નિરંજન મહેતા
પાંચ ભાગની આ લેખમાળાના બે ભાગ અગાઉ મુકાઈ ગયા છે જેમાં ૧૯૬૫ સુધીના ગીતોને આવરી લીધા હતાં. આ ભાગ ત્રણમાં આગળના થોડા ગીતોની વિગતો મુકું છું. રસિકજનો તરફથી મળેલા ગીતો પણ આમાં સમાવાયા છે.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’નું દર્દભર્યું ગીત છે
गुजरे है आज इश्क में हम इस मकाम से
આ ગીતના બીજા અંતરામાં તડપ તડપ શબ્દોની જોડી જોવા મળશે. ગીતના કલાકાર છે દિલીપકુમાર અને રચનાકાર શકીલ બદાયુની. સંગીત આપ્યું છે નૌશાદે અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત આજે પણ તરોતાજા મહેસુસ કરીએ છીએ.
तू जहां जहां चलेगा मेरा साया साथ होगा
ગીતના મુખડામાં શબ્દોની જોડી છે જહાં જહાં. સુનીલ દત્ત અને સાધના પર રચાયેલ આ ગીતના રચયિતા છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે મદન મોહનનું. સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘દિલ્લગી’નું આ એક કટાક્ષમાય પાર્ટી ગીત છે.
ये आज कल के लडके लिखते ना पढ़ते है
ગીતના મુખ્ય કલાકાર છે સંજયખાન અને માલા સિન્હા. મુખડામાં શબ્દો આવે છે કબૂતર, કબૂતર જે ત્યાર પછી પણ અનેક વખત આવે છે તો બીજા અંતરામાં શબ્દો લટકી લટકી, મટકી મટકી અને ક્યા ક્યા જેવી શબ્દજોડીઓ પણ જોવા મળે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સ્વર છે ઉષા મંગેશકરનો.
૧૯૬૬ની ફિલ્મ ‘આમ્રપાલી’નું આ મધુર ગીત વૈજયંતીમાલા પર રચાયું છે.
नील गगन के छाव में दिन रेन गले से मिलते है
ગીતના મુખડાને અંતે જોડી છે ખોયે ખોયે તોં અંતરામાં જોડી છે નસ નસ. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. ગાયિકા લતાજી.
આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જેમાં પણ જોડી જોવા મળે છે.
तुम्हे याद करते करते जाएगी रेन
મુખડાની પ્રથમ પંક્તિમાં જે જોડી છે તે છે કરતે કરતે. આ ગીતના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયિકા લતાજી.
૧૯૬૬ની વધુ એક ફિલ્મ ‘સાવન કી ઘટા’નું ગીત જોઈએ.
होले होले साजना धीरे धीरे बालमा
મુખડામાં શરૂઆતમાં શબ્દોની બે જોડી છે. હોલે હોલે અને ધીરે ધીરે. ત્યારબાદ આગળ પર જણાવાયું છે કે ભીગી ભીગી. તો પહેલા અંતરામાં જોડી છે મીઠી મીઠી. ઘોડાગાડીમાં મનોજકુમારની છેડતી કરતાં શર્મિલા ટાગોર આ ગીત ગાય છે જેના શબ્દો છે એસ.એચ. બિહારીના અને સંગીત ઓ.પી.નય્યરનું. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૭ની ફિલ ‘રામ ઔર શ્યામ’ના નૃત્યગીતમાં પણ એકથી વધુ જોડીઓ જોવા મળે છે
धीरे धीरे बोल कोई सुन लेगा सजना बलमा
મુખડામાં શબ્દજોડી છે ધીરે ધીરે. બીજા અંતરામાં જોડીઓ છે ગલી ગલી અને પલ પલ. તો આગળ જોડી છે ડગર ડગર. પછીના અંતરામાં પણ આવે છે હોલે હોલે. આ નૃત્યગીતના કલાકાર છે લક્ષ્મી છાયા અને અન્ય જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયકો છે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર.
૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘બહારો કે સપને’નું ગીત છે
आजा पिया तो हे प्यार दू गोरी बैया तो पे वार दू
ઉદાસ રાજેશ ખન્નાને સંબોધાયેલ આ ગીતના કલાકાર છે આશા પારેખ જેના મુખડામાં જોડી છે સુખે સુખે (હોઠ). મજરૂહ સુલતાનપૂરીનાં શબ્દો અને સંગીત છે આર. ડી. બર્મનનું. ગાયિકા લતાજી.
૧૯૬૮ની ફિલ્મ ‘આંખે’નાં આ ગીતમાં કભી કભી તો જાણે તકિયા કલામ હોય તેમ અનેકવાર અપાયું છે.
