કાચની કીકીમાંથી
ઈશાન કોઠારી
નડિયાદમાં ગયા મહિને પોષી પૂનમનો મેળો યોજાયો હતો. આ મેળામાં તો હું નહોતો જઈ શક્યો, પણ તેના આગલા બે દિવસોમાં હું નડિયાદ હતો. આથી મેળાની તૈયારી થતી હતી તેના ફોટા ખેંચવા ગયો. સ્ટોલ બંધાઈ રહ્યા હતા, સામાન સ્ટોલ પર લગાવાઈ રહ્યો હતો. બીજી અનેક ગતીવીધીઓ ચાલી રહી હતી. આ ફોટામાં, મેળાના વાતાવરણને અનુરૂપ બને એટલા વધારે લોકોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી ફ્રેમ ભરેલી લાગે.
ફોટોગ્રાફીની અલગ ટેક્નિકસ વડે હું ફોટો લેવાનું શીખી રહ્યો છું.
કામ કર્યા પછી કેટલાક લોકો અમદાવાદ બાજી, કેરમ વગેરે રમી રહ્યા હતા. કામ અને એ પત્યા પછીની નિરાંત અહીં જણાતી હતી.
****
આ વેપારીઓના બાળકો ટ્રેમ્પોલિનમાં રમી રહ્યા હતા. આ જ ટ્રેમ્પોલીનમાં બે દિવસ પછી બીજાં બાળકો નાણાં ચૂકવીને કૂદકા મારશે.
****
આ ફોટો ક્લિક કર્યો એ વખતે કેમેરાને જાણીજોઇને થોડોક હલાવ્યો એટલે જાણે કોઈ પેઇન્ટિંગમાં બ્રશનો સ્ટ્રોક માર્યો હોય એવી ઈફેક્ટ આવી.
સંજોગોવશાત મેળામાં હાજર રહીને ફોટા લઈ શકું એવી સ્થિતિ ન હતી, તેથી મેં તેની તૈયારીઓના ફોટા લઈને સંતોષ માન્યો .
શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે
Good!
સરસ વસ્તુઓ ઝડપી છે.આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ!