ફિનેગલનો ગતિશીલ નકારનો નિયમ

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

મર્ફીના નિયમનું ‘રૂઢપ્રયોગ’ તરીકે એક બહુ વપરાતું સ્વરૂપ ફિનેગલનો નિયમ – જો કંઈ ખોટું થવાનું હશે તો થશે જ – તે પણ બહુ જ ખોટા સમયે – છે, જે  બનનારી ઘટના થવાની સંભાવનાની સાવ જ અનિશ્ચિતતા પર ભાર મુકવા માટે કરીને, શાસ્ત્રીય રીતે, ફિનેગલનો ગતિશીલ નકારનો નિયમ‘ તરીકે ઓળખાય છે.

અમેરિકામાં Finagle એક ક્રિયાપદ તરીકે વપરાય છે જેનો અર્થ ‘ચાલાકીથી, છળથી મેળવવું; કામ સાધવું’ થાય છે. અમેરિકન ડાયલેક્ટ સોસાયટીની ડાયલેક્ટ નોટ્સ, ૧૯૨૨માં finagler – કામ સાધનાર-ની નોંધ “જ્યાં સુધી કોઈ બીજું બીલનું ચુકવણું ન કરી દે ત્યાં સુધી (ઠાગાઠૈયા કરીને) ટાળનાર’ તરીકે જોવા મળે છે. ઈંગ્લિશ ડાયલેક્ટ ડિક્ષનરીમાં fainaigue અને feneague એ બે શબ્દો ‘છેતરપિંડી કરવી’ અર્થ સાથે જોવા મળે છે. આ દૃષ્ટિએ ફિનેગલનો નિયમ ઉષ્માગતિવિદ્યાના નિષ્ક્રિય ઉર્જા સંબંધિત બીજા નિયમના કટાક્ષમય સ્વરૂપમાં ‘દુનિયામાં પ્રતિકુળતા મહત્તમ થવા તરફનું વલણ ધરાવે છે’ સ્વરૂપે પણ વપરાય છે. [1]

જોકે સામાન્ય વ્યવહારમાં તો આ નિયમ કુદરતી રીતે જ થતી ઘટનાઓનાં આડાઅવળા – યાર્દ્ચ્છિક – ક્રમમાં થવાનાં ફટકિયાંપણા પર ભાર મુકવાની સાથે એમ સમજાવવા માટે વપરાય છે કે જે થવાનું તે તો થશે જ, અને તે પણ સાવ અણધાર્યા, અને સાવ જ પ્રતિકુળ, સમયે.

Definitions.net જણાવે છે કે, ‘ ‘ફિનેગલનો નિયમ’ શબ્દપ્રયોગ સૌ પ્રથમવાર એસ્ટાઉન્ડિંગ સાયન્સ ફિક્શનના પ્રભાવકારક તંત્રી જોહ્ન ડબલ્યુ કેમ્પબેલ, જુનિયર, એ કરેલો. ૧૯૪૦થી ૧૯૬૦ના દાયકાના અનેક તંત્રી લેખોમાં તેઓ આ શબ્દપ્રયોગ વ્યાપકપણે વાપરતા હતા, પરંતુ મર્ફીનો નિયમ શબ્દપ્રયોગ જેટલો પ્રચલિત થયો તેટલો આ શબ્દપ્રયોગ ન થયો. સ્ટાર ટ્રેકનાં એક મણકા, ‘ધ અલ્ટીમેટ કમ્પ્યુટર’માં ડૉ. મૅકૉય એક આલ્કોહોલિક પીણાંને ‘ફિનેગલની મુર્ખામી /Finagle’s Folly’ કહે છે, જે દેખીતી રીતે ફિનેગલના નિયમના સંદર્ભમાં કહેવાયું હતું. બીજી સીઝનના પહેલા મણકામાં કેપ્ટન કિર્ક સ્પૉકને કહે છે, ‘ફિનેગલના એક નિયમ અનુસાર ‘જે કોઈ સ્વગૃહ બંદર પર જહાજ લાંગરશે, તે  બંદર મારૂં તો નહીં જ હોય.’ ફિનેગલના નિયમને ખરેખર પ્રચલિત કરવાનું શ્રેય, આખરે, વિજ્ઞાન કથાઓના લેખક, લેરી નીવેન,દ્વારા લખાયેલી ગ્રહોના નાના ટુકડાઓના પટ્ટાઓની ખાણોમાં કામ કરતાં લોકોની સંસ્કૃતિનાં વર્ણનોવાળી વાર્તાઓને જાય છે.;જેમાં ‘પટ્ટા’ની સંસ્કૃતિ એવા પંથમાં, અને સતત કહેવાતી મજાકમાં, ડરામણા દેવ ફિનેગલ અને તેમના દેવદૂત મર્ફીનાં પાત્રોને વણી લેતી રહે છે.ફિનેગલના કાયદાને ‘નિર્જીવ પદાર્થો આપણી પાછળ આદુ ખાઈને પડ્યા છે’ એ માન્યતા સાથે પણ સાંકળી શકાય.  ફિનેગલના નિયમનાં આ સ્વરૂપ જે્વો જ એક ક્રિયાપદવિહિન શબ્દપ્રયોગ જર્મન નવલકથાકાર ફ્રેડરીખ થીઓડૉર વિશ્શેર “die Tücke des Objekts / નિર્જીવ પદાર્થોનો કિન્નો” તરીકે પણ કરે છે. આ એક એવી મજાકીયા વિચારસરણી છે જે એમ માને છે કે નિર્જીવ પદાર્થો માનવ સમાજ વિરુધ્ધ ષડયંત્રો રચ્યા કરે છે ! આ માન્યતાને “પ્રતિરોધક અસ્તિત્વવાદ / Resistentialism‘ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મર્ફીના નિયમને પરિણામ સાથે જેટલો સંબંધ છે એટલો જ ઓછો સંબંધ એ પરિણામ આવવાની સંભાવના સાથે છે. મર્ફીના નિયમનું વલણ એમ માનવા તરફ છે કે જો કંઈ ઊંધુંચત્તું થવાનું હશે તો કોઈને કોઇ એ પ્રમાણે કરીને જ રહેશે, પછી ભલે એ આકસ્મિક હોય કે માનવ સહજ હોય કે પછી જાણી જોઈને, ધરાર, કરાયેલ હોય. જે લોકો દુનિયાનાં સારાં પાસાં પણ જૂએ છે એ લોકો એમ માને છે કે આવી  આકસ્મિક ઘટનો સારાં માટે અને સૌથી વધારે લાભદાયક સમયે જ થાય છે.  અનેક પ્રયોગો કે શોધખોળો આવી ભૂલોનાં નુકસાનને કારણે જેમ રખડી પડ્યાં છે, તેમ ભુલોને કારણે અણધાર્યા આવિષ્કારો પણ ક્યાં નથી થયા!

ફિનેગલનો (કે પછી મર્ફીનો પણ) નિયમ જો લાગુ પડીને જ રહેવાનો હોય તો આપણે વધારેમાં વધારે સાવચેત બનીને આવી નુકસાનકારક ઘટનાઓને નીવારવાનું જ કરવું જોઈએ. જોકે, આપણે જોઈએ જ છીએ કે જે થવાનું હોત તો મોટા ભાગે થઈને જ રહેતું હોય છે, એટલે લોકો ક્યાં તો આવી સાદી સમજ જ નહીં ધરાવતાં હોય, કે પછી તેમને નીવારવા માટે આવશ્ય્ક ક્ષમતા નહીં ધરાવતાં હોય કે પછી લોકોની પુરી તૈયારી છતાં પણ જે થવાનું છે તે તો થઈને જ રહે છે ?કારણ કોઈ પણ હોય, એટલું તો નક્કી જ જણાય છે કે કુદરત પાસે માણસની દરેક ચાલાકી   કરતાં પણ એક ડગલું આગળ રહેવાની કોઈ આગવી કળા તો જરૂર છે.

ફિનેગલના નિયમનાં લાગુ પડવાની વ્યાપકતાનો એક અંદાજ આવશે, પ્રોગ્રામિંગ, કમ્પ્યુટર હાર્ડવેર, આઈટી જેવાં અનેક ક્ષેત્રોમાં  અનેક પરિસ્થિતિઓને અનુરૂપ ઘડી કઢાયેલાં અનેક સ્વરૂપો પરથી, જે  Murphy’s Law @ CASRAIની મુલાકાત લેવાથી વાંચી શકાય છે.

