે 1 વાગી ગયો અને પછી ક્યાં સુધી મગજમાં એક જ ગીત ચાલ્યા કર્યું ” સૈયાં નિકસ ગયે મૈં નાં લડી થી”.
ખૂબ જ સુંદર સુંદર રચનાઓ છે અને ગાયકો પણ એક એક થી ચઢિયાતા છે !
કૌશિકી ચક્રવર્તી ઉપરાંત, ઠુમરી ગાયીકા શ્રીમતી સ્વેતા હતંગડી (જયપુર ઘરના) અને ઇવ્યા બેનરજી ની રચનાઓ ખૂબ ગમી.
નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન !
-પ્રકાશ મજમુદાર –
આપ સર્વે નો ખરા દિલ થી આભાર. આપના પ્રતિભાવો ની પ્રતીક્ષા હંમેશાં હોય છે અને તે વાંચવાનું મને ખુબ ગમે છે. આપના આવા નિખાલસ પ્રેમ ઉપર તો હું ટકી રહ્યો છું. આપ સર્વે ને સપ્રેમ નમસ્કાર.
-નીતિન વ્યાસ