ભગવાન થાવરાણી
શારિક કૈફી બરેલીના છે, વસીમ બરેલવીની જેમ. શારિકનો અર્થ થાય તેજસ્વી. એમના વાલિદ કૈફી વજદાની પણ ઉર્દૂના વિખ્યાત શાયર હતા. એમના એક શેરથી વાતનો આરંભ કરીએ :
બસ્તી મેં ગરીબોં કી જહાં આગ લગી થી
સુનતે હૈં વહાં એક નયા શહર બસેગા ..
હવે પુત્રની વાત. ‘ યહાં તક રૌશની આતી કહાં થી ‘ નામક ગઝલ સંગ્રહ ઉપરાંત એમની નઝ્મોનું સંકલન પણ બહુ દિલચસ્પ શીર્ષક ધરાવે છે – ‘ અપને તમાશે કા ટિકટ ‘.
એમના ગઝલ સંગ્રહની શીર્ષક ગઝલનો શેર છે :
નયા યૂં હૈ કિ અનદેખા હૈ સબ કુછ
યહાં તક રૌશની આતી કહાં થી ..
(ઘણી ચીજો – ઘટનાઓ – માણસો એટલા માટે અણજાણ રહે છે કે એમના પર ક્યારેય અજવાળું પડ્યું હોતું નથી. એમનું વજૂદ તો હોય છે જ. )
એમના દ્રષ્ટિકોણનું વૈશિષ્ટ્ય જૂઓ :
કુર્બ કા ઉસ કે ઉઠા કર ફાયદા
હિજ્ર કા સામાં ઈકઠ્ઠા કર લિયા
(એ સાથે હતા એ ઘટનાનો ‘ લાભ ‘ ઉઠાવીને એમના વિયોગની તૈયારી કરી લીધી ! આવું કવિ જ વિચારી શકે. બિચારા સરેરાશ માનવીનું ગજું નહીં ! )
પોતાના મૃત્યુ પછીની એમની પરિકલ્પના :
સબ ગુઝરતે રહે સફ – બ – સફ પાસ સે
મેરે સીને પે ઈક ફૂલ રખતે હુએ …
– મારી તસવીર ઉપર, મારી છાતી ઉપર એક – એક ફૂલનો બોજ મૂકીને બધા સ્વજનો કતારબંધ પસાર થતા રહ્યા અને હું મારી તસવીરમાંથી એ તમાશો મૂંગા – મૂંગા નીરખતો રહ્યો !
અને આ વિડંબના :
ફૈસલે ઔરોં કે કરતા હું
અપની સઝા કટતી રહતી હૈ
કેવો વિરોધાભાસ ! ન્યાય અન્ય લોકોનો તોળું છું પણ એ કરતાં – કરતાં મારી સજા પણ કપાતી જાય છે. ન્યાય આપનાર પણ ક્યાં નિર્દોષ હોય છે !
અને હવે આ અદ્ભુત વાત :
સબ આસાન હુઆ જાતા હૈ
મુશ્કિલ વક્ત તો અબ આયા હૈ ..
જાણે આજના દૌરની વાત. બધું સરળ, સહજ, આસાનીથી પ્રાપ્ય બની જાય એ સુખ છે ?? પ્રયત્નોનું શું ? મહેનતનું શું ? રઝળપાટનું શું ? પરસેવાનું શું ? મહામહેનતે કશુંક પ્રાપ્ત કરીએ એ સંતુષ્ટિનું શું ? હાશકારો, નિરાંત, સંતૃપ્તિ, ધરપત જેવા શબ્દો શબ્દકોષમાંથી લુપ્ત થઈ રહ્યા છે દોસ્તો !
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Awesome
આભાર રીનાબહેન !
છેલ્લા શેર માં ખરેખર એકદમ સાચી વાત છે કરી કે બધું જયાં સહેલાઈથી મળી જાય જેની કિંમત કે મહત્વ પણ નથી હોતું અને એટલે જ પ્રાપ્તિ નો સંતોષ નથી રહેતો. વાહ ખુબ જ સરસ. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર પ્રીતિબહેન !
યહાં તક રોશની આતી કહાં થી . . . હીજ્રકા સામાન . . .
સાહેબ એક એક શેર મજબૂત અને અદભુત. આખો લેખ વારંવાર વાંચી ગયો.
ખૂબ ખૂબ આભાર જયંતભાઈ !
દરેક શેર અને તેની વાત કરવાની આપની અનોખી કળા… વાહ વાહ
ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ !