તૂફાન ઔર દિયા (૧૯૫૬)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

અભિવ્યક્તિના મુખ્ય બે પ્રકાર ગણાવી શકાય: મુખર (loud) અને સૂક્ષ્મ (subtle). પેટાપ્રકાર અનેક છે, પણ સામાન્ય રીતે એમ કહી શકાય કે અભિવ્યક્તિ જેટલી સૂક્ષ્મ સ્તરે પહોંચે એટલી એ કળાત્મક ગણાય. અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ કળા છે, અને સિનેમા તેનું સૌથી પ્રભાવક સ્વરૂપ છે. આથી ફિલ્મોમાં પણ આ પ્રકાર લાગુ પડે. ફિલ્મના ક્ષેત્રે કલાકારો પોતાને વિવિધ રીતે ઓળખાવે છે. એમ વી. શાંતારામની ઓળખ ‘કલાગુરૂ’ તરીકેની હતી. તેમણે નિર્માણ, દિગ્દર્શન તેમજ અભિનય કરેલાં, છતાં તેમની મુખ્ય ઓળખ દિગ્દર્શક તરીકેની હતી. તેમની ફિલ્મોમાં વિવિધ પ્રકારની કળાત્મકતાના અખતરા જોવા મળે. એક સમયે એ બહુ ગમતાં, પણ આજે જોતાં-વિચારતાં લાગે છે કે તેમની અભિવ્યક્તિ બહુ મુખર સ્વરૂપે રહેતી. તેમની ફિલ્મોનાં શિર્ષકનું તે શબ્દશ: ચિત્રાંકન કરતા, અથવા તો એમ કરી શકાય એ બાબત ધ્યાનમાં રાખીને તે ફિલ્મનું શિર્ષક વિચારતા હશે. આરંભિક કાળમાં તે સામાજિક મુદ્દાઓને ફિલ્મમાં ચમકાવતા, પણ ધીમે ધીમે કળાત્મકતાનું પ્રમાણ વધવા લાગ્યું એમ મને લાગે છે. તેમની ફિલ્મનો સંગીતપક્ષ અતિશય મજબૂત રહેતો. વસંત દેસાઈ, સી.રામચંદ્ર જેવા પ્રતિભાશાળી સંગીતકાર હોય એટલે પૂછવું જ શું?

રાજકમલ કલામંદિર નિર્મિત, વી. શાંતારામ દિગ્દર્શીત ફિલ્મ ‘તૂફાન ઔર દિયા’ની રજૂઆત 1956માં થઈ. આ ફિલ્મમાં સતીશ વ્યાસ, નંદા, રાજેન્દ્ર કુમાર, વત્સલા વગેરે કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનું શિર્ષક બહુ સૂચક હતું. વિષમ સંજોગોના ઝંઝાવાતમાં મૂલ્યો શી રીતે ટકાવી રાખવાં તેની કથા હતી. ગીતો ભરત વ્યાસ અને હસરત જયપુરીનાં લખેલાં અને સંગીત વસંત દેસાઈનું હતું. વસંત દેસાઈની શૈલીની એક ઓળખ તે એમના બીટ્સ. ‘યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી’, ‘મેરી આન ભગવાન’, ‘પિયા તે કહાં ગયો’ કે ‘દો આંખે બારહ હાથ’ના ‘એ માલિક તેરે બંદે હમ’નાં બીટ્સમાં ઘણી સમાનતા જણાય.

(ડાબેથી) કવિ ગ.દિ.માડગુળકર, વી. શાંતારામ, વસંત દેસાઈ અને ભરત વ્યાસ

આ ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જેમાંના ત્રણ મીરાબાઈનાં ભજન હતાં, એક હસરત જયપુરીએ લખેલું અને પાંચ ગીતો ભરત વ્યાસે લખેલાં હતાં. ‘મુરલીયા બાજે રી જમુના કે તીર’ (શમશાદ બેગમ અને સાથીઓ), ‘પિયા તે કહાં ગયો’ (લતા), અને ‘ગિરધારી મ્હને ચાકર રાખોજી’ (લતા) મીરાબાઈનાં ભજન હતાં. ‘દિલ તુમને લિયા હૈ મેરી જાન’ (શમશાદ બેગમ અને સાથીઓ) હસરત જયપુરીએ લખેલું. ‘આંખોં મેં આંખે ડાલ કે’ (શમશાદ બેગમ અને સાથીઓ), ‘આયા રે આયા રે ભાજીવાલા’ (ગીતાદત્ત), ‘મેરી છોટી સી બહન દેખો ગહને પહન’ (લતા, ગીતા) અને ‘મેરી આન ભગવાન’ (ગીતાદત્ત) ભરત વ્યાસે લખેલાં અને તેમની આગવી મુદ્રાવાળાં હતાં. ‘નિર્બલ સે લડાઈ બલવાન કી’ (મન્નાડે)ને ટાઈટલસોન્ગ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

 

ભરત વ્યાસના શબ્દોમાં ઉર્દૂના પ્રાધાન્યને બદલે હિંદી શબ્દોનું પ્રાચુર્ય હોવાથી એ તરત જ ઓળખી શકાય એવા બની રહે છે.  શિર્ષક ગીત ફિલ્મની કથાના કેન્દ્રવર્તી સારને રજૂ કરે છે, જેના શબ્દો આ મુજબ છે. શબ્દોને અનુરૂપ છબિ પણ પડદા પર દેખાય છે.

સૌ પ્રથમ ‘તૂફાન’ અને ‘દિયા’ના ગુણધર્મો થકી તેનો પરિચય આપવામાં આવે છે. એ પછી બન્ને વચ્ચેનો અસમાન સંઘર્ષ શબ્દો થકી ઉજાગર કરવામાં આવ્યો છે.

બે અંતરા જાય એ પછી ટાઈટલ શરૂ થાય છે, જે દીવાની જ્યોતમાં લખાયેલા છે. આ જ શાંતારામની શૈલીની વિશેષતા.

निर्बल से लड़ाई बलवान की -२
ये कहानी है दीये की और तूफ़ान की -२

इक रात अंधियारी, थीं दिशाएं कारी-कारी
मंद-मंद पवन था चल रहा
अंधियारे को मिटाने, जग में ज्योत जगाने
एक छोटा-सा दीया था कहीं जल रहा
अपनी धुन में मगन, उसके तन में अगन
उसकी लौ में लगन भगवान की
ये कहानी है दीये की और तूफ़ान की

कहीं दूर था तूफ़ान…
कहीं दूर था तूफ़ान, दीये से था बलवान
सारे जग को मसलने मचल रहा
झाड़ हों या पहाड़, दे वो पल में उखाड़
सोच-सोच के ज़मीं पे था उछल रहा
एक नन्हा-सा दीया, उसने हमला किया -२
अब देखो लीला विधि के विधान की
ये कहानी है दीये की और तूफ़ान की

दुनिया ने साथ छोड़ा, ममता ने मुख मोड़ा

अब दीये पे यह दुख पड़ने लगा -२
पर हिम्मत न हार, मन में मरना विचार
अत्याचार की हवा से लड़ने लगा
सर उठाना या झुकाना, या भलाई में मर जाना
घड़ी आई उसके भी इम्तिहान की
ये कहानी है दीये की और तूफ़ान की

फिर ऐसी घड़ी आई – २, घनघोर घटा छाई
अब दीये का भी दिल लगा काँपने
बड़े ज़ोर से तूफ़ान, आया भरता उड़ान
उस छोटे से दीये का बल मापने
तब दीया दुखियारा, वह बिचारा बेसहारा
चला दाव पे लगाने बाज़ी प्राण की
चला दाव पे लगाने, बाज़ी प्राण की (4)

અહીં 4.36 પર ટાઈટલનું સમાપન થાય છે, અને નાનકડા દીવા પરથી સીધો જ કેમેરા એક કિશોર તરફ જાય છે, જે આ ફિલ્મમાં ‘દીવા’નું પ્રતીક છે.

ગીતનો બીજો હિસ્સો ફિલ્મમાં વિવિધ પરિસ્થિતિમાં સંભળાતો રહે છે, જે આ મુજબ છે.

लड़ते-लड़ते वो थका, फिर भी बुझ न सका -२
उसकी ज्योत में था बल रे सच्चाई का
चाहे था वो कमज़ोर, पर टूटी नहीं डोर
उसने बीड़ा था उठाया रे भलाई का
हुआ नहीं वो निराश, चले जब तक साँस
उसे आस थी प्रभु के वरदान की
ये कहानी है दीये की और तूफ़ान की

सर पटक-पटक, पग झटक-झटक
न हटा पाया दीये को अपनी आन से
बार-बार वार कर, अंत में हार कर
तूफ़ान भागा रे मैदान से
अत्याचार से उभर, जली ज्योत अमर
रही अमर निशानी बलिदान की
यह कहानी है दीये की और तूफ़ान की

निर्बल से लड़ाई बलवान की
ये कहानी है दीये की और तूफ़ान की

આ ગીતમાં ભરત વ્યાસના શબ્દો, મન્નાડેનો સ્વર અને વસંત દેસાઈની ધૂન એટલી પ્રચંડ અસર નીપજાવે છે કે ગીત સાંભળતાં રુંવાડા ઊભા થઈ જાય.

અહીં આપેલી લીન્કમાં ગીત 0.13થી આરંભાય છે. ટાઈટલ 2.36થી શરૂ થાય છે. ટાઈટલ પૂરાં થયા પછી ફિલ્મમાં વિવિધ સ્થાને વાગતા અંતરા પણ આ લીન્કમાં સાંભળી શકાય છે.

 

(તસવીર નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.