मिलती है जिन्दगी में मोहब्बत कभी कभी
એમ લાગે છે કે રિસાયેલ ધર્મેન્દ્રને મનાવવા માલા સિન્હા આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત આપ્યું છે રવિએ. ગાયિકા લતાજી.
૧૯૬૮ની અન્ય ફિલ્મ ‘હાયે મેરા દિલ’નાં બે ગીતોમાં જોડીઓ જોવા મળે છે. પહેલું ગીત છે
खुदा मै हु बेकरार ………
ओ दिलबर जानेमन जानेमन
કિશોરકુમાર અને અન્ય પર આ નૃત્યગીત રચાયું છે જેમાં શબ્દજોડી છે જાનેમન જાનેમન જે એકથી વધુ વાર આવે છે. ફિલ્મમાં ત્રણ ગીતકાર છે તેમાંથી આ ગીત કોનું છે તેની જાણ નથી થઇ પણ સંગીત ઉષા ખન્નાનું છે. ગાયકો છે મન્નાડે અને ઉષા ખન્ના.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે પણ એક નૃત્યગીત છે જેમાં મુખડામાં શબ્દોની જોડી છે હાયે હાયે ત્યાર પછી અંતરામાં જોડીઓ છે ગલી ગલી અને મેહફીલ મેહફીલ
मचल गया मचल गया हाये मेरा दिल
કલાકાર છે કુમકુમ અને ગીતકાર આનદ બક્ષી. સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ અને ગાયિકા છે લતાજી.
૧૯૬૯ની ફિલ્મ ‘ઈંતેકામ’માં એક કેબ્રે નૃત્ય છે જેમાં પણ જોડીના શબ્દો જોવા મળે છે.
आ जाने जा आ जाने जा
आ मेरा हुस्न जवां जवां जवां
મુખડામાં જવાં શબ્દ બે નહિં ત્રણ વાર આવે છે. કેબ્રે નૃત્યાંગના છે હેલન જેને સ્વર મળ્યો છે લતાજીનો. ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે જેમાં બીજા અંતરામાં જોડી છે નજર નજર.
हम तुम्हारे लिए तुम हमारे लिए
આ પ્રેમગીતના યુગલ કલાકારો છે સાધના અને સંજય ખાન. ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.
૧૯૭૦ની ફિલ્મ ‘સુહાના સફર’માં એક લગ્ન પ્રસંગનું ગીત છે જેમાં મુખડાની શરૂઆત થાય છે ટીમ ટીમ શબ્દોની જોડીથી.
टीम टीम चमके तारे
નૃત્યગીત જયશ્રી ટી. પર રચાયું છે. દુલ્હન છે શર્મિલા ટાગોર. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને સ્વર છે લતાજીનો
૧૯૭૧ની ફિલ્મ ‘કલ આજ ઔર કલ’નું ગીત જોઈએ.
टीक टीक टीक टीक
चलती जाए घड़ी
ત્રણ પેઢીને આવરી લેતી આ ફિલ્મમાં આ એક પાર્ટી ગીત છે જેમાં ગીતની શરૂઆતમાં ટીક ટીક શબ્દજોડી છે તો આગળ અન્ય જોડી છે પલ પલ. રણધીર કપૂર અને બબીતા આ ગીતના મુખ્ય કલાકાર છે જેમાં રાજકપૂર અને પૃથ્વીરાજ કપૂર પણ દેખાય છે. નીરજના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. ગાયકો છે આશા ભોસલે, કિશોરકુમાર અને વચ્ચે સાથ મળે છે મુકેશનો.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘આન મિલો સજના’નું આ સમુહ નૃત્યગીત ખેતરની વચ્ચે ગવાયું છે જેના મુખ્ય કલાકારો છે રાજેશ ખન્ના અને આશા પારેખ.
रंग रंग के फुल मोहे भाये ना
મુખડાની શરૂઆતમાં જ શબ્દજોડી છે રંગ રંગ. ત્યાર બાદ અંતરામાં આવે છે સુના સુના. બીજા અંતરામાં જે શબ્દજોડી તે છે દૂર દૂર. પછીના અંતરામાં છે રાત રાત અને ખન ખન. અંતિમ અંતરામાં તો સજના શબ્દ ત્રણ વખત અપાયો છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજી અને રફીસાહેબ્ના.
૧૯૭૧ની એક વધુ ફિલ્મ ‘રેશમા ઔર શેરા’નું ગીત એક વિરહણીના ભાવ દર્શાવે છે.
तू चन्दा मै चांदनी चांदनी
तू तरुवर मै शाख रे
મુખડાની શરૂઆતમાં શબ્દજોડી છે ચાંદની ચાંદની. અંતરામાં શબ્દો છે પલ પલ. વહીદા રહેમાન પર રચાયેલ આ ગીતના રચયિતા છે બાલકવિ બૈરાગી અને મધુર સંગીત છે જયદેવનું. સ્વર છે લતાજીનો.
આ જ ફિલ્મનું એક અન્ય મસ્તીભર્યું ગીત છે
तौबा तौबा मेरी तौबा
एक तो ये भरपूर जवानी
ऊपर ये तन्हाई
ગીતનો ઓડીઓ જ મળ્યો છે એટલે કલાકાર કોણ છે તે જણાતું નથી પણ ગીતમાં અનેક શબ્દજોડી જોવા મળે છે જેમ કે મુખડાની શરૂઆતમાં તૌબા તૌબા તો આગળ છે કરવટ કરવટ કરવટ . પહેલા અંતરામાં છે આજા આજા આજા અને ટક ટક ટક. અંતિમ અંતરામાં હાયે હાયે. ગીતકાર રાજીન્દર ક્રિશ્ન અને સંગીતકાર જયદેવ. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૭૧ની ફિલ્મ ‘ઉપાસના’માં છેડછાડભર્યું ગીત છે જેમાં એક કરતા વધુ શબ્દજોડી મળે છે.
हो काली काली सारी में गोरी ओ ओ गोरी लिपटी हुई
મુમતાઝની છેડતી કરતા સંજયખાન આ ગીતના કલાકાર છે જેમાં મુખડામાં કાલી કાલી શબ્દજોડી છે તો પહેલા અંતરામાં બે શબ્દજોડી જોવા મળે છે ખજાના ખજાના અને દીવાના દીવાના. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મહેન્દ્ર કપૂરનો જેમાં વચ્ચે વચ્ચે મુકરી પણ સાથ પુરાવે છે.
૧૯૭૧ની અન્ય એક ફિલ્મ ‘વીર છત્રસાલ’ના આ ગીતનો ઓડીઓ જ મળ્યો છે એટલે કલાકારની જાણ નથી પણ ગીતમાં એક કરતા વધુ શબ્દજોડીઓ જોવા મળે છે.
तड़प तड़प उठे जिया पुकारे मन पिया पिया
મુખડાની પહેલી પંક્તિમાં તડપ તડપ અને પિયા પિયા એમ બે જોડીઓ છે તો બીજા અંતરામાં છે ખડી ખડી અને ઘડી ઘડી. ગીતકાર નીરજ, સંગીતકાર એસ.એન. ત્રિપાઠી અને સ્વર છે સુમન કલ્યાણપૂરનો.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘રખવાલા’નું ગીત જોઈએ. આનો પણ ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે પણ શબ્દો ઉપરથી જણાય છે કે આવનાર બાળકને લઈને આ એક પતિ પોતાની વ્યથા દર્શાવે છે.
ये कैसी मैंने ये कैसी मैंने मधुर मधुर सी
अजब अजब सी आज सुनी सरगम
મુખડામાં જોડી છે મધુર મધુર અને અજીબ અજીબ. બીજા અંતરામાં જે જોડી જોવા મળે છે તે છે કહતે કહતે. ફિલ્મના મુખ્ય કલાકારો છે ધર્મેન્દ્ર અને લીના ચંદાવરકર એટલે આ ગીત તેમના પર રચાયું હશે. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૧ની વધુ એક ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’નું ગીત છે જે પિકનિક દરમિયાન ગવાયું હોય તેમ જણાય છે.
समा है सुहाना सुहाना
नशे में जहां है
ગીતના મુખડામાં જોડી છે સુહાના સુહાના તો અંતરામાં છે જોડી નજર નજર. ગીત જલાલ આગા પર રચાયું છે પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે રાકેશ રોશન અને ભારતી. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે કિશોરકુમાર.
૧૯૭૧ સુધીના ઘણા ગીતો મળ્યા જે તે સમાવતા સમાવાતા આ લેખ થોડો લાંબો થઇ ગયો
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
very good collection according to year Thanks for sharing .
Film: PARAS (1971)
LATA_MUKESH/ Kalynanji-anandji/ Shyamlal Babu Rai(Indeever)
तेरे होठों के दो फूल प्यारे प्यारे
तेरे होठों के दो फूल प्यारे प्यारे
मेरे प्यार की बहरो के नज़ारे
अब मुझे चमन
से क्या लेना क्या लेना
આભાર. નવા ગીતને ધ્યાનમાં લઉં છું.
સરસ લેખમાળા. માહિતી અને મહેનત દેખાઈ આવે છે.
આભાર