આ ઉપરાંત, ફિનેગલના નિયમનાં અમુક સ્વરૂપો તો વધારે સૂચક છે, જેમકે –

  • જો કોઈ પ્રયોગ સફળ થતો જણાય તો કંઈક જરૂર ખોટું થયું હશે (ફિનેગલનો પહેલો નિયમ)
  • પ્રયોગનું પરિણામ ગમે તે હોય, કોઈક તો:
    • જુદો (લગભગ તો ઊંધો) અર્થ કાઢશે,
    • નકલી સ્વરૂપ બનાવશે, કે પછી
    • પોતાની આગવી માન્યતાને જ અનુરૂપ છે તેમ માનશે (ફિનેગલનો બીજો નિયમ)
  • કોઈ પણ માહિતીસામગ્રી એકઠી કરાતી હશે, જેને કોઈ પણ દૄષ્ટિએ ફેરચકાસવાની જરૂર ન હોય, જે આંકડો દેખીતી રીતે સાચો જ હોય,એ ભૂલ જ હશે. (ફિનેગલનો ત્રીજો નિયમ)
  • એક વાર કંઈ પણ ગડબડ થઈ ગઈ, પછી તેને સુધારવાના કોઈપણ ધમપછાડા વધારે ને વધારે ગડબડ જ પેદા કરશે. (ફિનેગલનો ચોથો નિયમ)

ફિનેગલના નિયમના લાગુ પડ્યાના દાખલાઓનું સાહિત્ય દરેક પ્રકારની પ્રવૃતિઓનાં ઉદાહરણોથી છલકાય છે.[2] આપણે અહી નમૂના રૂપ, એક જ ઉદાહરણ લઈશું જે કોઈ ટેલીવિઝન સિટ્કોમ,નાટકો, ફિલ્મો, નવલકથાઓ જેવાં નાટકીય કથાવસ્તુ ધરાવતાં કોઈ પંણ પ્રકારનાં નાટયપ્રયોગની સાથે સંકળાયેલ છે.

ટેલીવિઝન સિટ્કોમ,નાટકો, ફિલ્મો, નવલકથાઓ જેવાં નાટકીય કથા્વસ્તુ ધરાવતાં કોઈ પંણ પ્રકારનાં નાટયપ્રયોગની નાટકીયતાનું તત્ત્વ જ ફિનેગલના નિયમને અનુસરે છે. તેમાં પણ જો કોમેડી કે રહસ્યની વાત  હોય તો તો ખાસ. જેમ જેમ કથાવસ્તુ ખુલતું જાય તેમ તેમ કોઈ પણ ઘટના થવાની શક્યતા તે કથાવસ્તુના પ્રવાહ અનુસાર સ્વાભાવિક રીતે થવાને બદલે જ્યારે કંઈક સાવ જ ખોટું, સૌથી વધારે નુકસાનપ્રદ, થવાનું હોય ત્યારે જ થાય તેવી શક્યતાઓ વધારે હોય છે. લોરેલ હાર્ડી જેવી કોઈ પણ હાસ્યકથા યાદ કરશો એટલે આ વાત સ્પષ્ટ થઈ જશે.[3] આમ થવાનું કારણ શું હોઈ શકે?

મુખ્ય કારણ એ કે કોઈપણ કથાવસ્તુની નાટકીયતા કે નાનામોટા ઝઘડાઓ અને અથડામણો[4] જ શ્રોતા (કે વાચક)ને છેક સુધી પકડી રાખી શકે છે. જ્યોર્જ બર્નાર્ડ શૉ તો કહે જ છે કે ‘ઝઘડાઝઘડી ન હોય તો નાટક જ ન હોય’. આને નાટ્યશાસ્ત્રનો નિયમ / Rule Of Drama કહે છે જે આ મુજબ નોંધવામાં આવે છે – અથડામણની કોઈ પણ સંભાવના શક્ય હોય તો તેને અણદેખી ન કરી શકાય’. જો ફિનેગલનો નિયમ લાગુ ન પડતો હોત તો નાટ્યશાસ્ત્રના નિયમનું કામ કેટલું અઘરૂં બની ગયું હોત? આ જ વાતને Third Doctor હજુ વધારે નાટકીયતાથી આ રીતે કહે છે – બે બિંદુઓ વચ્ચે ટુંકામાં ટુંકું અંતર સીધી રેખા જ છે, પણ તે સૌથી વધારે રસપ્રદ હોય તે જરૂરી નથી.

અને આપણી જિંદગીમાં પણ રસ ઓછો થયો હોત !

[1] Actual origin of the name Finagle’s law

[2] Murphy’s Law … Defensive design little light reading

[3]

[4] Elements of Drama: Conflict

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.