બંદિશ એક રૂપ, અનેક (૮૪): ૨ : ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં – “જમુના કે તીર”

નીતિન વ્યાસ

“Yamuna river on full moon” Painting by Vrindavan Das

ગયા મણકા માં આપણે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાંના જીવન ને સ્પર્શતી થોડી માહિતી વાંચી. તેમની ગયેલી ભૈરવી “જમુના કે તીર” ઠુમરી ગાયકીમાં એક સીમા ચિન્હ રૂપ ગણવામાં આવે છે.

આશા રાખું છું કે આ પ્રસ્તુતિ આપને ગમી હશે.

સંત કબીરે કહ્યું:

“कबीरा कबीरा क्या करो, जाओ जमुना तीर।
एक गोपीन के आंसून में बह गए लाख कबीर।।”

આજની બંદિશ ના શબ્દો છે “જમુના કે તીર” રાગ ભૈરવી:

આઓ સખી જમુના કે તીર
અકેલી ના જઈઓ રાધે જમુના કે તીર
ગોકુલ ઢૂંઢી વ્રીન્દાવન ઢુંઢલી
કહું કહું સે લાગે નીર
અકેલી મત જઈઓ રાધે
જમુના કે તીર

ખાં સાહેબ અબ્દુલ કરીમ ખાં ની પ્રેરણા મૂર્તિ અને તેના ગુરુમાન્ય ઉસ્તાદ રહેમત ખાં થી શરૂઆત કરીયે. ગ્વાલિયર ઘરાણાં ના સ્થાપકો પૈકીના એક, રહેમત ખાં – ૧૮૪૫ જન્મ થયો હતો. તે “ભુ ગાંધર્વ” તરીકે ઓળખાતા, રહેમત ખાં નાં પૂર્વજો ગાંધર્વ દ્વીપ માંથી આવેલા. ત્યાં નાં લોકો દેખાવમાં સુંદર અને ગાવા બજાવવા માં હોશિયાર ગણાતા.
પ્રસ્તુત રેકોર્ડિંગ ઘણું જૂનું છે:

ગાંધીજી સ્વતંત્રતાની લડતનો પ્રભાવ સૂફી ગાયક અબ્દુલ કરીમ પર પણ હતો. તેમણે HMV – બ્રિટિશ કંપની નો બહિષ્કાર કર્યો. જર્મન ઓડીઅન અને રુબી કંપનીએ તેની રેકર્ડ બહાર પાડી. 1946 સાલ માં HMV એ તે કંપની ખરીદી લીધી અને રેકર્ડ ફરી બજારમાં આવી.
અબ્દુલ કરીમ ખાં: “જમુના કે તીર” ઠુમરી, રાગ ભૈરવી

પંડિત સવાઈ ગાંધર્વના પૌત્ર, પદ્મ ભૂષણ થી સન્માનિત પંડિત કુમાર ગાંધર્વ – શિવપુત્ર સિદ્ધરામ કોમકાલી

ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં ના ભત્રીજી અને કિરાના ઘરાણાં ના જાજરમાન ગાયિકા શ્રીમતી રોશનારા બેગમ

શ્રી સવાઈ ગાંધર્વના શિષ્ય, કીરના ઘરાણાના પ્રસિદ્ધ ગાયક, ભારત રત્ન સાથે અનેક એવોર્ડ થી સન્માનિત પંડિત ભીમસેન જોશી

મેવાતી ઘરાણાં નાં પ્રસિધ્ધ ગાયક પદ્મવિભૂષણ પંડિત જસરાજ

https://deezer.page.link/JwR1eHmwkvnQzHTJ6

૧૨ વર્ષ નો આર્ય બનીક ઉત્તર બંગાળના નાં ગામ સિલિગુરી નો રહેવાસી છે. બહુ નાની ઉંમરે શાસ્ત્રીય સંગીતમાં માહિર આર્ય ના પ્રથમ સંગીત ગુરુ છે તેના માતુશ્રી શ્રીમતી અંકુતા સરકાર. તેઓ અતિ પ્રાચીન માર્ગ સંગીતમાં પ્રવીણ છે.

