ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના – પ્રાસ્તાવિક પરિચય

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

વિષય પરિચય

એ વાત નિર્વિવાદ છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સહુથી પ્રાચીન સંસ્કૃતિ છે.આપણી પાસે ભવ્ય વારસો છે. તેમાં સૌથી ગણમાન્ય વારસો તે આપણા વેદ.વિદ્વાનોએ સંહિતા,બ્રાહ્મણ,આરણ્યક અને ઉપનિષદ ,આ ચારેયની મેળવણીને સમગ્ર વેદ કહેલ છે.વેદનો સર્વોચ્ચ ભાગ તે ઉપનિષદ.ઉપનિષદ એ આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા તરફ  લઇ જાય છે..પ્રમુખ ઉપનિષદોમાંથી ઘણો જીવનરસ પામી શકાય તેમ છે..

‘ શિક્ષણ એટલે જીવનને ઉર્ધ્વગતિ તરફ લઇ જવું.’- ઉપનિષદમાં આ જ વાત છે ક્યાંક ગુરુ શિષ્ય સંવાદમાં તો ક્યાંક આદેશ તો ક્યાંક સૂચન કરીને જીવનલક્ષી માર્ગો સૂચવ્યા છે.ખાસ તો વર્તમાન શિક્ષણની માત્ર ‘ રોટી માટે ના શિક્ષણ’ ની ગ્રંથિથી ઉપર જઈને કશુંક પ્રાપ્ત કરવાની દિશા ઉપનિષદોમાં છે.

ગુરુ -શિષ્ય પરંપરા પ્રાચીન ઉપનિષદ કાળમાં પણ હતી અને આજે પણ છે.પણ બંને કાળની સ્થિતિમાં આસમાન જમીનથી પણ વધારે અંતર દેખાય છે.પ્રાચીન પાસે ગુરુ સંદીપનીના આશ્રમમાં સેવા કરતો બાલકૃષ્ણ છે તો આજે  કોર્ષ ઘટાડવાના બેનર લઈને શાળા દ્વારે ઉભેલો શ્યામલાલ છે  નવ વર્ષના બાળવયથી આશ્રમમાં જ રાખી,પૂર્ણ માનવ બનાવવાં સુધીનું સંગોપન કરી માતા -પિતા અને સમાજને સોંપતા ગુરુઓ તે સમયે હતા તો આજે કમ્મરતોડ શાળા અને ટ્યુશન ફીમાં વાલી નીચોવાઇને આખરે શું મેળવે છે ?  આ એ જ ભારત છે જ્યાં એક સમયે અર્જુન અને દ્રોણઃ હતા ને આજે વિદ્યાર્થી -શિક્ષકમાં પરસ્પર કેટલો નિષ્ઠા અને ત્યાગ ભાવ  હશે ? શિક્ષણ એ માત્ર શાળામાં જ હોય તેવું નથી .એ તો જીવનની આજીવન પ્રક્રિયા છે.શિક્ષણનો અર્થ જ મર્યાદિત થયો છે .તેનો અર્થ સંકોચ થયો છે.ઉપનિષદ એ વાત જ નિર્દેશ કરે છે.કે પોતાનામાં રહેલાં તત્ત્વને ઓળખી ને તેને ઉર્ધ્વ દિશામાં લઇ જાવ. પ્રત્યેક ઉપનિષદ ચોક્કસ સંદેશ લઈને આવે છે.

આજે સામાન્યજન પાસે તો ઉપનિષદો માટે ફક્ત આદર જ રહ્યો છે.બે ચાર ઉપનિષદના નામ અને કદાચ બે ચાર મંત્રોની ખબર હોય. રાષ્ટ્ર પર અગાઉ થયેલાં પરદેશી આક્રમણો અને પછી પરદેશી પ્રભાવ  છતાં આપણા અમૂલ્ય વારસાને જનસામાન્ય સુધી પહોંચાડવામાં ને તેનું સહજ વિશ્લેષણ કરવામાં ખુબ જ વિદ્વાનોને પ્રદાન કર્યું છે. તેમનું ઋણ યાદ કરવું જ પડે. .

” પંડની પેટીમાં પડ્યો પારસ ,વાપરી જાણે તે નર બડભાગીયો.” એટલે જ વર્તમાન શિક્ષણ વિચારમાં ઉપનિષદના દૃષ્ટિકોણ ઉમેરાય.-ઓળખાય અને જનસામાન્ય સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી આ વિષે લખવાનું સાહસ કર્યું છે. શિક્ષણના મૂળભૂત હેતુઓ,શિક્ષણની પાયાની પદ્ધતિઓ ,બાળ જિજ્ઞાસા ,શીખવાની પ્રક્રિયાનું સાચું સ્વરૂપ આદર્શ રીતે સાચા અર્થમાં  કેવું હોવું જોઈએ તે ખંખોળવાનો પ્રયાસ છે.ઉપનિષદ વિચારથી,જીવનલક્ષી શિક્ષણ માટેની જીજીવિષા આત્મવિશ્વાસ ,પહેલવૃત્તિ જેવા દૃષ્ટિકોણ પેદા થાય.ખાસ તો આપણા સહુમાં આપણા જ વારસા  માટે  ચોક્કસ વિશ્વાસ દૃઢીભૂત થાય. શિક્ષણવિદો કશુંક અમલીકરણ કરવાની દિશામાં જાય અને આવનારી પેઢીને શોધનો  એક નવો રસ્તો પણ કદાચ મળે એ મુખ્ય ઉદ્દેશ્ય લખવાનો છે .

આપણા સદ્નસીબે આદ્યં ગુરુ શંકરાચાર્ય,રાજા રામ મનોહરરાય ,મહર્ષિ અરવિંદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન, શ્રી રામશર્માજી, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી, મેક્સમૂલર જેવા અનેક ચિંતકોએ તેના ભાષ્ય, સમીક્ષા અને અનુવાદ આપણી સામે મુક્યા છે અને તેથી આપણે કશુંક પામી શકીએ છે .આપણી મૂળભૂત અસ્મિતાને જાળવી શકીએ છીએ.છેવટે સ્મરણ કરી  ગૌરવ પણ લઇ શકીએ છીએ. અહીં બે શબ્દો લખીને એમના પ્રત્યેનો  નાનો અહોભાવ પણ પ્રગટ કરવાની તક લઇ લેવી છે.  વિશાળ રત્નાકરમાંથી ભરેલી એકાદ અંજલિ કે ઘેઘુર વનરાજીમાંના લીધેલાં એકાદ તણખલાં જેવો  આ સ્વાંત સુખાય આ પ્રયાસ છે.


લેખક પરિચય

* નામ -દિનેશ.લ. માંકડ

* ચાલીસેક વર્ષની શિક્ષણસેવા બાદ આચાર્ય તરીકે નિવૃત્ત.

* માધ્યમિક શિક્ષણ સમયથી કવિતા ,એકપાત્રીય ,નાટક ,લેખ  વગેરે લખવાનો શોખ.

* 1974 થી આકાશવાણી ( ભુજ ) માટે સામાજિક નાટકો,બાળ ચારિત્ર્ય ઘડતરના નાટક ,વાર્તાઓ,માહિતીપ્રદ લેખ વગેરેનું લેખન.

* પાંચ પુસ્તક-પુસ્તિકાનું પ્રકાશન -1. ભૂલ્યા ત્યાંથી ગણીએ 2.દુઃખનું ઓસડ ( બંને નવશિક્ષિતો માટે ) 3.મમ્મી બનું મજાનો 4.બાળનગરી -નાટ્ય સંગ્રહ ( બંને બાળકો માટે ) 5.  # ક્લાસ રૂમ ( શિક્ષણ સંશોધન તથા સ્વાનુભવ સિદ્ધ  લેખોનો સંગ્રહ ) * સાહિત્યસભા દ્વારા પ્રકાશિત અનામિકા ,અભિસારિકા, મેઘધનુષ જેવા પુસ્તકોના સંપાદન માં હિસ્સો.

* ભારત સરકાર દ્વારા પુસ્તિકા ‘ભૂલ્યા ત્યાંથી ગણીએ ‘ ને રાષ્ટ્રીય એવોર્ડ *. ‘# ક્લાસ રૂમ ‘ ને શ્રી નવનીતરાય ઠક્કર આચાર્ય સાહિત્યરત્ન એવોર્ડ

*  શૈક્ષણિક તેમજ અન્ય સામયિકોમાં નિયમિત લેખન

* કચ્છી સમાજ અમદાવાદના સામયિક ‘કચ્છ્શ્રુતિ ‘  પૂર્વ સહતંત્રી.

સંપર્ક:  ઈ-મેલ.-   mankaddinesh1952@gmail.com


શ્રી દિનેશભાઈ માંકડનું વેબ ગુર્જરી પર સ્વાગત છે.

‘ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના’ લેખમાળાના તેમના લેખો દર મહિનાના ચોથા સોમવારે પ્રકાશિત થતા રહેશે.

સંપાદન મડળ, વેબ ગુર્જરી.

Author: Web Gurjari

4 thoughts on “ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના – પ્રાસ્તાવિક પરિચય

 1. ઉપનિષદ મા શિક્ષણ વિભાવના લેખ માળા નુ ભાવભીનું સ્વાગત
  ન જાણેલા જીવન ના રહસ્યો પરથી પડદો ઊઠશે

 2. ઠાણે વિદ્યાપીઠ ના સ્નાતક ભરુચ ના ફતેહસિહ ગોહીલ પિતા પુત્ર ગીતા ચિન્તન શ્રુન્ખલા અને ઉપનિષદ ઉપર દર સોમવાર અને બુધવારે મેળવેલ શિક્ષણ ની સમજ પ્રમાણે યુ ટ્યુબ ઉપર સરસ સંભાષણ કરે છે..તે નિયમીત સામ્ભળુ છુ..હુ પણ વ્દિહોટ્શસેપ અને ફેસબુક ઉપર પ્ઈરવચનો થી મળેલ સમજણ વ્યક્ત કરી ને અશિક્ષીતો ને સમજણ આપતો રહુ છુ.., તમે પણ આવી યુ ટ્યૂબ ચૅનલ ચાલુ કરો તો કેમ..? આપણને પૂજ્ય દાદા એ શીખવેલ ભક્તિ ની સમજણ મુજબ એ પ્રવૃતિ પણ એક સાચો જ્ઞાન યજ્ઞ થૈ શકે..

 3. લોકો ને સંવાદ કરતાં ઠોકંઠોક કેમ ગમતુ હશે..?જીવવુ ત્યાં સુધી શીખતા રહેવા નુ કહેતા લોકો જ એ વાત જાતે સ્વીકારવા તૈયાર નથી… બીજા ની વાત સામ્ભળી ને સમજવા ની કોશિષ કરવી અને ન સમજાય તો સંવાદ કરવો..એ પણ સ્વીકાર્ય.નથી..
  My way is high way….
  આવુ સમજવુ એ શુ સંબંધ સાચવવા ની રીત છે…?
  ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બહુ વાન્ચેલ વ્યક્તિ ને વિદ્વાન નથી ગણવા માં આવતી..પણ જેણે ઘણુ સામ્ભળ્યુ હોય…બહુશ્રૂત… તેને વિદ્વાન લેખવા માં આવે છે..આજે કોઈ લોકો સામ્ભળવા જ તૈયાર નથી…પણ પોતે જે લખે કે બોલે તે બીજાએ ચૂપચાપ સામ્ભળવુ એવી આશા અને આગ્રહ રાખે છે..
  પોતાના લખાણ ઉપર કોઇ.પ્રતિભાવ આપે તેને જવાબ આપવા ની પણ ઈચ્છા કોઈ ને નથી હોતી..આવી વ્યક્તિ ને બુદ્ધિશાળી કૈ રીતે કહી શકાય..?
  વ્હોટ્સેપ હકિકત માં સંવાદ નુ ઉત્તમ માધ્યમ બની શકે પણ લોકો એ તેને ફક્ત છાપેલા કાટલા જેવા અણઘડ લોકો ના વિચારો સુવિચાર ના નામ તળે કૉપી પૅસ્ટ જ કરતા રહે છે. આજે લખેલુ વાન્ચવા ની કે વાન્ચેલુ સમજી ને જિવન માં ઉતારવા ની ઇચ્છા બહુ જ ઓછા લોકો ને હોય છે.
  જજ પણ બંને પક્ષો ની વાત વિગતવાર સામ્ભળી ને જ જજમેન્ટ આપે છે્્્કારણકે બુદ્ધિશાળી વ્યક્તિ જ જજ બને છે..

Leave a Reply

Your email address will not be published.