અહીં પ્રસ્તુત ભૈરવી ઠુમરી માં ગાવામાં હરકત સાથે સ્વર ગુંથણી સાંભળતાં સહેજે “વાહ ” કહેવાનું મન થાય.

હવે સાંભળીયે મેવાતી ઘરાણાં નાં ગાયક પંડિત શ્રી પ્રતાપ નારાયણ જી, તેઓ પંડિત જસરાજના ગુરુ અને મોટાભાઈ થાય.

અફઘાનિસ્તાન નાં ગાયક ઉસ્તાદ મહમદ હુસેન સરહંગ

ફિલ્મ અદાકારથી કારકિર્દી શરુ કરનાર કીરના ઘરણાં નાં ગાયક પંડિત શ્રી ફીરોઝ દસ્તુર

પતિયાલા ઘરાણાના ગાયક ઉસ્તાદ જાવેદ અલી ખાં

કર્ણાટક યુનિવર્સિટી ની મ્યુઝિક કોલેજ સાથે જોડાયેલા પંડિત શ્રી સંગમેશ્વર ગૌરવ

બંગાળના વિખ્યાત ગાયક શ્રી વિક્રમસિંહ ખાંગુરા

સુમધુર ગાયિકા શ્રીમતી માણેક વર્મા સાથે વાયોલીન પર શ્રી વી. જી. જોગ

પદ્મ શ્રી પંડિત શ્રી ઉલ્હાસ કાશિકર

કલકતાનાં શ્રી શ્યામદૂતી મજમુદારનું ફ્યૂઝન

ઉસ્તાદ અલ્લાઉદીન ખાંના શિષ્ય, પદ્મ શ્રી નીખિલ બેનરજી

ન્યુયોર્ક માં જન્મેલા વિખ્યાત બાંસુરી વાદક શ્રી સ્ટીવ જોર્ન

ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં

અંતમાં તેમના જીવન ના અંતિમ ચરણ વિષે:

તારીખ ૨૭ મી ઓક્ટોબર, અને સાલ ૧૯૩૭: મીરજ થી અબ્દુલ કરીમ, પુડુચેરી કાર્યક્રમ માટે જતા હતા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન છાતીમાં દુઃખાવો શરુ થયો . અસ્વસ્થતા વધતાં રસ્તામાં જે સ્ટેશન આવ્યું ત્યાં જ ગાડીમાંથી ઉતરી ગયા. પ્લેટફોર્મ ઉપરના બાંકડા પર બેઠા. તેમને કૈંક અણસાર આવી ગયો હતો. નીચે જાજમ બીછાવી નમાઝ સાથે રાગ દરબારી માં કલમાં ગાવાનું શરૂ કર્યું. જીવનની અંતિમ બંદગી અને બંદિશ તેમણે જે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ગાઈ, તેનું નામ હતું સિંગપેરુમાલ કોવિલ. પુડુચેરી અહીંથી થી લગભગ ૭૦ માઈલ છેટું હતું. આમ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં કલમા ગાતા ગાતા તેઓ ખુદા ને પ્યારા થઈ ગયા.

શાયર બશીર બદ્ર નો એક જાણીતો શેર અહીં યાદ આવે છે:

 

उजाले अपनी यादों के अपने साथ रहने दो
न जाने किस गली में ज़िंदगी की शाम हो जाए II


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

3 thoughts on “બંદિશ એક રૂપ, અનેક (૮૪): ૨ : ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં – “જમુના કે તીર”

  1. કિરાના ઘરાના અને ઉસ્તાદ અબ્દુલ કરીમખાંનો બીજો મણકો પણ એટલોજ રસપ્રદ બન્યો. બીજા અન્ય પંડિતોને પણ સાંભળવાનો લ્હાવો મળ્યો . ખૂણે ખૂણેથી શસોધન કરી વે.ગુ પર પીરસવા માટે નીતિનભાઈનો ખુબ આભાર.

    1. ડૉ. ભટ્ટ, આપના પ્રતિભાવનો હું આદર કરુંછું. અને તે મને વાચવા ગમે છે. જાદુ આપણા જાજરમાન સંગીત વરસનો છે.  

Leave a Reply

Your email address will not be published.